Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધેડનું રહસ્યમય મોત:કામદાર સોસાયટીમાં એકલવાયું જીવન જીવતા 55 વર્ષીય આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, એક દિવસ પહેલા મૃત્યુ થયાનું અનુમાન

    17 hours ago

    ​જૂનાગઢ શહેરના જાણીતા એવા કામદાર સોસાયટી વિસ્તારમાંથી એક આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃત્યુ પામનાર વ્યક્તિ લાંબા સમયથી આ વિસ્તારમાં એકલવાયું જીવન વિતાવી રહ્યા હતા. એક દિવસ પહેલા જ મોત થયાનું ડોક્ટરનું અનુમાન ​મૃતક વ્યક્તિની ઓળખ રમેશ ડાભી તરીકે થઈ છે અને તેમની ઉંમર અંદાજે 50 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. રમેશભાઈ છેલ્લા કેટલાક સમયથી કામદાર સોસાયટી વિસ્તારમાં એકલા જ રહેતા હતા અને પડોશીઓ કે અન્ય લોકો સાથે તેમનો વ્યવહાર મર્યાદિત રહેતો હતો. પ્રાથમિક તપાસ અને ડાભીની શારીરિક તથા આસપાસની સ્થિતિ પરથી પોલીસ અને તબીબો દ્વારા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેમનું મૃત્યુ આજથી બરાબર એક દિવસ પહેલાં જ થઈ ગયું હોવું જોઈએ. જોકે, અચાનક અને એકાંતમાં થયેલા આ મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો આ ​ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે કામદાર સોસાયટી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની બારીકાઈથી પંચનામું કરી જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા અને તુરંત જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક રમેશ ભીમાભાઈ ડાભીના મૃતદેહનો કબ્જો મેળવીને આગળની વીએસસી અને હાર્દિક તપાસ અર્થે જૂનાગઢની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ​પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ આધેડના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશનના પ્રતિભાગીઓ સાથે મુલાકાત કરી:વાતચીત કરીને અનુભવ જાણ્યો; 6 યુવાનોને સિલ્વર મેડલ મળ્યા, ભારત 10મા સ્થાને રહ્યું
    Next Article
    2 સેકન્ડમાં જિલ્લા પોલીસ આવશે મદદે, 'નવરાત્રિ સુરક્ષા એપ લોન્ચ:QR કોડ સ્કેનિંગ અને GPS ટ્રેકિંગથી મોડી રાત સુધી ઘરે ન પહોંચનાર દીકરીઓનું સીધું ટ્રેકિંગ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment