Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 સેકન્ડમાં જિલ્લા પોલીસ આવશે મદદે, 'નવરાત્રિ સુરક્ષા એપ લોન્ચ:QR કોડ સ્કેનિંગ અને GPS ટ્રેકિંગથી મોડી રાત સુધી ઘરે ન પહોંચનાર દીકરીઓનું સીધું ટ્રેકિંગ થશે

    16 hours ago

    આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે અને ખાસ કરીને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વડોદરા ગ્રામ્ય પોલીસે અનોખું આયોજન કર્યું છે. જિલ્લામાં નોંધાયેલા 674 જેટલા ગરબા સ્થળો પર 2875 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક અત્યાધુનિક ‘નવરાત્રિ સુરક્ષા એપ્લિકેશન’ લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં QR કોડ સ્કેનિંગ, GPS ટ્રેકિંગ અને માત્ર 2 સેકન્ડમાં કંટ્રોલ રૂમને એલર્ટ કરતું 'SOS બટન' સામેલ છે. 84 મોટા અને 590 નાના ગરબા સ્થળો પર પોલીસ હેલ્પડેસ્ક વડોદરા જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 84 મોટા અને 590 નાના મળીને કુલ 674 ગરબા આયોજનો થઈ રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 21 પીઆઈ, 24 પીએસઆઈ, 1340 પોલીસ કર્મચારીઓ, 750 જીઆરડી અને 785 હોમગાર્ડ મળીને કુલ 2875 સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે. મોટા આયોજનોમાં પોલીસ હેલ્પડેસ્ક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે 'શી ટીમ'ની મહિલા પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે ઉપસ્થિત રહેશે. તમામ આયોજકોને સીસીટીવી કેમેરા લગાવવા તાકીદ કરાઈ છે. વડોદરા ગ્રામ્ય સુરક્ષા વ્યવસ્થા એક નજરે 'નવરાત્રિ સુરક્ષા એપ' કેવી રીતે કરશે કામ? જિલ્લાના તમામ ગરબા આયોજકોને લોકેશન આધારે QR કોડ આપવામાં આવશે. દીકરીઓ કે અન્ય કોઈ પણ નાગરિક આ એપ પર નામ, સરનામું અને ઈમરજન્સી મોબાઈલ નંબર સાથે એકવાર રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગરબા સ્થળે પ્રવેશતી વખતે QR કોડ સ્કેન કરતાં જ કંટ્રોલ રૂમમાં તેઓ ‘ઓનલાઇન’ દેખાશે. ગરબા પૂર્ણ થયા બાદ પોતાના ઘરના 1 કિલોમીટરના વિસ્તારમાં પહોંચતાં જ સિસ્ટમ તેમને આપમેળે ‘ઓફલાઇન’ દર્શાવશે. જો મોડી રાત સુધી દીકરી ઘરે ન પહોંચે તો કંટ્રોલ રૂમમાંથી સિંગલ ક્લિકથી તેમનો અથવા પરિવારજનોનો સંપર્ક કરાશે. આ અંતરની મર્યાદા જરૂર મુજબ 500 કે 200 મીટર સુધી પણ સેટ કરી શકાશે. 2 સેકન્ડનું SOS બટન અને ક્લાઉડ કંટ્રોલ રૂમ મુશ્કેલીના સમયે એપ્લિકેશનમાં આપવામાં આવેલું SOS બટન 2 સેકન્ડ સુધી દબાવી રાખતાં જ કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ જનરેટ થશે અને GPS લોકેશન સાથે પોલીસની PCR વાન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જશે. આ વ્યવસ્થા માત્ર દીકરીઓ પૂરતી સીમિત નથી, પરંતુ યુવકો અને વરિષ્ઠ નાગરિકો પણ આ સુરક્ષા કવચનો લાભ લઈ શકશે. કંટ્રોલ રૂમ માટે 48 તાલીમબદ્ધ કર્મચારીઓ 24 કલાક તૈનાત રહેશે. આ રોબસ્ટ ક્લાઉડ સિસ્ટમ પ્રારંભિક તબક્કે 5 લાખ લોકોનું ભારણ ઝીલી શકે એવી છે અને જરૂર પડ્યે અડધા કલાકમાં તેની ક્ષમતા વિસ્તારી શકાય છે. ઉપરાંત 112ની ઇમરજન્સી ગાડીઓ, પેટ્રોલિંગ મોબાઇલ્સ અને અવાવરૂ સ્થળો પર સ્ટેટિક પોઇન્ટ્સ ગોઠવીને સુરક્ષા વધુ અભેદ્ય બનાવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    આધેડનું રહસ્યમય મોત:કામદાર સોસાયટીમાં એકલવાયું જીવન જીવતા 55 વર્ષીય આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, એક દિવસ પહેલા મૃત્યુ થયાનું અનુમાન
    Next Article
    US Is "Kicking The Ladder" After Climbing It: Ex-Amazon H-1B Worker To NDTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment