Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવારણ:55 બાળકને 1098 હેલ્પલાઇન થકી મળ્યું સુરક્ષિત ભવિષ્ય

    11 hours ago

    મોરબી જિલ્લામાં 0 થી 18 વય સુધીના બાળકોના અધિકારોના રક્ષણ, સર્વાંગી વિકાસ અને સુરક્ષિત બાળપણને સુનિશ્ચિત કરવા માટે ‘ચાઇલ્ડ હેલ્પલાઇન-1098 કાર્યરત છે. આ હેલ્પ લાઇન થકી ગૂમ થયેલા બાળકો, બાળ શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન, ભિક્ષાવૃત્તિ અને બાળ તસ્કરી જેવા ગંભીર પ્રશ્નો સામે રક્ષણ આપી બાળકો અને સરકારી યોજનાઓ વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરી રહી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી હેઠળના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત મોરબી ચાઇલ્ડ હેલ્પલાઇનને સપ્ટેમ્બર-2025થી જુલાઈ-2026 દરમિયાન 55 કેસ પ્રાપ્ત થયા હતા. જેમાં ખોવાયેલા કે ત્યજી દેવાયેલા બાળકો અને બાળ લગ્ન અટકાવવા જેવા 10 ગંભીર કેસ, કાઉન્સેલિંગ તથા શિક્ષણ ક્ષેત્રના 43 સામાન્ય કોલ્સ અને 2 માહિતીલક્ષી કોલ્સનો સમાવેશ થાય છે. આ તમામ કેસોમાં બાળકનું સુરક્ષિત રેસ્ક્યુ, કાઉન્સેલિંગ, તબીબી સારવાર, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂઆત, શેલ્ટર હોમની વ્યવસ્થા તેમજ પરિવાર સાથે પુનઃમિલન જેવી મહત્વપૂર્ણ કાનૂની અને સામાજિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમારી કામગીરી કેસ નિવારણ સાથે જનજાગૃતિની છે અમારી ટીમની કામગીરી માત્ર કેસના નિવારણ સુધી સીમિત ન રહેતા, જનજાગૃતિ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. શાળા અને આંગણવાડી કક્ષાના 97 કાર્યક્રમો મારફતે 12,596 બાળકોને તથા 158 જાહેર કાર્યક્રમો દ્વારા 7299 નાગરિકો મળી કુલ 255સેશન્સ દ્વારા 19,895 લોકોને બાળ અધિકારો પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ટીમ કઇ રીતે કામ કરે છે ચાઇલ્ડ હેલ્પલાઇનનું કાર્યક્ષેત્ર જોઇએ તો 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે આ સેવા નિશુલ્ક છે. ખુદ જરૂરિયાતમંદ બાળક કે કોઈપણ નાગરિક જેણે કોઈ બાળકને મુશ્કેલીમાં જોયું હોય તેઓ સંપર્ક કરી શકે છે. 1098 સેવા માત્ર એક કોલ સેન્ટર નથી, પરંતુ એક આખી સિસ્ટમ તરીકે કામ કરે છે. તેની ટીમમાં કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ્સ, ફીલ્ડ વર્કર્સ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને સામાજિક કાર્યકરો, તાલીમબદ્ધ મનોવૈજ્ઞાનિકો, સરકારી સ્તરે કેસનું સુપરવિઝન કરનાર અધિકારીઓ, જ્યુડિશિયલ બોડી તેમજ સહયોગી વિભાગોનો ટીમમાં સમાવેશ થાય છે. બાદમાં જરૂર પડ્યે સિવિલ ના તબીબીની પણ મદદ લેવાય છે.
    Click here to Read More
    Previous Article
    બિસ્માર રસ્તાઓથી લોકો કંટાળ્યા‎:મોરબીના વોર્ડ 2માં સામાન્ય વરસાદે રસ્તાની સિકલ જ બદલી નાખી, મોટા વાહનો ફસાયા
    Next Article
    Multiple Explosions Rock Erbil Near US Consulate As Iranian Drones Hit Iraq

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment