Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત બેંકના કર્મચારી સાથે 5.47 લાખની ઠગાઈ:સરસપુરના વૃદ્ધને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવાનું કહી APK ફાઇલ મોકલી ખાતામાંથી રુપિયા ઉપાડી લીધા

    6 hours ago

    અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા નિવૃત બેંક કર્મચારીને APK ફાઇલ મોકલી સાયબર ગઠિયાઓએ 5.47 લાખ ઉપાડી લીધા છે. વૃદ્ધને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અપડેટ કરી આપવાનું કહી ગઠિયાઓએ બેંકના અધિકારી બનીને APK ફાઇલ મોકલી હતી. ફાઇલ ડાઉનલોડ કરતા વૃદ્ધના ખાતામાંથી 5.47 લાખ ઉપાડી લીધા હતા જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધના ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ અને ફોન આવ્યો સરસપુર વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધ બેન્કમાંથી નિવૃત થયા હતા.વૃદ્ધે ફેસબુક પર પેન્શનધારકો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અપડેટ કરવાની જાહેરાત જોઈ હતી. જાહેરાત જોઈને ક્લિક કરતા ફોર્મ આવ્યું હતું જે ફોર્મ પણ વૃદ્ધે ભર્યું હતું. બીજા દિવસે વૃદ્ધના ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો જે બાદ તે જ નંબર પરથી ફોન આવ્યો હતો. વૃદ્ધે બેંકની વિગતો ભરી ને ટુકડે ટુકડે 5.47 લાખ ઉપડી ગયા ફોન કરનારે પોતે બેંક ઓફ ઈન્ડિયાના અધિકારી હોવાની ઓળખ આપીને વૃદ્ધને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અપડેટ કરાવી આપવાનું કહીને apk ફાઇલ મોકલી હતી. ફાઇલ ડાઉનલોડ કરાવી વૃદ્ધ પાસે વિગતો ભરાવી હતી. વૃદ્ધે બેંકની વિગતો ભરી હતી જે બાદ વૃદ્ધના ખાતામાંથી ટુકડે ટુકડે 5.47 લાખ ઉપડી ગયા હતા જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    બધાની આતુરતાનો અંત આવશે, વૈભવ સૂર્યવંશી રમી શકે!:આજે ન્યૂઝીલેન્ડ સામે બીજી T20 મેચ; પાકિસ્તાન પછી 300 T20 મેચ રમનારી બીજી ટીમ બનશે ઈન્ડિયા
    Next Article
    નવસારીમાં બાઈક-કાર અકસ્માતથી 500 મીટર લાંબો જામ:મંકોડીયા પાસે રોડ ડેવલપમેન્ટના ધીમા કામથી શહેરીજનો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment