Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિમાન દુર્ઘટના સ્થળની રૂ. 547 કરોડના ખર્ચે તસવીર બદલાશે:ન્યૂ મેન્ટલ કેમ્પસમાં હોસ્પિટલ, 510 યુનિટની PG હોસ્ટેલ અને અદ્યતન ફૂડ-ડ્રગ્સ લેબોરેટરીનું થશે નિર્માણ

    3 days ago

    અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની સ્મૃતિ વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બનેલા ન્યૂ મેન્ટલ કેમ્પસને આધુનિક આરોગ્ય અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો મહત્ત્વાકાંક્ષી નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, દુર્ઘટનાના ઊંડા ઘાઓને હવે 'આરોગ્ય મંદિર' અને 'શિક્ષણ મંદિર'ના સંકલ્પમાં ફેરવીને કેમ્પસનો કાયાકલ્પ કરવામાં આવશે. મુખ્ય પ્રોજેક્ટ્સ પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ સહિતનું સંકુલ કેમ્પસમાં પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપી કોલેજ અને 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 295 કરોડનો ખર્ચ થશે અને 25 હજાર ચોરસ મીટર જેટલી જમીનનો ઉપયોગ થશે. મેઘાણીનગર કેમ્પસમાં રૂ. 547 કરોડના ખર્ચે ઊભા કરાશે આધુનિક પ્રોજેક્ટ્સ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસમાં ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાને કારણે નુકસાન પામેલી તમામ જૂની ઇમારતોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. તેના સ્થાને રાજ્ય સરકાર દ્વારા રૂ. 547 કરોડથી વધુના તોતિંગ ખર્ચે આરોગ્ય, સંશોધન અને મેડિકલ શિક્ષણ ક્ષેત્રના અત્યાધુનિક પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં આવશે. મંત્રી પાનશેરીયાએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત મુસાફરો અને નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ઉમેર્યું કે, આપત્તિના સમયે સરકારે તાત્કાલિક રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી હતી, પરંતુ હવે આ સમગ્ર વિસ્તારને વિશ્વસ્તરીય નવી ઓળખ આપવામાં આવશે. કયા-કયા મુખ્ય પ્રોજેક્ટ્સ સાકાર થશે? આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રાજ્યનું નવું સીમાચિહ્ન બનશે આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ તમામ પ્રોજેક્ટ્સના ટેન્ડરિંગ અને બાંધકામની પ્રક્રિયા આગામી દિવસોમાં ઝડપથી શરૂ કરી દેવાશે. તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ આ ન્યૂ મેન્ટલ કેમ્પસ માત્ર સામાન્ય હૉસ્પિટલ નહીં, પરંતુ તબીબી સંશોધન અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું એક મોટું અને ગૌરવપૂર્ણ કેન્દ્ર બની રહેશે. તેનાથી ભવિષ્યના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સામાન્ય જનતાને એક જ છત્ર નીચે આધુનિક સુવિધાઓ મળશે.
    Click here to Read More
    Previous Article
    કુભારવાડામાં 'બકરી ચોર' સહિતના શખસોનું 3 લોકો પર ફાયરિંગ:નશાકીય પદાર્થોનું વેચાણની પ્રવૃતિ બંધ કરવાનું કહેતા 4 રાઉન્ડ ગોળીઓ વરસાવી, મુખ્ય આરોપી સહિત 3 ઝડપાયા
    Next Article
    Ahmedabad Plane Crash Anniversary | BDDSની ટીમે પ્લેન ક્રેશ ઘટના સ્થળની મુલાકાત લીધી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment