Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મુંબઈમાં ચોમાસામાં પાણી ઉલેચવા 547 પંપની વ્યવસ્થા

    1 week ago

    આગામી ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાય તો પાણી ઉલેચવા 547 પંપ લગાડવામાં આવશે. ગયા વર્ષ કરતા આ સંખ્યા વધારે છે. મુંબઈ મહાપાલિકાના પર્જન્યજલ વિભાગે આ કામ માટે ટેંડર મગાવ્યા છે. પાઈપલાઈનના કામ મુંબઈમાં બધે ચાલુ છે છતાં પંપની સંખ્યા વધી રહી હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. મુંબઈની ભૌગોલિક રચનાના લીધે નીચાણવાળા ભાગમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે અને એનો નિકાલ થતો નથી. મુંબઈને ચારેય બાજુથી સમુદ્રએ ઘેર્યું હોવાથી મુંબઈમાં વરસાદનું પ્રમાણ વધારે છે. તેથી ચોમાસામાં પાણી ભરાઈ જવાનું જોખમ હોય છે. પણ પાણી ભરાવાના ઠેકાણા ઓછા કરવા મુંબઈ મહાપાલિકાએ અત્યાર સુધી બ્રિમસ્ટોવેડ પ્રકલ્પ અંતર્ગત કરોડો રૂપિયાના કામ કર્યા છે. તેમ જ સૂક્ષ્મ નિયોજન અંતર્ગત દર વર્ષે વિવિધ ઠેકાણાની પાઈપલાઈનની ક્ષમતા વધારવાના કામ પણ કરવામાં આવે છે. છતાં મુંબઈમાં પાણી ભરાવાના ઠેકાણા ઓછા થયા નથી. આ વખતે તો વરસાદના ભરાયેલા પાણી ઉલેચવા મહાપાલિકા પ્રશાસને 547 પંપની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા થોડા વર્ષમાં આ આંકડો વધારે છે. મુંબઈ મહાપાલિકાએ 24 વોર્ડમાં બે વર્ષ માટે પંપની સેવાનો કોન્ટ્રેક્ટ આપવા ટેંડર મગાવ્યા છે. ચોમાસુ માથે છે ત્યારે પાઈપલાઈન વિભાગે 24 વોર્ડ કાર્યાલય પાસેથી પાણી ઉલેચવા કેટલા પંપ જોઈશે એની માહિતી મગાવી હતી. એ અનુસાર આ વખતે ટેંડર કાઢવામાં આવ્યા છે. લગભગ 547 પંપની માગણી કરવામાં આવી છે. ગયા વર્ષે મહાપાલિકાએ 422 ઠેકાણા પંપ લગાડવાની વ્યવસ્થા કરી હતી. પણ 26 મે 2025માં પડેલા કમોસમી વરસાદથી પાણી ભરાવાના ઠેકાણા વધ્યા પછી વોર્ડ કાર્યાલય તરફથી પંપની માગ વધી હતી. તેથી મુંબઈ મહાપાલિકાએ 514 ઠેકાણે પાણી ઉલેચતા પંપ તૈનાત કર્યા. એમાંથી 481 પંપનો ઉપયોગ થયો હતો એવી માહિતી પાઈપલાઈન વિભાગના અધિકારીએ આપી હતી. પંપની સંખ્યા વધી શકે દરમિયાન 547 પંપની માગણી કરવામાં આવી છે છતાં કોઈ વોર્ડમાં પાઈપલાઈનનું કામ પૂરું થયું હશે તો એ વોર્ડમાં પંપ કાઢી નાખવામાં આવશે. ચોમાસામાં કોઈ નવા ઠેકાણા મળશે તો પંપની સંખ્યા વધારવામાં આવી શકે છે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    In a first, Himachal Pradesh cuts Budget outlay by Rs 3,586 cr
    Next Article
    શોર્ટસર્કિટના લીધે આગ ભભૂકી ઉઠી:ચેમ્બુર ખાતે વિકરાળ આગ, 40થી વધુ પ્રાણીઓનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment