Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનસુરામાં ભારત વિકાસ પરિષદનો મેડિકલ કેમ્પ યોજાયો:544 દર્દીઓએ વિવિધ રોગોનું નિદાન કરાવી દવાઓ મેળવી

    7 hours ago

    ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ધનસુરા ભારત વિકાસ પરિષદ દ્વારા નગરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરબડી ચોક પાસે આવેલ ઠેકડીની વાડી ખાતે યોજાયેલા આ સર્વરોગ નિદાન કેમ્પમાં ધનસુરા નગર અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કેમ્પ સ્વ. અલકાબેન દેવેન્દ્રભાઈ પટેલના દાતા સહયોગથી, રેડક્રોસ સોસાયટી અને જિલ્લા આર્યુવેદિક વિભાગના સહયોગથી યોજાયો હતો. કેમ્પમાં બ્લડ સુગર, બ્લડ ગ્રુપ ટેસ્ટિંગ અને આર્યુવેદિક સર્વરોગ નિદાન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. નિદાન બાદ 544 દર્દીઓને જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરાયું હતું. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ કન્વીનર ડૉ. ભરતભાઈ શાહ, ડૉ. શાંતિલાલ પટેલ, પરિષદના પ્રમુખ ડૉ. શિરીષભાઈ શાહ, ઉપપ્રમુખ એન.એસ. પટેલ, મંત્રી રાકેશ મહેતા, સહમંત્રી મનહરભાઈ દેસાઈ, ખજાનચી પ્રકાશભાઈ શાહ, સંજય વેલાણી, અનિલ પટેલ, પ્રતીક પટેલ, વિપુલ શાહ સહિત ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘No notice, no response sheets’: Disquiet among foreign medical grads over ‘opaque’ licensing exam
    Next Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:બે દિવસથી ગુમસુમ રહેતા યુવાને અને 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment