Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના બે બનાવ:બે દિવસથી ગુમસુમ રહેતા યુવાને અને 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    8 hours ago

    રાજકોટમાં વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ નજીક કાળીપાટ ગામે બે દિવસથી ગુમસુમ રહેતા 18 વર્ષીય જયેશ સોસાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જયારે બીજા બનાવમાં રાજકોટમાં રહી સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય મુકેશભાઈ પરમારએ રાત્રીના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ પોલીસે બન્ને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ નજીક કાળીપાટ ગામે મહાકાળી મંદિરની બાજુમાં પાણીના અવેડાની બાજુમાં રહેતા જયેશ સોસા (ઉં.વ.18)એ ગઈકાલે સાંજે પોતાના ઘરે પતરા વાળી રૂમમાં લોખંડના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા 108ના EMTએ જોઈ તપાસી સ્થળ પર જ જયેશને મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં જયેશનો પરિવાર મૂળ જસદણ તાલુકાના ભાડલા નજીક આવેલ દહીસરા જામ ગામનો વતની છે. છેલ્લા ચાર પાંચ વર્ષથી અહીં કાળીપાટમાં ખેતીની જમીન વાવવા માટે રાખી હોવાથી જયેશ અને તેના પિતા ખેતી કરતા હોવાનું સામે આવ્યું છે. જયેશ ભાઈ બહેનમાં મોટો હતો. છેલ્લા બે દિવસથી તે સાવ ગુમસૂમ રહેતો હતો પરિવારજનો તેને પૂછતા હતા પરંતુ તે કંઈ જણાવતો ન હતો જેથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં મુકેશભાઈ રમણીકલાલ પરમાર (ઉં.વ.46) ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મુકેશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનુ અને તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં મુકેશભાઈના આપઘાતનું કારણ સ્પષ્ટ ન થતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધનસુરામાં ભારત વિકાસ પરિષદનો મેડિકલ કેમ્પ યોજાયો:544 દર્દીઓએ વિવિધ રોગોનું નિદાન કરાવી દવાઓ મેળવી
    Next Article
    પાટણમાં દિશા કમિટી બેઠક યોજાઈ:વિકાસ યોજનાઓની સમીક્ષા કરાઈ, મહિલા ડ્રાઇવિંગ તાલીમ શરૂ કરવા સૂચન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment