Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના ફડસર ગામેથી વિદેશી દારૂ ઝડપાયો:રૂ. 5.41 લાખનો જથ્થો કબજે, મુખ્ય આરોપી ફરાર

    12 hours ago

    મોરબી તાલુકા પોલીસે ફડસર ગામની સીમમાંથી કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન રૂ. 5.41 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમી મુજબ, ફડસર ગામની સીમમાં ભગવાનભાઈ છગનભાઈ ગોગરાના ખેતર સામે આવેલા ખરાબામાં કરણભાઈ ભરતભાઈ કુંભારવાડિયા (રહે. ફડસર) દ્વારા વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. આ દારૂને સગેવગે કરવાની તૈયારી ચાલી રહી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી કરણભાઈ કુંભારવાડિયા ત્યાં હાજર મળ્યા નહોતા. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની કુલ 1,164 નાની-મોટી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂ. 5,41,260 આંકવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી કરણભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    5 કરોડનો DPR પ્લાન અટવાતો રહ્યો ને સુરત ડૂબી ગયું:સર્વેની પ્રક્રિયા રહસ્યમય રીતે કેમ અટકી? ખાડીના હદ વિવાદ મામલે પાલિકા અને સિંચાઇ વિભાગની આંતરિક લડાઈ
    Next Article
    રામમંદિરમાં ચોકીદાર જ ચોર!:મહંમદ ગઝનવી કરતા પણ વધુ 40 દિવસમાં 70 વાર ચોરી થઈ, માનીતા અધિકારીઓને SITની કમાન સોંપી દેવામાં આવી : AICCનાં રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment