Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    54,000નો પગાર પણ ઓછો પડ્યો, માંગી 30,000ની લાંચ:ખેતીવાડી શાખાના ક્લાર્કે TA-LTC બિલ પાસ કરવા માંગી લાંચ, મહિલા ક્લાર્કે 19 વર્ષના કોલેજીયન પુત્રને બનાવ્યો લાંચનો ભાગીદાર

    21 hours ago

    સુરત જિલ્લા પંચાયત કચેરી ફરી એકવાર ભ્રષ્ટાચારના કારણે વિવાદોના વમળમાં આવી છે. જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા વર્ગ-3ના મહિલા સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલબેન પરેશકુમાર ટેલર અને તેમના 19 વર્ષના પુત્ર જીલ ટેલરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. સરકારી તંત્રમાંથી મહિને ₹54,000નો મોભાદાર પગાર મેળવતા હોવા છતાં, આ મહિલા કર્મચારીએ પોતાના જ સાથી કર્મચારીઓના હકના નાણાં પાસ કરવા માટે હજારો રૂપિયાની લાંચ માંગી હતી. ભ્રષ્ટાચારના આ કાળા ખેલમાં મહિલાએ કોલેજમાં અભ્યાસ કરતા પોતાના યુવાન પુત્રનો ઉપયોગ લાંચ સ્વીકારવા માટે કર્યો હતો, જે હવે માતાની સાથે કાયદાના સિકંજામાં આવી ગયો છે. સાથી કર્મચારીઓના TA અને LTC બિલ પાસ કરવા માંગી હતી લાંચ આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ફરિયાદી અને તેમના અન્ય સહ-કર્મચારીઓના વર્ષ 2022થી 2024 સુધીના પ્રવાસ ભથ્થા (TA) બિલ અને એલટીસી (LTC) બિલ ખેતીવાડી શાખામાં મંજૂરી અર્થે બાકી હતા. આ બિલ પાસ કરવાના અવેજ પેટે આરોપી રૂપલબેન ટેલરે મોટી રકમની માંગણી કરી હતી. જેમાં 33 કર્મચારીઓના TA બિલ દીઠ ₹1500 લેખે કુલ ₹49,500 અને 13 કર્મચારીઓના LTC બિલ દીઠ ₹1000 લેખે કુલ ₹13000 મળીને કુલ ₹62500ની લાંચ માંગવામાં આવી હતી. જાગૃત કર્મચારીએ ભ્રષ્ટાચારી સિસ્ટમ સામે ઝૂકવાને બદલે ACBનો સંપર્ક કર્યો કર્મચારીઓ પોતાના જ કાયદેસરના નાણાં મેળવવા માટે લાંચ આપવા બિલકુલ તૈયાર નહોતા. ફરિયાદીએ આ ભ્રષ્ટાચાર સામે લાલઆંખ કરીને સુરત શહેર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે લાંચના આખા નેટવર્કને ખુલ્લું પાડવા માટે એસીબીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક સચોટ અને ગુપ્ત ટ્રેપ તૈયાર કરવામાં આવી હતી. જહાંગીરાબાદ રોડ પર ગોઠવાયું આયોજનબદ્ધ છટકું ફરિયાદી પાસે તે સમયે કુલ માગણીમાંથી ₹30,000ની વ્યવસ્થા થઈ શકી હોવાથી, પ્રથમ હપ્તા તરીકે આ રકમ આપવાનું નક્કી થયું હતું. 29 મે, 2026ના રોજ સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા મોજે ઓમકાર હાઇટ્સ, ઉગત ભેસાણ રોડ પર જાહેર રોડ ઉપર લાંચની રકમની લેતી-દેતી નક્કી થઈ હતી. એસીબીની ટીમે સવારથી જ આ સ્થળની આસપાસ સાદા વેશમાં ગોઠવણી કરી દીધી હતી અને આરોપીઓની હિલચાલ પર ચાંપતી વોચ ગોઠવી દીધી હતી. મુખ્ય આરોપી માતાનો ઈશારો અને કોલેજીયન પુત્રની ધરપકડ નક્કી થયા મુજબ જ્યારે ફરિયાદી ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે મુખ્ય આરોપી મહિલા કલાર્ક રૂપલબેન ટેલરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની ખાતરી કરી હતી. ત્યારબાદ, તેમણે પોતે સીધા નાણાં લેવાના બદલે ત્યાં હાજર પોતાના પુત્ર જીલ ટેલરને આ રકમ લેવા ઈશારો કર્યો હતો. કોલેજમાં ભણતા 19 વર્ષના જીલે જેવી ફરિયાદી પાસેથી ₹30,000ની લાંચની રકમ હાથમાં લીધી એવી જ રીતે આસપાસ સંતાયેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની રકમ રિકવર કરી હતી. એસીબીની સફળ કામગીરી આ સફળ ઓપરેશન સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક આર.આર.ચૌધરી (ACB સુરત એકમ) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાયદેસરની કાર્યવાહીને આખરી ઓપ આપી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: જજના બંગલે કરોડોનો કેશ કાંડ:'જજ કોઈ પવિત્ર ગાય નથી, ન્યાયતંત્રમાં પણ સડો', મદ્રાસ હાઈકોર્ટે અરીસો દેખાડ્યો, ભરતીથી કટકી અને નેતાગીરી સુધી સવાલ
    Next Article
    મહેસાણા કોંગ્રેસમાં મોટો બળવો:પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ મહેસાણા જિલ્લા કોંગ્રેસના 33 હોદ્દેદારો-કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment