Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '54 દિવસમાં પૈસા ડબલ', સુરતીઓને ચૂનો લગાવનાર ગેંગની ધરપકડ:BonChat એપથી લોકોને ફસાવતા, ટ્રેડિંગમાં કમિશનની લાલચ આપી વધુ ને વધુ રોકાણ કરાવતા

    7 hours ago

    આધુનિક યુગમાં સાયબર ગુનેગારો હવે 'પેટર્ન ઓફ ક્રાઈમ'માં સતત બદલાવ લાવી રહ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે એક એવા મલ્ટી લેવલ માર્કેટીંગ (MLM) અને ફેક ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જે "કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ" અને મૂડી બમણી કરવાની લાલચ આપી રોકાણકારોને શીશામાં ઉતારતા હતા. આ ટોળકીએ 'BG Wealth Sharing' ના નામે સુરતીઓને કરોડોનો ચૂનો લગાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. 'અંશ એન્ટરપ્રાઇઝ'ની આડમાં ચાલતું આંતરરાષ્ટ્રીય કૌભાંડ સાયબર ક્રાઈમ સેલને મળેલી બાતમીના આધારે ઉધના બમરોલી રોડ પર સોસીયો સર્કલ પાસે આવેલા ભાટિયા કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં 'અંશ એન્ટરપ્રાઇઝ' નામની પેઢીની આડમાં ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવતી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ 'BG Wealth Sharing' નામની કંપનીના ઓઠા હેઠળ લોકોના નાણાંનું રોકાણ કરાવતા હતા. પોલીસ જ્યારે ઓફિસ પહોંચી ત્યારે ત્યાં અંદાજે 25 જેટલા રોકાણકારો હાજર હતા, જેઓ આ લોભામણી સ્કીમમાં ફસાવા આવ્યા હતા. RBI પ્રતિબંધિત લિંક અને ફેક ટ્રેડિંગનું માયાવી જગત ડીસીપી બિશાખા જૈને વિગતો આપતા જણાવ્યું કે, આ ટોળકી ભારતની રિઝર્વ બેંક (RBI) દ્વારા પ્રતિબંધિત એવી 'DSJ એક્સચેન્જ'ની નકલી લિંકનો ઉપયોગ કરતી હતી. આરોપીઓ રોકાણકારોને 300 થી 1000 યુએસ ડોલર સુધીનું રોકાણ કરવા દબાણ કરતા અને દરરોજ ટ્રેડિંગ સિગ્નલ આપવાના બહાને 1.3% વળતરની ખાતરી આપતા હતા. 'BonChat' નામની એપમાં ગ્રાહકોને વર્ચ્યુઅલ વોલેટ બતાવવામાં આવતું હતું, જેમાં નફો જમા થતો દેખાતો હતો, પરંતુ વાસ્તવિકતામાં આ માત્ર ડિજિટલ આંકડા જ હતા અને નાણાં આરોપીઓના ખિસ્સામાં જતા હતા. બે મુખ્ય આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત નિરજ સિંહ રાજપૂત (ઉ.વ. 43): જેણે અત્યાર સુધીમાં 1000 થી વધુ ફેક આઈડી બનાવ્યા છે. અજયસિંહ રાજપૂત (ઉ.વ. 44): જેણે 500 થી વધુ આઈડી બનાવી લોકો પાસેથી રોકાણના નામે પૈસા ઉઘરાવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 3,71,900/- રોકડા, બે મોબાઈલ ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન જપ્ત કર્યું છે. કેશ કાઉન્ટિંગ મશીનની હાજરી સૂચવે છે કે અહીં દરરોજ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન રોકડમાં થતું હતું. હવાલા નેટવર્ક અને ફરાર આરોપીઓની શોધખોળ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ રોકાણકારો પાસેથી ઉઘરાવેલા રોકડા નાણાં નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર સુપારસ શેઠીયાને હવાલા મારફતે મોકલી આપતા હતા. આ ઉપરાંત અલાઉદ્દીન અને ઈમરાન વોરા નામના અન્ય બે શખ્સો પણ આ નેટવર્કમાં સંડોવાયેલા છે. હાલ પોલીસ આ ત્રણેય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે. આ સ્કીમમાં જો કોઈ ગ્રાહક અન્ય પાંચ સભ્યોને જોડે, તો તેને ડોલરમાં કમિશન આપવાની લાલચ આપી આખી ચેઈન બનાવવામાં આવી હતી. લોભામણી સ્કીમોથી સાવચેત રહો ડીસીપી બિશાખા જૈને સુરતના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા દ્વારા મળતી અનઅધિકૃત લિંક કે ટ્રેડિંગ સિગ્નલના નામે મોટા વળતરની લાલચ આપતી સ્કીમોથી બચવું જોઈએ. રોકાણકારોએ હંમેશા SEBI માન્ય બ્રોકર્સ દ્વારા જ રોકાણ કરવું જોઈએ. સાયબર ક્રાઈમની આ મોટી કાર્યવાહીથી સુરતમાં ચાલતા અન્ય MLM અને ડબ્બા ટ્રેડિંગના કૌભાંડીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે દક્ષિણ ગુજરાતના કેટલા લોકોએ આ સ્કીમમાં પોતાની મૂડી ગુમાવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં પૂરના ભય વચ્ચે પ્રી-મોન્સૂન કામગીરી તેજ:કમિશનરે 31 મે સુધીનો ટાર્ગેટ આપ્યો, કોંગ્રેસે માત્ર દેખાડો ગણાવી આક્ષેપ કર્યો
    Next Article
    બોટાદમાં ગાયોને લીલી કડબ અપાઈ:મહાબલી ગૌ સેવા મંડળે રામધૂન દ્વારા એકત્રિત કરેલા ભંડોળમાંથી સેવાકાર્ય કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment