Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ, આણંદ ગેંગના 10 ઝડપાયા:બાબા સિદ્દિકી મર્ડર કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ‘મ્યુઅલ એકાઉન્ટ’ પૂરું પાડ્યું, અમદાવાદ સહિતના શહેરમાં નેટવર્ક

    2 days ago

    રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ પર લગામ કસવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ 2.0’ હેઠળ સફળતા પ્રાપ્ત થઈ છે. આ અભિયાન દરમિયાન કુલ 132 સાયબર ક્રાઈમના કેસોનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને આણંદમાં સક્રિય એક સંઘટિત ગેંગના 10 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનું નેટવર્ક ગુજરાતના વિવિધ શહેરો સહિત અમદાવાદ સુધી ફેલાયેલું હતું. બાબા સિદ્દિકી મર્ડર કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ‘મ્યુઅલ એકાઉન્ટ’ પૂરું પાડ્યું હતું. 3 હેન્ડલર્સ ખાતાઓનું સંચાલન કરતા, 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ ઝડપાયેલા આરોપીઓમાં 3 મુખ્ય ખાતાધારકો હતા, જેમના નામે બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા, જ્યારે 3 હેન્ડલર્સ આ ખાતાઓનું સંચાલન કરતા હતા. બાકીના આરોપીઓ યુએસડીટી (ક્રિપ્ટોકરન્સી) મારફતે પૈસાની હેરફેર અને ટ્રાન્સફર કરવાની કામગીરી સંભાળતા હતા. આ ગેંગ દ્વારા કુલ 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હતા, જેનો ઉપયોગ સાયબર ઠગાઈથી મેળવેલા પૈસાને વિવિધ સ્તરે ટ્રાન્સફર કરવા માટે થતો હતો. સાયબર ગુનાઓની 53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ ગેંગ દ્વારા આ ખાતાઓમાં કુલ 53.55 કરોડ રૂપિયાની રકમ સાયબર ગુનાઓ મારફતે જમા કરાવવામાં આવી હતી. આ રકમ અલગ-અલગ રાજ્યોના ભોગ બનનાર લોકો પાસેથી ઠગાઈ દ્વારા મેળવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ગેંગ અત્યંત ટેક્નિકલ રીતે કામ કરતી હતી, જેમાં ડિજિટલ પેમેન્ટ, ફેક એકાઉન્ટ્સ અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને પૈસાને ટ્રેસ કરવું મુશ્કેલ બનાવવામાં આવતું હતું. બાબા સિદ્દિકી મર્ડર કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ‘મ્યુઅલ એકાઉન્ટ’ પૂરું પાડ્યું આ કેસમાં વધુ એક ગંભીર ખુલાસો એ થયો છે કે ઝડપાયેલા સાબિરમિયાં નામના આરોપીએ અગાઉ મહારાષ્ટ્રમાં થયેલા હાઈપ્રોફાઈલ બાબા સિદ્દિકી મર્ડર કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ‘મ્યુઅલ એકાઉન્ટ’ પૂરું પાડ્યું હતું. આ કડી બહાર આવતા પોલીસે હવે આ એંગલ પરથી પણ તપાસ તેજ કરી છે, જેથી અન્ય સંભવિત કનેક્શન્સ પણ બહાર આવી શકે. 'લોકો સાવચેત રહે અને અજાણી લિંક્સ, કોલ્સ કે મેસેજથી દૂર રહે' સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘ઓપરેશન મ્યુલ 2.0’ અંતર્ગત રાજ્યભરમાં સક્રિય સાયબર ગેંગ્સ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારની ગેંગો સામાન્ય લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી હોવાથી, લોકો પણ સાવચેત રહે અને અજાણી લિંક્સ, કોલ્સ કે મેસેજથી દૂર રહે. તમામ આરોપીઓની પૂછપરછ પોલીસ દ્વારા હાલ ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકો તથા નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ ઓપરેશન રાજ્યમાં સાયબર ક્રાઈમ વિરુદ્ધની લડતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગેરેજ ચલાવતો યુવક 3 મહિનામાં ગાંજાનો સપ્લાયર બન્યો:પોલીસે વેશ પલટો કરી ઓરિસ્સાના જંગલમાંથી માસ્ટરમાઈન્ડને દબોચ્યો; સુરત ફ્રૂટ માર્કેટમાં ગાંજો વેચવાના રેકેટનો પર્દાફાશ
    Next Article
    Cruise Ship Hantavirus Outbreak: 2 Confirmed, 5 Suspected Cases On Board, Experts Warn There Is No Cure

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment