Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની અસર:બાંધકામ સામગ્રીના ભાવ વધતાં 5300 પ્રોજેક્ટ અટક્યા, સમય વધારવાની માગ

    2 days ago

    શહેરમાં ચાલી રહેલા હજારો હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ નિયત સમયમર્યાદામાં પૂરા કરવા હવે બિલ્ડરો માટે પડકારજનક બન્યા છે. બાંધકામ સામગ્રીના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને મજૂરોની અછતને જોતા રિઅલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા ‘ક્રેડાઈ-અમદાવાદ’ એ ગુજરાત રેરા સમક્ષ પ્રોજેક્ટ પૂર્ણ કરવા વધારાનો 6 મહિનાનો સમય માગ્યો છે. આ કારણોથી પ્રોજેક્ટ્સ મોડા પડી રહ્યા છે? અસર શું? પઝેશન મોડું મળશે, ઈએમઆઈની સાથે સાથે ભાડાંનો બોજ આવશે ચો. ફૂટે રૂ.4400થી 4800નો વધારો થઈ શકે રેરાના નિયમ મુજબ જે ગ્રાહકોએ પહેલેથી પ્રોપર્ટી બુક કરાવી છે તેમને વધારાનો ભાવ ચૂકવવો નહીં પડે, પરંતુ નવા ખરીદદારો માટે બાંધકામ ખર્ચ વધતા પ્રોપર્ટીના દરમાં પ્રતિ ચોરસ ફૂટ રૂ. 4400થી 4800 સુધીનો વધારો થઈ શકે છે. કાચા માલના ભાવમાં વધારો અને અછતને કારણે સમયસર કામ શક્ય નથી. » અંકુર દેસાઈ ટેક્સનો લાભ મેળવવામાં પણ વિલંબ થઈ શકે જો કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટને 6 મહિનાનો સમયવધારો મળે તો એકસાથે ઈએમઆઈ અને ભાડું બંને ચૂકવવું પડશે, જે ખાસ કરીને મધ્યમવર્ગ માટે ભારરૂપ છે. ઉપરાંત ટેક્સનો લાભ મેળવવામાં વિલંબ થશે, કારણ કે કબજો મળ્યા પછી જ છૂટનો લાભ મળે છે. ફોર્સ મેજરની કેટેગરીમાં મૂકી રેરામાં રજૂઆત કરી ફોર્સ મેજર એ એવી સ્થિતિ છે જે ડેવલપરના નિયંત્રણની બહાર હોય છે, જેમ કે કુદરતી આફત, યુદ્ધ, મહામારી કે વૈશ્વિક સંઘર્ષ. આવી સ્થિતિમાં બાંધકામ, સપ્લાય ચેઇન, લેબરની ઉપલબ્ધતા પર સીધી અસર પડે છે. હાલ પશ્ચિમ એશિયા સંઘર્ષને આ જ શ્રેણીમાં ગણાવી સમયવધારો મગાયો છે. રેરાના નિયમ મુજબ વર્ષ સુધીનો સમય વધારી શકાય રેરા અધિનિયમની સેક્શન 6 મુજબ, આવી પરિસ્થિતિમાં રેગ્યુલેટરી ઓથોરિટી પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા વધારી શકે છે. સામાન્ય રીતે એક વર્ષ સુધીનો સમયવધારો આપવામાં આવી શકે છે, જેથી ડેવલપર્સને અનિવાર્ય વિલંબ માટે દંડનો સામે ન કરવો પડે.
    Click here to Read More
    Previous Article
    મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી:માત્ર પીળા પટ્ટા દોરી વેન્ડર પોલિસીના નામે 4 માસમાં 6887 લારી જપ્ત કરી
    Next Article
    સિટી એન્કર:હવે ડેટા ચોરીના પ્રયાસ થશે તો તુરંત એલર્ટ મળશે, અમદાવાદની પીઆરએલે 3 વર્ષના રિસર્ચ પછી કોમ્યુનિકેશન ડિવાઇસ તૈયાર કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment