Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનો પ્રારંભ:53 ગામોની 6000 મહિલાઓનું નિઃશુલ્ક સ્ક્રિનિંગ કરાશે

    2 days ago

    પાટણના બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ 2026નો પ્રારંભ થયો છે. મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને રણજીત ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત આ કેમ્પમાં સમાજના 53 ગામોની અંદાજે 6000 મહિલાઓનું નિઃશુલ્ક સ્ક્રિનિંગ કરવામાં આવશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ગાયનેકોલોજિસ્ટ ડો. નૈસર્ગી પટેલની ઉપસ્થિતિમાં આ અભિયાન શરૂ કરાયું હતું. કેમ્પના પ્રારંભ પ્રસંગે સમાજ પ્રમુખ સોહન પટેલ અને હાર્દિક પટેલ સહિતના આગેવાનો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પાંચ દિવસીય નિઃશુલ્ક તપાસ કેમ્પનો મુખ્ય હેતુ સ્તન કેન્સરનું વહેલું નિદાન કરીને બીમારી સામે રક્ષણ પૂરું પાડવાનો છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને કેન્સર જાગૃતિ માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સ્ક્રિનિંગ કેમ્પના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, 7 મે 2026ના રોજ અડીયા ખાતે સવારે 9 થી 12 અને ડોડીવાડા-શંખલપુર ખાતે બપોરે 2 થી 5 દરમિયાન તપાસ થશે. 8 મે 2026ના રોજ કુણઘેર અને બોરસણ ખાતે સવારના સત્રમાં તેમજ ખારીધારીયાલ ખાતે બપોરે 3 થી 5 વાગ્યા સુધી કેમ્પ કાર્યરત રહેશે. 9 મે 2026ના રોજ કલ્યાણા, સાતુસણા અને ભાન્ડુ ગામમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવાઓ આપશે. દરેક ગામમાં સ્થાનિક કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે, જેમના માધ્યમથી મહિલાઓને તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. સમાજના યુવા અને મહિલા સંગઠનો દ્વારા આયોજિત આ અભિયાનમાં આધુનિક સાધનો દ્વારા સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જે સ્તન કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    જેની હત્યા થઈ તે ચંદ્રનાથ રથ કોણ હતા?:એરફોર્સમાંથી VRS લઈને સુવેન્દુ સાથે જોડાયા, અપરિણીત રહ્યા; હત્યા કરનારા પ્રોફેશનલ કિલર, શંકાસ્પદ કાર મળી
    Next Article
    વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગરમાં ભવ્ય શણગાર શરૂ:10મીની રાત્રે રોકાણ, મુખ્ય માર્ગો, પાંચ સર્કલો રોશનીથી સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment