Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    53 હજાર આંગણવાડી બહેનો હાઈટેક બનશે:સરકાર આપશે 5G સ્માર્ટફોન, પોષણ અભિયાનને મળશે ગતિ, e-HRMS પર થશે ડિજિટલ મોનિટરિંગ

    9 hours ago

    રાજ્યમાં પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની અંદાજે 53 હજાર આંગણવાડી બહેનોને હવે હાઈટેક બનાવવામાં આવશે. આ અંતર્ગત તમામ બહેનોને લેટેસ્ટ 5G સ્માર્ટફોન અને ટ્રાવેલ એડપ્ટર આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ પોષણ ટ્રેકર એપને વધુ અસરકારક બનાવવાનો છે, જેથી બાળકો અને ગર્ભવતી મહિલાઓના પોષણ સંબંધિત ડેટાનું રિયલ ટાઈમમાં મોનિટરિંગ કરી શકાય. આંગણવાડી સેવાઓમાં ટેક્નોલોજીનો વ્યાપ વધશે સરકાર દ્વારા સ્માર્ટફોન વિતરણમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક આંગણવાડી બહેનને આપવામાં આવેલા ફોનનો રેકોર્ડ e-HRMS પોર્ટલ પર નોંધવામાં આવશે. સાથે જ, ફોન આપતી વખતે કર્મચારીનો ફોટો લેવામાં આવશે અને OTP આધારિત ચકાસણી પણ કરવામાં આવશે. આ પહેલથી આંગણવાડી સેવાઓમાં ટેક્નોલોજીનો વ્યાપ વધશે અને સરકારની યોજનાઓનો લાભ વધુ ઝડપથી અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    કાનડામાં રૂ. 2.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે પ્રોટેક્શન દીવાલ સહિત મહત્વપૂર્ણ કામોનો પ્રારંભ
    Next Article
    ‘That wide-eyed cadet again’: On emotional return to NDA, astronaut Shubhanshu Shukla joins Hunter Squadron for push-ups

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment