Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનડામાં રૂ. 2.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે પ્રોટેક્શન દીવાલ સહિત મહત્વપૂર્ણ કામોનો પ્રારંભ

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનડા ગામે ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે રૂ. 2.42 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પોમાં પ્રોટેક્શન દિવાલ સહિતના મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યો પૂર્ણ થવાથી ગામમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. આ ઉપરાંત, ગામના સર્વાંગી વિકાસને પણ વેગ મળશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મંડલ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રાજુભાઈ પંચાલ, ઉપપ્રમુખ વનરાજસિંહ રાઠોડ, પ્રમુખ જયેશભાઈ બારોટ, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, સાબરકાંઠા ક્ષત્રિય સમાજના પ્રમુખ ગજેન્દ્રસિંહ ચૌહાણ અને યુવા મોરચા મંત્રી પરેશસિંહ રાઠોડ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરપંચ નરેન્દ્રસિંહ ઝાલા, મનુભાઈ દેસાઈ, કલ્પેશસિંહ પરમાર, ભારતસિંહ પરમાર, મનહરસિંહ ઝાલા અને ડેપ્યુટી સરપંચ કાલુસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા. તેમની સાથે ગામના અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાનડા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે વિકાસકાર્યો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આજથી સતાધાર ચાર રસ્તા પરનો ઓવરબ્રિજ નાગરિકો માટે શરૂ:એક લાખ વાહનચાલકોને રાહત; CM હસ્તે રૂ.1098 કરોડના વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત
    Next Article
    53 હજાર આંગણવાડી બહેનો હાઈટેક બનશે:સરકાર આપશે 5G સ્માર્ટફોન, પોષણ અભિયાનને મળશે ગતિ, e-HRMS પર થશે ડિજિટલ મોનિટરિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment