Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    53 વર્ષીય આધેડ સાથે સીમકાર્ડ સ્વેપિંગ કરી 1.07 કરોડની છેતરપિંડી:ખેડૂતને ચલણના નામે APK ફાઇલ મોકલી ખાતામાંથી 14.05 લાખ પડાવ્યા; અમદાવાદમાં સાયબર ઠગાઈના બે કિસ્સા

    13 hours ago

    અમદાવાદમાં સાયબર ઠગાઈના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. જેમાં સાયન્સ સિટી વિસ્તારમાં સીમ સ્વેપિંગ દ્વારા 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જ્યારે રામોલ વિસ્તારમાં ટ્રાફિક ચલાણના નામે એપીકે ફાઈલ મોકલી 14.05 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. બંને કેસમાં સાયબર ગઠિયાઓએ મોબાઈલ પર કબ્જો મેળવી બેંક એકાઉન્ટ સુધી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી છે. બંને ઘટનામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીમકાર્ડ સ્વેપિંગ કરી 1.07 કરોડની છેતરપિંડી સાયન્સ સિટી વિસ્તારમાં સાયબર ગુનાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સીમ સ્વેપિંગની ટેકનિક દ્વારા ઠગોએ 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. સાયન્સ સિટી રોડ પર રહેતા 53 વર્ષીય સરકારી કોન્ટ્રાક્ટર 21 માર્ચે પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેમના નંબર પર નેટવર્ક ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં સામાન્ય ટેકનિકલ ખામી થઈ હોવાનું માનવામાં આવ્યું હતું. પરંતુ બીજા દિવસે વોડાફોન સ્ટોરમાં તપાસ કરતા ખુલ્યું કે અજાણ્યા વ્યક્તિએ રિક્વેસ્ટ કરીને તેમનું સિમકાર્ડ બ્લોક કરાવી દીધું હતું. ફરિયાદીએ 22 માર્ચે નવું સિમકાર્ડ મેળવી ફોન ફરી શરૂ કર્યો. પરંતુ ત્યા સુધીમાં સાયબર ઠગોએ પોતાનું કામ પૂરું કરી દીધું હતું. 23 માર્ચે જ્યારે તેઓ તેમના એકાઉન્ટન્ટ સાથે ઓફિસમાં બેંક એકાઉન્ટની ઓનલાઇન વિગતો ચેક કરી રહ્યા હતા ત્યારે તેમને ઝટકો લાગ્યો હતો. તેમના ખાતામાંથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરીને કુલ 1.07 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સીમ સ્વેપિંગ દ્વારા ઠગોએ તેમના મોબાઈલ નંબરનો કબ્જો મેળવી નેટ બેંકિંગનો એક્સેસ મેળવી લીધો હતો. જેથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. APK ફાઇલ મોકલી ખાતામાંથી 14.05 લાખ પડાવ્યા સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રાફિક ચલાણના નામે એપીકે ફાઈલ મોકલીને ઠગ ટોળકીએ 14.05 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. રામોલ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ખેડૂત પોતાના ઘરે હતા, ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રાફિક ચલાણ બાકી હોવાનું જણાવી આજે છેલ્લી તારીખ છે કહીને એક એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. મેસેજથી ગભરાઈને ફરિયાદીએ ફાઈલ ઓપન કરતા જ તેમની સાથે સાયબર ઠગાઈનો ખેલ શરૂ થયો હતો. એપીકે ફાઈલ ખોલતા જ ઠગોએ તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો અને બેંક એકાઉન્ટની માહિતી સુધી પહોંચી ગયા હતા. બાદમાં અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ 14.05 લાખ રૂપિયા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ વોટ્સએપ એકાઉન્ટનો પણ કબ્જો મેળવી લીધો હતો. ટ્રાફિક પોલીસના લોગો સાથે ચાર અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી તેમના સગાસંબંધીઓને પણ આ જ પ્રકારની એપીકે ફાઈલ મોકલીને વધુ લોકોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બાદ છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નોકરી પરથી પાછી આવતી યુવતી પર અજાણ્યા બાઈકચાલકોનો હુમલો:સોસાયટીમાં ઘૂસીને પીડિતા પર જ્વલંતશીલ પદાર્થ ફેકીને ફરાર, સારવાર માટે સિવિલ ખસેડાઈ
    Next Article
    Ravichandran Ashwin To Take Up New Role In IPL 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment