Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ હાર્યા તો 53 દેશમાં તબાહી!:અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં અગ્નિપરીક્ષા, 100માંથી 63 લોકોએ કહ્યું ખેલ ખતમ, હાર-જીતની ભારત પર પાંચ મોટી અસર થશે

    1 day ago

    પાછલા 100 વર્ષના અમેરિકન ઈતિહાસમાં ટ્રમ્પની પાર્ટી પાસે સૌથી પાતળી બહુમતિ છે. વિપક્ષ પાસે ટ્રમ્પથી ચાર જ બેઠકો ઓછી છે. ટ્રમ્પના રિપબ્લિકન પક્ષ પાસે 219 બેઠકો છે અને ડેમોક્રેટ્સ પાસે 214. અમેરિકામાં 3 નવેમ્બરે રાતે 10 વાગ્યા આસપાસ ફરી ચૂંટણી થવાની છે. તો શું ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી ગઈ? જવાબ છે ના. બે વર્ષ માટે તો તે ફેવિકોલ લગાવીને રાષ્ટ્રપતિની ખુરશી પર બેસી રહેવાના છે. તો અમેરિકામાં શા માટે ચૂંટણી થઈ રહી છે? આ ચૂંટણીથી આપણે, ચીન, રશિયા અને દુનિયાને શું લેવાદેવા? અને જો ટ્રમ્પ ચૂંટણી હારી જાય તો શું થશે? ચાલો વિગતે ગણિત સમજીએ. નમસ્કાર... અમેરિકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે જ થાય છે અને જાન્યુઆરી 2025માં બીજીવાર ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. જે હવે 2029 સુધી આ પદ પર જ રહેવાના છે. આપણે જે 3 નવેમ્બરની ચૂંટણીની વાત કરવાના છીએ તેને મિડ ટર્મ ઈલેક્શન કહેવાય છે. જેને લઈને હોબાળો એટલા માટે છે કારણ કે આ જંગ વ્હાઈટ હાઉસ માટે નહીં હોય પણ ટ્રમ્પની લગામ કોના હાથમાં રહેશે તેના માટે હોય છે. આ ચૂંટણીના રિઝલ્ટની ખાલી વોશિંગ્ટન જ નહીં પણ અમદાવાદ અને આગ્રામાં વિઝા લેવા માટે બેસેલા યુવાનોથી માંડીને સુરત અને મોરબીના ઉદ્યોગપતિઓને પણ અસર પડે છે. સત્તા સંભાળ્યા પછી ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ, કડક ઈમિગ્રેશન નીતિ અને ઈરાન સામેના લશ્કરી યુદ્ધથી આખી દુનિયાની પથારી ફેરવી દીધી છે. હવો જે મિડ ટર્મ ઈલેક્શનમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસ પર કબજો જમાવી લેશે તો ટ્રમ્પ શાંત થઈને બેસી જશે? જો જવાબ હા સમજતા હોવ તો એવું બિલકુલ નહીં થાય. જ્યારે કોઈ શક્તિશાળી રાષ્ટ્રપતિના હાથ ઘરઆંગણે સંસદમાં બંધાઈ જાય ત્યારે તે પોતાની તાકાત બતાવવા માટે વધુ ઉછાળા મારવા લાગે છે. માની લો કે ટ્રમ્પ આ મિડ ટર્મ ઈલેક્શન હારી જાય અને કોંગ્રેસ ગૂમાવી બેસે તો ટ્રમ્પ પાસે પોતાનો વિટો પાવર અને સંસદને પૂછ્યા વગર સીધા ઓર્ડર છોડવાની સત્તા અકબંધ જ રહેશે. એટલે કે સંસદમાં ઘેરાયેલા ટ્રમ્પ પોતાની સત્તા સાબિત કકરવા માટે વિદેશ નીતિ, વેપારી ટેરિફ અને વિઝા કન્ટ્રોલ મામલે વધુ કડક અને અણધાર્યા નિર્ણયો લઈ શકે એવી સંભાવના છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે તો તેને કોંગ્રેસની શું ગરજ? પણ સવાલ થાય કે જો ટ્રમ્પ પોતે દુનિયાના સૌથી શક્તિશાળી માણસ છે તો તેમને અમેરિકન સંસદ કે કોંગ્રેસની ગરજ કેમ પડે? તો તેનું સૌથી મોટું કારણ અમેરિકન બંધારણનો ચેક્સ એન્ડ બેલેન્સિસનો નિયમ છે. ટ્રમ્પ સંસદને બાયપાસ કરીને વહીવટી આદેશો તો આપી શકે છે પણ તે આદેશો કાચા સૂતરના તાંતણા જેવા બની જાય છે, જેને ફેડરલ કોર્ટ ગમે ત્યારે કેન્સલ કરી શકે છે. આ વાતનું સૌથી મોટું ઉદાહરણ ભારતીયોની ઊંઘ હરામ કરનારો H-1B વિઝાનો નિર્ણય છે. 19 સપ્ટેમ્બર, 2025ના રોજ ટ્રમ્પે સંસદને પૂછ્યા વગર જાહેરનામાથી H-1B વિઝા અરજીઓ પર 1 લાખ ડોલરની તોતિંગ ફી ઝીંકી દીધી હતી. પણ કાયદાનું પીઠબળ ન હોવાથી 8 જૂન 2026ના રોજ મેસેચ્યૂસેટ્સની ફેડરલ કોર્ટે ટ્રમ્પના આ આદેશને ગેરકાયદેસર કહીને કચરાપેટીમાં નાખી દીધો હતો. આવી જ રીતે 2025માં ટ્રમ્પે લગાવેલા અનેક ટેરિફને પણ અદાલતોએ કેન્સલ કરી દીધા હતા. કોંગ્રેસ આગળ હાથ ફેલાવતા ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પને હવે સમજાઈ ગયું છે કે જો પોતાના નિર્ણયોને કોર્ટમાં પડકારી ન શકાય એવા કાયમી કાયદા બનાવવા હોય તો કોંગ્રેસના બંને ગૃહો પર કબજો કરવો પડશે. કોઈ પણ ખરડાને કાયદો બનાવવા માટે સંસદના 6 સ્ટેપ અને સેનેટમાં 60 મતોની ફિલિબસ્ટર નામની દીવાલ પાર કરવી પડે છે. એમાં પણ સૌથી મોટી વાત એ છે કે અમેરિકાની તિજોરીની ચાવી કોંગ્રેસના હાથમાં છે, રાષ્ટ્રપતિને પણ પાંચ ડોલર જોઈતા હોય તો કોંગ્રેસ આગળ હાથ જોડવા પડે છે. તિજોરીમાંથી પાંચિયું કાઢવા પહેલા સંસદને પૂછવું પડે સંસદની મંજૂરી વિના ટ્રમ્પ સરકાર તિજોરીમાંથી કંઈ કાઢી શકતું નથી. વર્ષ 2025માં હેલ્થકેર સબસિડીના વિવાદમાં ટ્રમ્પ સરકારે શટડાઉન એટલે કે સરકારી કામકાજ ઠપ્પ થવાનો સામનો કરવો પડ્યો હતો. અધૂરામાં પૂરું આવતા વર્ષે 2027ના મધ્યમાં અમેરિકાની સરકારી દેવાની ટોપની લિમિટ પૂરી થઈ રહી છે. જો ટ્રમ્પ મિડ ટર્મ ઈલેક્શન હારી જાય અને અમેરિકાની સંસદ વિપક્ષના હાથમાં જતી રહે તો તિજોરીની ચાવી ટ્રમ્પના હાથમાંથી છીનવાઈને ડેમોક્રેટ્સના હાથમાં જતી રહેશે. ટ્રમ્પ સામે સામે તપાસ સમિતિ સમન્સનો મારો ચલાવશે અને બનવા માટે તો એવું પણ બની શકે કે ટ્રમ્પને ત્રીજીવાર મહાભિયોગનો સામનો કરવો પડી શકે. ટ્રમ્પ અમેરિકાના એકમાત્ર રાષ્ટ્રપતિ છે જેના પર બે-બેવાર મહાભિયોગ લાગ્યો હોય. જો ત્રીજીવાર મહાભિયોગ ચાલે તો ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિના ઈતિહાસમાં પોતાનું નામ અમર કરી લેશે. અમેરિકાની રાજનીતિનું ગણિત સમજો પણ આપણે જો અમેરિકાની ચૂંટણી અને રાજકારણ સમજવું હોય તો પહેલા તેનું ગણિત સમજવું પડે. અમેરિકાની સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કૂલ 435 બેઠકો છે અને બહુમતિ માટે 218નો જાદુઈ આંકડો જોઈએ. હાલમાં અમેરિકાની રિપબ્લિકન પાર્ટી પાસે 219 અને ડેમોક્રેટ્સ પાસે 214 બેઠકો છે. ડેમોક્રેટ્સની બે બેઠકો ખાલી છે. એટલે કે વિપક્ષને ટ્રમ્પ પાસેથી નીચલું ગૃહ છીનવી લેવા માટે 4 બેઠકો જ જોઈએ છે. સામેની બાજુ અમેરિકન સંસદનું ઉપલું ગૃહ એટલે કે સેનેટમાં કૂલ 100 બેઠકો હોય છે. જેમાંથી મિડ ટર્મમાં 35 બેઠકો પર મતદાન થવાનું છે. અહીં ટ્રમ્પના પત્ર પાસે 53 બેઠકો છે અને વિપક્ષ પાસે 47 બેઠકો છે. જો સેનેટમાં 50-50 બેઠકોની ટાઈ પડે તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પોતાનો મત આપીને ટ્રમ્પને બચાવી શકે છે. એટલે ડેમોક્રેટ્સને સેનેટ જીતવા માટે પણ 4 બેઠકો જીતીને 51ના આંકડો પહોંચવું પડે. અમેરિકા ખુદ કહે છે કે ટ્રમ્પ હારવાના છે કોણ જીતી શકે અને કોણ હારી શકે તેની સટ્ટાબાજી અને પોલિટિકલ એનાલિસિસની વાત કરીએ તો... પોલિમાર્કેટ અને કાલ્શી જેવા ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મ મુજબ, બંને ગૃહોમાં વિપક્ષ જીતી જાય તેની સંભાવના 63 ટકા થઈ ગઈ છે. જ્યારે કૂક પોલિટિકલ રિપોર્ટ મુજબ નીચલા ગૃહમાં ટ્રમ્પનો સામેનો પક્ષ ડેમોક્રેટ્સ 227થી 237 બેઠકો જીતીને ટ્રમ્પને મોટો ઝટકો આપી શકે તેવી શક્યતા જણાવાઈ રહી છે. તો હાર ભાળી ગયેલા ટ્રમ્પ અત્યારે ચૂંટણી જીતવા શું કરી રહ્યા છે? જવાબ છે નકશાબાજીની ગેમ રમી રહ્યા છે. અમેરિકામાં એક ધારો છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી પછી જ મતવિસ્તારોના નામ બદલાય છે. પણ ટ્રમ્પના સમર્થનથી ટેક્સાસ, ફ્લોરિડા અને લુઈસિયાના સહિતના રાજ્યોમાં દાયકાની વચ્ચે જ ચૂંટણીના નકશા બદલવામાં આવી રહ્યા છે. ટ્રમ્પની ₹3,300 કરોડની 'નકશાબાજી'! એકલા ટેક્સાસમાં જ 5 અને ફ્લોરિડામાં 4 બેઠકોનો સીધો ફાયદો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને થાય તેવી ગોઠવણ કરવામાં આવી છે. આ પોલિટિકલ નકશાબાજીના કારણે 435માંથી 8 ટકા બેઠકો જ ખરા અર્થમાં કોમ્પિટિટિવ રહી છે. ટ્રમ્પે પોતાના ઉમેદવારો પાછળ 3 હજાર 300 કરોડથી વધુ રૂપિયા ઠાલવી દીધા છે. છતાં પણ જનતાનો રોષ આ બધા જ ઈક્વેશનને ઊંધાવાળી શકે એવી શક્યતાઓ છે. તો સવાલ થાય કે લોકોનો ટ્રમ્પ સામે રોષ કેમ છે? જવાબ છે મોંઘવારી અને ઈરાન યુદ્ધ. ટ્રમ્પે કરતા તો ઈઝરાયલ સાથે મળીને ઈરાન સામે યુદ્ધ શરૂ કરી દીધું છે પણ હવે રોકવામાં તેને ફીણાં આવી ગયા છે. યુદ્ધના કારણે દુનિયાનું 20 ટકા ક્રુડ ઓઈલ જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ અત્યારે બંધ છે. જેના કારણે અમેરિકામાં પેટ્રોલના ભાવમાં પર ગેલન 1.30 ડોલરનો ઉછાળો આવ્યો છે. કેલિફોર્નિયામાં પેટ્રોલના ભાવ પ્રતિ ગેલન 6.21 ડોલર બોલી રહ્યા છે. ડીઝલના પણ આવા જ કંઈક હાલ છે. ચૂંટણીમાં ડિઝલના વધેલા ભાવનો મુદ્દો બહુ ચગ્યો જેના કારણે લોકોનો ગુસ્સો ઓછો કરવા ટ્રમ્પ પોતાના દુશ્મન દેશ રશિયા પાસેથી ડીઝલ ખરીદવા મજબૂર થયા છે. આના જ કારણે 83 ટકા અમેરિકન્સ કહી રહ્યા છે કે પેટ્રોલના ભાવે તેમનું ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. ટ્રમ્પના હાલ જો બાઈડન કરતાં પણ ભૂંડા અધૂરામાં પૂરું અમેરિકાનું અર્થતંત્ર અત્યારે કે શેપ્ડ થઈ ગયું છે. એક બાજુ એઆઈ અને ડેટા સેન્ટર્સમાં અબજોના રોકાણથી શેરબજાર ઓલટાઈમ હાઈ પર છે, જેના કારણે 1 ટકા અમીરોને ફાયદો થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ સામાન્ય માણસ મોંઘવારીમાં પિસાઈ રહ્યો છે. 2024માં 22 લાખ નવી નોકરીઓ સામે ટ્રમ્પે અમેરિકન્સને 2025માં 1 લાખ 81 હજાર જેટલી જ નોકરી આપી છે. AP-NORCના રિપોર્ટ મુજબ ખાલી 26 ટકા મતદારોએ જ ટ્રમ્પની આર્થિક નીતિને ટેકો આપ્યો છે, આ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બાઈડનના સૌથી ખરાબ રેટિંગ કરતાં પણ 2 ટકા ઓછો છે. આટલું જ નહીં ટ્રમ્પે ટેક્સ રાહતો લંબાવવા માટે મેડિકેઈડ સહિતના હેલ્થ બજેટમાં 1 ટ્રિલિયનનો કાપ મૂક્યો છે અને દેશની અંદર ઈમિગ્રેશન એજન્સી ICEના દરોડાઓ સામે પણ લોકોનો ખૂબ જ રોષ છે. પણ આ બધા વચ્ચે સવાલ થાય કે જો ટ્રમ્પે ઉભી કરેલી આ હોનારતના કારણે તે મિડ ટર્મ હારી જાય તો શું થાય? ભારત, ચીન, રશિયા સહિતના દેશોને શું ફેર પડે? H-1B વિઝા પોલિસીમાં શું ફેર આવે? ચાલો હવે આવા સવાલોના જવાબો માટે આપણે આજના એડિટર્સ વ્યૂની સૌથી મહત્વની વાતો પર નજર કરીએ... મોટા ભાગના લોકો માને છે કે ટ્રમ્પની પાર્ટી સંસદના બંને ગૃહોમાં હારી જશે. જો આવું થાય તો ટ્રમ્પના બધા જ કડક નિર્ણયો રદ થઈ શકે છે. પણ આ વાત અહીં જ પૂરી નથી થઈ જતી કારણ કે આમાં વીટો પાવરનો પેચ હજુ ફસાયેલો છે. ટ્રમ્પ પાસે વીટો પાવર પણ વિપક્ષ પાસે સંસદની શક્તિ ધારો કે ટ્રમ્પનો વિરોધી પક્ષ ડેમોક્રેટ્સ અમેરિકન સંસદના બંને ગૃહો જીતી જાય અને ટેરિફ કે વિઝા નિયમો સામેના કાયદા પસાર કરાવી લે તો પણ ટ્રમ્પ એક ઝાટકે વીટો પાવરથી વિપક્ષના નિર્ણયોની ધૂળધાણી કરી શકે છે. સામેની બાજુ વિપક્ષને ટ્રમ્પના વીટો પાવરને તોડવા માટે સંસદના બંને ગૃહોમાં બે તૃત્યાંશની બહુમતી જોઈએ. એટલે કે નીચલા ગૃહમાં 290 વોટ અને સેનેટમાં 67 વોટ જોઈએ. કહેવાય છે કે વિપક્ષ અત્યારે નીચલા ગૃહમાં 52 બેઠકો અને સેનેટમાં 16 બેઠકો પાછળ રહેશે. સાવ સાદી રીતે સમજીએ તો વિપક્ષ કદાચ મિડ ટર્મ જીતી પણ જાય તો પણ ટ્રમ્પના જૂના એક્ઝિક્યૂટિવ ઓર્ડર, 18 ટકા ટેરિફ કે વિઝા લિમિટેશન્સને હટાવી શકે એમ નથી. ને અહીં જ ભારત સહિત દુનિયાના લાખો કરોડો લોકોના અમેરિકન ડ્રિમ્સ પર જીવવા મરવાનો સવાલ ઉભો થઈ જાય છે. કારણ કે અમેરિકાના કૂલ 100 ટકા H-1B વિઝામાંથી 70 ટકા વિઝા ભારતીયોને મળે છે અને અત્યારે સંસદમાં બે ખૂબ જ ખતરનાક ખરડા તૈયાર પડ્યા છે. ટ્રમ્પ જીતે તો H-1B વિઝા મામલે આવી શકે માઠા સમાચાર જો ભૂલથી પણ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી બંને ગૃહો જીતી જાય તો સેનેટર ટિમ શીહીનો ખરડો કાયદો બની જશે, જે નવા H-1B વિઝા પર 3 વર્ષ સુધીનો પૂરેપૂરો પ્રતિબંધ મૂકી દેશે અને ફી 1 લાખ ડોલરથી વધારીને 1 લાખ 3 હજાર ડોલર સુધી થઈ શકે છે. સાથે જ, H-1Bનો ઓછામાં ઓછો પગર 60 હજાર ડોલરથી વધારીને 1 લાખ 40 હજાર ડોલર કરતો ખરડો પસાર કરાવી શકે છે. જો આવું થાય તો ભારતીય આઈટી કંપનીઓ અને ફ્રેશર ગ્રેજ્યુએટ્સ માટે અમેરિકાના દરવાજા 3 વર્ષ માટે બંધ થઈ જશે. અને ગેરકાયદેસર રીતે ડંકી રૂટથી અમેરિકા જવાનું વિચારતા ગુજરાતીઓ કે પંજાબીઓ માટે પણ માઠા સમાચાર છે. કારણ કે ડેમોક્રેટ્સ કે રિપબ્લિક બંને પક્ષો ડંકી રૂટથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોના વિરોધમાં છે. ટ્રમ્પ હારે કે જીતે દુનિયાને શું લેવાદેવા? આ ચૂંટણીની સીધી અસર તમારા ખિસ્સા અને ભારતીય શેર બજાર નિફ્ટી પર પણ પડી શકે છે, જે 2026માં દાયકાના સૌથી ખરાબ પર્ફોર્મન્સ સામે ઝઝૂમી રહી છે. અમેરિકામાં સસ્તી દવાઓની ગરજ હોવાથી ગુજરાતીઓનો ફાર્મા ઉદ્યોગ પણ રેકોર્ડ ઉંચાઈએ છે પણ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને બચાવવા ભારત સરકારે કપાસની ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવવી પડી છે. જો નવી સંસદ ટ્રમ્પના ઈરાન યુદ્ધના ફંડિંગ પર કામ મૂકશે તો ક્રૂડ ઓઈલ સસ્તું થતાં ભારતમાં મોંઘવારી ઘટી શકે છે. પણ જો સંસદમાં ઘેરાયેલા ટ્રમ્પ પોતાની છબી ચમકાવવા ચીન કે રશિયા વગેરેના વેપાર પર નવો ટેરિફ ઝીંકશે તો ફરી દુનિયાના બજારોમાં ભૂકંપ આવવાનું નક્કી છે. આખી વાતનો સાર એટલો જ છે કે ટ્રમ્પ હજુ બે વર્ષ ક્યાંય જવાના નથી, તેથી ગુજરાતના ઉદ્યોગકારો, રોકાણકારો અને યુવાનોએ કોઈ ચમત્કારની રાહ જોવાને બદલે ટ્રમ્પની સોદાબાજીની રાજનીતિ સાથે તાલ મિલાવવાની તૈયારી જ રાખવી પડશે! અને છેલ્લે... અમેરિકાના રાજકારણનો ઈતિહાસ રહ્યો છે કે મિડ ટર્મ ઈલેક્શનની ચૂંટણીમાં રાષ્ટ્રપતિની પાર્ટી હારે જ છે. 20માંથી બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ જીત્યા છે બાકી 20માંથી 18 રાષ્ટ્રપતિ મિડટર્મ હાર્યા જ છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    મોદીજી ડરો નહીં.. ચર્ચા કરો, દેશ વિરોધી કોણ છે?:રાહુલે કહ્યું- જગ્યા અને જજ તમે પસંદ કરો; શાહ બોલ્યા- કોઈપણ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર, સંસદ ચાલવા દો
    Next Article
    સુરેન્દ્રનગરમાં 307 લોકોને રૂ. 66.34 લાખનો મુદ્દામાલ પરત:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં 67 અરજદારોને રૂ. 44.26 લાખ અને 35 લોકોને મોબાઈલ ફોન મળ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment