Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર-કચ્છમાં 52000 વીજ કનેક્શન કટ:PGVCLની બિલ ન ભરનારા સામે કાર્યવાહી; રૂ.101 કરોડની આવક, હજૂ રૂ.98 કરોડની વસૂલાત બાકી

    22 hours ago

    માર્ચ એન્ડિંગ નજીક આવતા જ PGVCL દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરાઈ છે. ડીસ કનેક્શન ડ્રાઈવમાં 52802 ગ્રાહકોના કનેક્શન કાપવામાં આવ્યા છે અને તેના થકી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને રૂ.101.17 કરોડની આવક થઈ છે. જેમાં 4 માસથી વધુ સમયથી તેમજ રૂ.5000થી વધુ વીજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જોકે, હજુ 2.23 લાખ ગ્રાહકો એવા છે કે જેઓ વીજ બીલ ભરતા નથી, જેમની પાસેથી રૂ.98.50 કરોડની વસૂલાત બાકી છે. હવે ચેકિંગ ડ્રાઇવ થકી તેઓ પર સકંજો કસવામાં આવશે. પ્રથમ ડ્રાઇવમાં 30857 વીજ કનેક્શન કપાયા હતાંઃ કેતન જોશી PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યુ હતુ કે, નાણાકીય વર્ષના અંતે ડેબિટ એરિયસ ઓછું કરવા માટે કંપની દ્વારા વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીએ થયેલી પ્રથમ ડ્રાઇવમાં 30857 ગ્રાહકોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને રૂ.86.94 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 17 માર્ચના મેગા ડીસ કનેક્શન પાર્ટ 2માં 21945 વીજ કનેક્શન કટ થયા હતા અને તેમાં રૂ.41.48 કરોડની આવક થઈ છે. જે પહેલા રૂ.140 કરોડ જેટલું લેણું બાકી હતુ. જોકે રૂ.42 કરોડની રિકવરી થતા રૂ.98 કરોડની ડેબિટ એરિયર્સ બાકી છે. ઉદ્યોગકારો અને ખાનગી રેસીડેન્સ ધારકો પાસેથી પણ વસૂલાત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી PGVCLની ઓછી ડેબિટ એરિયર્સ બાકી રહે તે માટે રજાના દિવસોમાં પણ વીજ બિલ ન ભરનારાને ત્યાંથી વસૂલાતની કામગીરી ચાલુ રહેશે. અગર હકો અને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ પોતાનું બાકી વીજ બિલ ઓનલાઇન પણ ભરી શકે છે. ઉદ્યોગકારો અને ખાનગી રેસીડેન્સ ધારકોને ત્યાંથી બાકી વીજ બિલની વસૂલાત માટે ચેકિંગ અને કલેક્શનની કામગીરી ચાલી રહી છે. નગરપાલિકાના પણ વીજ બિલ બાકી આ ઉપરાંત સરકારી કચેરીઓના બાકી લેણા બાબતે જણાવ્યું હતું કે, તેઓને સરકાર તરફથી ગ્રાન્ટ મળતાની સાથે જ તેમના દ્વારા વીજ બિલ ભરપાઈ કરી દેવામાં આવતુ હોય છે, જેમાં નગરપાલિકાઓના વીજ બિલ બાકી છે. જોકે તેમાં સાવરકુંડલા નગરપાલિકા તરફથી ચૂકવણી થઈ ચૂકી છે. ગોંડલ નગરપાલિકાના વીજ બિલની રકમ પણ મળવાની છે. જોકે આ નગરપાલિકાઓનો હેતુ લોકોની સેવાનો હોય છે. હજુ 50 હજાર જેટલા ગ્રાહકોના બિલ બાકી તેમણે જણાવ્યું કે, આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં 4 મહિનાથી વધુ સમયથી જે ગ્રાહકો દ્વારા વીજ બિલ ભરવામાં આવ્યું ન હોય અને રૂ.5000થી વધુનું વીજ બિલ બાકી હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી ડીસ કનેક્શન ડ્રાઈવ કરવામાં આવી હતી. હજુ 50000 જેટલા ગ્રાહકો એવા છે કે જેમના દ્વારા વીજ બિલ ભરવામાં આવ્યુ નથી, જેથી તેઓની પાસેથી નાણાની વસૂલાત બાકી છે. જોકે, PGVCL દ્વારા આ જ રીતે ડ્રાઇવ ચાલુ રાખી માસ SMS દ્વારા ગ્રાહકોને વીજ બિલ ભરવા સૂચના આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના કયા સર્કલમાં કેટલી વસૂલાત? કેટલા ગ્રાહકોની કેટલી વસૂલાત બાકી?
    Click here to Read More
    Previous Article
    સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી,પ્રદીપ ગુરુજીની ધરપકડ:આયુષ મંત્રાલયના બોર્ડવાળી ફોર્ચ્યુનરમાં હેરાફેરી કરતા, સુરતમાં 2 કરોડની કરન્સી છાપી, પહેલી ડીલમાં અમદાવાદ આવ્યા ને ઝડપાયા
    Next Article
    'તમારા સસરાએ બીજા લગ્ન કર્યો હોય તો શું ખબર પડે?':અમેરિકાના નાગરિક વડોદરામાં કડવા અનુભવથી ત્રાસી ગયા, BOBના મેનેજરના ઉદ્ધત જવાબ; સરકારી ઓફિસના ધક્કા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment