Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: વહીવટીતંત્ર સુસજ્જ:52માંથી 11 બેઠકો બિનહરીફ; 41 માટે 106 ઉમેદવારો, 1.43 લાખ મતદારો

    2 days ago

    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સંપૂર્ણપણે સુસજ્જ બન્યું છે. પોરબંદર મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકોમાંથી 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. હવે બાકીની 41 બેઠકો માટે 165 મતદાન મથકો પર 106 ઉમેદવારો ચૂંટણી લડશે, જેમાં કુલ 1,43,114 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડમાં 52 બેઠકો છે. આ પૈકી વોર્ડ નંબર 11 અને 12 સંપૂર્ણપણે બિનહરીફ થયા છે, જ્યારે વોર્ડ નંબર 10માં પણ બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ, કુલ 11 બેઠકો પર કોઈ ચૂંટણી યોજાશે નહીં. પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી બખરલા અને મોઢવાડા એમ 2 બેઠકો બિનહરીફ થઈ છે. હવે બાકીની 16 બેઠકો માટે 286 મતદાન મથકો પર 39 ઉમેદવારો ચૂંટણી લડશે. જિલ્લા પંચાયત માટે કુલ 2,34,909 મતદારો નોંધાયા છે. પોરબંદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો છે. તેમાંથી અડવાણા, ગોસા, રાતીયા અને રાણા-રોજીવાડા સહિત 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. હવે 18 બેઠકો માટે 155 મતદાન મથકો પર 41 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં કુલ 1,32,108 મતદારો મતદાન કરશે. રાણાવાવ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી બાપોદર અને રાણાકંડોરણા એમ 2 બેઠકો બિનહરીફ થઈ છે. બાકીની 14 બેઠકો માટે 61 મતદાન મથકો પર 32 ઉમેદવારો ચૂંટણી લડશે. અહીં કુલ 47,857 મતદારો નોંધાયા છે. કુતિયાણા તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો છે, જેમાંથી મોડદરની 1 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. હવે 15 બેઠકો માટે 70 મતદાન મથકો પર 37 ઉમેદવારો ચૂંટણી લડશે. કુતિયાણા તાલુકા પંચાયત માટે કુલ 54,944 મતદારો છે. આ ઉપરાંત, રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નંબર 6ની 1 પેટાચૂંટણી બેઠક માટે 6 મતદાન મથકો પર 2 ઉમેદવારો ચૂંટણી લડશે, જેમાં 4,483 મતદારો છે. તેવી જ રીતે, કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6ની 1 પેટાચૂંટણી બેઠક માટે 3 મતદાન મથકો પર 2 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 1,809 મતદારો નોંધાયા છે. સમગ્ર પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 165 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાંથી 3 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સગીરાની છેડતી મુદ્દે પાટીદારો આક્રમક:આરોપી અઝીઝને સ્થળે લવાતા ભીડ બેકાબૂ, પોલીસે ટીયર ગેસ સાથે સ્પેશિયલ ફોર્સ ઉતારી, ભાજપ સમર્થનમાં નારા લાગતા રોષ ભભૂક્યો
    Next Article
    ભાવનગરમાં લોકશાહીનો મહાપર્વ:મહાનગરપાલિકાના 13 વોર્ડ, 10 તાલુકા પંચાયત તથા 3 નગરપાલિકા માટે EVM ફાળવાયા, આવતીકાલે સવારથી 1,984 બૂથ પર 17.31 લાખ મતદારો મતદાન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment