Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપાની 52 સીટ માટે મતદાન, જાણો વોર્ડ વાઇઝ વોટિંગ:મંત્રી વાઘાણીએ ઢોલ નગારા સાથે મતદાન કર્યું, પહેલીવાર વોટિંગ કરનારી ક્રિશાએ કહ્યું-હું એક્સાઇટેડ છું

    18 hours ago

    ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકાની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 40 બેઠકો, તાલુકાના પંચાયતની 206 બેઠકો, તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની 78 બેઠકો આજરોજ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહાલોમાં પ્રારંભ થયો હતો. જેમાં મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 સુધીનો રહેશે. આથી વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી હતી. તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘણીએ પરિવાર તેમજ સોસાયટીના રહીશો સાથે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કર્યું. ‘હું બહુ એક્સાઇટેડ છું અને આમ સારું અનુભવું છું’ પહેલીવાર જ મતદાન કરનારી ક્રિશાએ દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,હું અહીં ઇસ્કોન મેગા સિટીમાં રહું છું. આ વખતે પહેલી વાર હું મત દેવા માટે આવી છું. તો અહીંયા ઘણો સારો વિકાસ થયો છે અને હું એનાથી પ્રભાવિત થઈ છું. અને આ વખતે હું એ લોકોને જ સપોર્ટ કરીશ જે આ વિકાસ યાત્રાને આગળ વધારે છે. હું બહુ એક્સાઇટેડ છું અને આમ સારું અનુભવું છું. લોકો ને પણ અપીલ કરું છુ કે મત દેવો તમારો અધિકાર છે, તમારે એનો યુઝ કરવો જોઈએ, હંમેશા પોતે મતદાન કરવું જ જોઈએ એવું હું કહેવા માંગીશ. સાસુ પથારીવશ હોવા છતાં ડો. ટ્વિંકલ નાકરાણીએ વોટિંગ કરી જણાવ્યું હતું કે, આજના દિવસે જ્યારે મતદાન આપવાનો આપણને મોકો મળ્યો છે, ત્યારે મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરીને એક યોગ્ય ઉમેદવાર ને મત આપ્યો છે અને મારી દરેક મહિલાઓને અપીલ છે. હા, આપણને ખૂબ બધા કામો હોય છે, ખૂબ બધી જવાબદારી હોય છે. મારે પણ અત્યારે એવું છે કે મારા સાસુ થોડા પથારીવશ છે, તેમ છતાં હું પાંચ મિનિટનો સમય કાઢીને અહીંયા મત આપવા માટે આવી હતી. શહેરનો વિકાસ થાય, આપણા એરિયાનો વિકાસ થાય, સોસાયટીનો વિકાસ થાય અને ભાવનગરનો વિકાસ થાય એ માટેનો આપણે ફરજ આપણી જે નિભાવવાની છે, એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પેટે આપણે કરીએ. અને આજે જ્યારે હીટવેવની આગાહી છે તે છતાં અહીંયા ઈસ્કોન મેગાસિટીની કમ્યુનિટી હોલમાં સરસ મજાના એસી હોલની અંદર પ્રથમ વખત એક મથક આપવામાં આવ્યું છે. તો એનો પણ આપણે લાભ લઈએ અને ખૂબ સરળતાથી હું પાંચ જ મિનિટની અંદર વોટ આપીને અત્યારે નીકળી રહી છું. અને મારી બંને જગ્યાની ફરજ હું નિભાવી શકીશ. તો એના માટે હું દરેકની આભારી છું. 52 બેઠકો માટે 150 ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 150 ઉમેદવારો, જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો માટે 136 ઉમેદવારો, તાલુકા પંચાયતની કુલ 206 બેઠકો માટે 643 ઉમેદવારો, મહુવા નગરપાલિકાની 32 બેઠકો માટે 75 ઉમેદવારો, પાલીતાણા નગરપાલિકાની 26 બેઠકો માટે 65 ઉમેદવારો, વલ્લભીપુર નગરપાલિકાની 20 બેઠકો માટે 49 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે નગરપાલિકાની મહુવા-6, પાલીતાણા - 8, વલ્લભીપુર - 4 એમ કુલ 18 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 4 ( તલગાજરડા, શેવડીવદર, ઉંડવી, નેસડા) બિનહરીફ થઈ છે. 3800થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત મતદાન મથકોની સંખ્યા 1984 છે. જેમાં સંવેદનશીલ મતદાન અને અતિસંવેદનશીલ મતદાન મથકો 552 છે, ચૂંટણી પ્રક્રિયામાં 4400 બી.યુ. અને 3735 સી.યુ.નો ઉપયોગ થશે અને આશરે 10,742 જેટલા પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. આ ઉપરાંત આશરે 3800થી વધુ પોલીસ સ્ટાફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજ બજાવશે. ત્રણ નગરપાલિકામાં 8 સીટ બિન હરીફ જ્યારે ત્રણ નગરપાલિકાઓમાં મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકા અંતર્ગત કુલ 78 બેઠકો છે. જે પૈકી 6-મહુવા નગરપાલિકા, 8-પાલિતાણા અને 7-વલ્લભીપુર આમ, કુલ 18 બેઠકો બિનહરીફ થયેલી છે.
    Click here to Read More
    Previous Article
    જૂની મનપાની સરખામણીએ નવીમાં વધુ મતદાન:આકરી ગરમીમાં પણ મતદારોએ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો, રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયના જામનગરમાં ધામા
    Next Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન:પોરબંદર-છાયા મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 1.43 લાખથી વધુ મતદારો મતદાન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment