Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પોલીસે 51 લાખના સોનાના દાગીના પરત અપાવ્યા:3 વર્ષ બાદ વ્યાજખોરો પાસેથી 35 તોલા સોનું અરજદારને મળ્યું

    8 hours ago

    સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદેસર વ્યાજખોરી સામે કાર્યવાહી કરીને એક અરજદારને રૂ. 51 લાખના 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના જે.પી. શેરીમાં રહેતા અનિલભાઈ હીરાભાઈ પરમારે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે જાલાભાઈ મેપાભાઈ બાંમભા (રહે. જે.પી. શેરી, સુરેન્દ્રનગર) અને હિતેશભાઈ સતાભાઈ ખરગીયા (રહે. સર્વોદય સોસાયટી, સુરેન્દ્રનગર) પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને તેના બદલામાં 35 તોલા સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા. અરજદાર અનિલભાઈએ ઉછીના લીધેલા પૈસા પરત ચૂકવી દીધા હોવા છતાં, સામાવાળાઓ વધુ પૈસાની માંગણી કરી રહ્યા હતા અને દાગીના પરત આપવાનો ઇનકાર કરી રહ્યા હતા. આથી, અનિલભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને સામાવાળાઓ પાસેથી રૂ. 51 લાખની કિંમતના 35 તોલા સોનાના દાગીના પરત મેળવી અનિલભાઈ પરમારને સોંપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોલીસે રીઢા ગુનેગારનું જાહેરમાં સરઘસ કાઢ્યું:ખૂનની કોશિશના ગુનામાં 10 વર્ષની જેલમાં હતો, જામીન પર બહાર આવતા જ ભોજન સમારંભમાં આતંક મચાવ્યો
    Next Article
    "Wife Was Shouting, He Was Crying": Family Of Delhi Judge Found Dead

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment