Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજી ટેસ્ટમાં બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ:ભારતના 503/9ના સ્કોરના જવાબમાં SLનો સ્કોર 8/2; ધ્રુવ જુરેલે બીજી સેન્ચુરી ફટકારી

    1 day ago

    કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી છે. ટીમે પોતાની પહેલી ઈનિંગ્સમાં 8 રન પર બીજી વિકેટ ગુમાવી દીધી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઓપનર લાહિરુ ઉદારાને યશસ્વી જયસ્વાલના હાથે કેચ કરાવ્યો. તે પછી માનવ સુથારે પ્રબથ જયસૂર્યાને LBW આઉટ કર્યો. દિવસની રમત સમાપ્ત થવા પર કામિલ મિશારા અણનમ પરત ફર્યો. સોમવારે મેચના બીજા દિવસે ભારતે પોતાની પહેલી ઇનિંગ્સ 503/9 રનના સ્કોર પર ડિક્લેર કરી. ધ્રુવ જુરેલે 177 બોલ પર 115 રન બનાવીને અણનમ રહ્યો. જુરેલે બીજી ટેસ્ટ સેન્ચુરી ફટકારી. મોહમ્મદ સિરાજ 29 બોલ પર 3 રન બનાવીને આઉટ થયો. માનવ સુથારે 18 રન બનાવ્યા. ઈજામાંથી પરત ફરેલા પંતની ફિફ્ટી ટી-બ્રેક પહેલા રિષભ પંત 63 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. પહેલા દિવસે 3 રન પર ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયેલા પંતે બીજા દિવસે કમબેક કરતા હાફ સેન્ચુરી લગાવી, પણ લંચ પછી પહેલા જ બોલ પર આઉટ થયો. ટીમે પહેલા સેશનમાં 119 રન જોડ્યા અને એક વિકેટ ગુમાવી. ડેબ્યૂ કરી રહેલો સારાંશ જૈન 6 રન બનાવીને આઉટ થયો. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી:એક વૃક્ષનું સંપૂર્ણ જતન કરવાનો સંકલ્પ; પર્યાવરણ જતન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રશસ્તિપત્ર એનાયત
    Next Article
    200 કાવડિયાના ગ્રુપમાં ઘૂસી સ્કોર્પિયો, 26ને કચડ્યા:ઇન્દોર નજીક ટોળાએ કારમાં આગ લગાડી; ડ્રાઈવરનો પીછો કરીને પકડ્યો, 3 ઇન્દોર રિફર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment