Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની બી.ડી. વિદ્યાલયમાં 501 વિદ્યાર્થીઓને પ્રવેશ:શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ ભવ્ય પ્રવેશોત્સવ યોજાયો

    8 hours ago

    પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ ભવ્ય પ્રવેશોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં કુલ 501 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી આવકારવામાં આવ્યા. આ પ્રવેશોત્સવમાં ગાંધીનગરના અધિક સચિવ મનીષભાઈ ડી. શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વંદનાબેન શાહ, પાટણના બાળ વિકાસ અધિકારી રંજનબેન શ્રીમાળી, સમાજ કલ્યાણ અધિકારી બી. આર. ઠાકોર અને ભૂતપૂર્વ વિ.એસો પ્રમુખ ડૉ. યશવંતભાઈ ઝવેરી પણ હાજર રહ્યા હતા. પ્રવેશોત્સવ અંતર્ગત ત્રણ આંગણવાડીના 6 બાળકો, ધોરણ 9ના 270 વિદ્યાર્થીઓ અને ધોરણ 11 ના 275 વિદ્યાર્થીઓ મળી કુલ 501 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડી.એલ.એસ.એસ.ની રાજ્યકક્ષાએ વિજેતા બનેલી બાસ્કેટબોલ ટીમનું સન્માન કરાયું. સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થિની મોદી વિધિશા, દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જયદ્રથ રાઠોડ અને કન્યા કેળવણી અંગે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરનાર શેખ હુમાબાનુનું પણ વિશેષ અભિનંદન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડૉ. બી. આર. દેસાઈ દ્વારા કરાયું હતું. બાળ વિકાસ અધિકારી રંજનબેન શ્રીમાળી અને મુખ્ય મહેમાન મનીષભાઈ ડી. શાહે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. તેમણે શિક્ષણના મહત્ત્વ, ગુણવત્તાયુક્ત અભ્યાસ અને સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો, વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા. સમગ્ર કાર્યક્રમમાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. અંતે પી. આર. દેસાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, કન્યા કેળવણીના પ્રોત્સાહન અને વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા તથા આત્મવિશ્વાસનો સંચાર કરનાર બની રહ્યો.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં પ્રવેશોત્સવ 2026 યોજાયો:રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
    Next Article
    Bharat Tiwari Encounter: गांव में महापंचायत, Samrat Chaudhary पर भड़के गांव वाले | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment