Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મત્સ્યઉદ્યોગના અધિક્ષકની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ:નામંજુર થયેલ ટેન્ડરોની ડીપોઝીટ પરત આપવા માટે રૂ.50,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા

    10 hours ago

    નામંજુર થયેલ ટેન્ડરોની રકમ પરત કરવા ફરીયાદી પાસેથી તા.23.07.2026ના રોજ રૂ.50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલા મત્સ્યઉદ્યોગના અધિક્ષક ખોડાભાઈ વલ્લભભાઈ રામાણીની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી એ.સી.બી.ના સ્પે. જજ પી.જે. કાયસ્થએ રદ કરી છે. ફરીયાદીએ જુદાજુદા વિસ્તારોમા માછલી ઉછેર કેન્દ્રની મંજુરી માટે મત્સ્યઉદ્યોગ મોરબીના અધિક્ષક સમક્ષ 7 ટેન્ડરો ભર્યા હતા. આ ટેન્ડરોમાંથી 3 ટેન્ડરો મંજુર અને 4 ટેન્ડરો નામંજુર થયા હતા. નામંજુર થયેલ ટેન્ડરોની ડીપોઝીટની રકમો પરત આપવા માટે ફરીયાદીએ અરજીઓ કરી હતી. નિયમ મુજબ 7 દિવસની અંદર આ ડીપોઝીટની રકમ પરત ચુકવી આપવાની હોય છે પરંતુ આરોપી ખોડાભાઈ રામાણીએ આ ડીપોઝીટની રકમો પરત આપવા માટે રૂ.50,000ની લાંચની માંગણી કરી સવારના 6.30 વાગ્યે રાજકોટ સિવીલ હોસ્પિટલ પાસે લાંચની આ રકમ સ્વીકારતા આરોપી ખોડાભાઈ રામાણી ઝડપાઈ ગયા હતા. જેઓ સામે પોલીસ તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીની સુનવણી સમયે આરોપી તરફે રજુઆતો કરવામાં આવી હતી કે, ફરીયાદીના મોટા ભાઈ અને ફરીયાદીના પિતાએ ગેરરીતીઓ કરી મત્સ્યઉદ્યોગને રૂ.20 લાખનુ નુકશાન કર્યું છે. ફરીયાદીના આ ભાઈ અને પિતા ટેન્ડર ભરવા ગેરલાયક હોવાથી તેઓએ હાલના ફરીયાદીના નામે ટેન્ડરો ભર્યા છે. આ રીતે ફરીયાદીએ પોતાના મોટાભાઈ અને પિતા વતી બદલો લેવા માટે હાલની ખોટી ફરીયાદ કરી આરોપીને ફસાવ્યા છે. આ કારણે આરોપીને જામીનમુક્ત કરવા જોઈએ. જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વિકિલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, લાંચની માંગણીનો વાર્તાલાપ આરોપીએ પોતાના મોબાઈલમાંથી કર્યો તે વાર્તાલાપ ફરીયાદીના મોબાઈલમાં રેકોર્ડ થયો છે. આ ઉપરાંત આરોપી મોરબીના રહેવાસી છે અને છટકાના દિવસે તેઓ રાજકોટ ખાતે સિવીલ હોસ્પિટલ બહાર સવારના 6.30 વાગ્યે ક્યાં કારણસર આવ્યા હતા તે અંગે કોઈ દલીલ કે વિગત જણાવવામાં આવી નથી ત્યારે આરોપી લાંચ સ્વીકારવા માટે જ સિવીલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા તે અનિવાર્યપણે માનવાનુ રહે છે. આ ઉપરાંત મોબાઈલ ફોનના રેકોડીંગ અંગે પણ કોઈ જ રજુઆત નથી. વધુમાં, આરોપી વતી કરવામાં આવેલ રજુઆત મુજબ ફરીયાદીના ભાઈ અને પિતાની ગેરરીતીના કારણે નામંજુર થયેલ ટેન્ડરોની રકમ પરત આપવા પાત્ર ન હતી. જો આ હકિકત સાચી હોય તો આરોપીએ નામંજુર થયેલ ટેન્ડરોની રકમ પરત આપવા માટે કોઈ જ પ્રકારનો વાર્તાલાપ કે વાટાઘાટ કરવાની રહેતી નથી, તેમ છતા આરોપી ફરીયાદી સાથે ક્યાં વ્યવહાર અંગે વાતચીત કરતા હતા તે જણાવતા નથી. આ તમામ કારણસર આરોપી પાસે લાંચ સ્વીકાર્યાના આક્ષેપ સામે કોઈ જ બચાવ નથી તેથી આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    RPF જવાને મુસાફરનો જીવ બચાવ્યો:CCTV: જામનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃધ્ધ ફસાતા બહાર કાઢવામાં આવ્યા
    Next Article
    સગીરને ​રૂ.500ની લાલચ આપી ઘરમાંથી 1.98 લાખના દાગીના ચોરાવ્યા:ઓઢવમાં પડોશણની શરમજનક કરતૂત, પિતાએ તિજોરી ખોલતાં ભાંડો ફૂટ્યો, પુત્રે રડતા રડતા કહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment