Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરને ​રૂ.500ની લાલચ આપી ઘરમાંથી 1.98 લાખના દાગીના ચોરાવ્યા:ઓઢવમાં પડોશણની શરમજનક કરતૂત, પિતાએ તિજોરી ખોલતાં ભાંડો ફૂટ્યો, પુત્રે રડતા રડતા કહ્યું

    11 hours ago

    અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પડોશમાં રહેતી મહિલા દ્વારા 14 વર્ષના સગીરને રૂ. 500ની લાલચ આપીને તેના જ ઘરમાંથી રૂ. 1.98 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરાવવાની ઘટના સામે આવી છે. જેમાં સગીરના પિતા તિજોરીમાં રૂપિયા લેવા જતા દાગીના ગુમ હતા અને પરિવારજનો રડતા હોવાથી પુત્રએ રડતા રડતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે પિતાએ પાડોશી મહિલા સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પુત્ર રડી પડ્યો અને આખી આપવીતી જણાવી સીંગરવામાં રહેતા બ્રીજેશભાઈ યાદવ ફેબ્રિકેશનનું કામ કરે છે. ઓગસ્ટ મહિનામાં જ્યારે તેઓને નાણાંની જરૂર પડતાં ઘરમાં રાખેલી તિજોરી ખોલી ત્યારે તેમાં મુકેલા દાગીના ગાયબ હતા. પૂછપરછ દરમિયાન પરિવારજનો રડી પડ્યા હતા. બીજા દિવસે સવારે તેમનો 14 વર્ષનો પુત્ર શાળાએ જતી વખતે રડી પડ્યો હતો અને તેણે આખી આપવીતી જણાવી હતી. મૃત માતાના 1.98 લાખના દાગીના ચોરીને સ્કૂલ બેગમાં મુકી દીધા પુત્રએ ખુલાસો કર્યો હતો કે, પડોશમાં રહેતી અંજનાબેન પંડ્યા તેને મોબાઈલ બગડી ગયો હોવાનું કહી તેની પાસે બોલાવ્યો હતો અને ઘરમાં દાગીના છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં સગીરે ના પાડી હતી. પરંતુ મહિલાએ રૂ. 500 આપીને વધુ રૂપિયા આપવાની લાલચ આપતાં સગીર તેની વાતોમાં આવી ગયો હતો. ​મહિલાની લાલચમાં આવીને સગીરે પોતાના ઘરમાં તિજોરીમાંથી પોતાની મૃત માતાના રૂ. 1.98 લાખના દાગીના ચોરીને પોતાની સ્કૂલ બેગમાં મુકી દીધા હતા. ત્યારબાદ ટુકડે-ટુકડે આ દાગીના અંજનાબેનને સોંપી દીધા હતા. પાડોશી મહિલાએ સગીરને લાલચ આપી ચોરી કરાવી દાગીનાના બદલામાં મહિલાએ સગીરને પહેલા રૂ. 5 હજાર અને બાદમાં રૂ.70 હજાર આપ્યા હતા અને કોઈને નામ ન આપવા જણાવ્યું હતું. ​સમગ્ર ઘટનાની જાણ થતાં જ બ્રિજેશભાઈએ પડોશી મહિલા અંજનાબેનનો સંપર્ક કર્યો હતો. મહિલાએ દાગીના સોનીને વેચવા આપ્યા છે અને પરત લઈ આપશે તેમ કહી સમય વિતાવ્યો હતો. બાદમાં રૂપિયા ચૂકવી આપવાના ખોટા વાયદાઓ કર્યા હતા. દાગીના કે નાણાં પરત ન મળતા બ્રીજેશભાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અંજનાબેન પંડ્યા સામે ગુનો નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મત્સ્યઉદ્યોગના અધિક્ષકની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ:નામંજુર થયેલ ટેન્ડરોની ડીપોઝીટ પરત આપવા માટે રૂ.50,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા
    Next Article
    CM Vijay Holds Up Son Jason Sanjay's Sigma Frame During Roadshow On Film Release Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment