Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓડિશાના કિનારે ટકરાશે ચક્રવાત:5,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા; 7 જિલ્લાઓમાં શાળાઓ બંધ; આંધ્રપ્રદેશ અને બંગાળમાં પણ ભારે વરસાદનું એલર્ટ

    2 days ago

    બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત અર્નબ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે. ચક્રવાત આજે ઓડિશાના કલિંગપટ્ટનમ કિનારે ટકરાઈ શકે છે. IMD મુજબ, તે 23 સપ્ટેમ્બરની રાત્રે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા વચ્ચે, વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે કલિંગપટ્ટનમ નજીક ઊંડા દબાણના રૂપમાં કિનારો પાર કરી શકે છે. ઓડિશામાં તેની સૌથી વધુ અસર થવાની આશંકા છે. આશરે 5000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના ઓછામાં ઓછા 7 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. 11 જિલ્લાઓના કલેક્ટરોને રાહત અને બચાવની તૈયારીઓ પૂર્ણ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ અને તેજ પવનનું એલર્ટ છે. સરકારે કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રાખવા અને હવામાન પર સતત નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. દાર્જિલિંગ અને કાલિમ્પોંગમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ નકશામાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    એશિયાડ- રોશિબિનાએ વુશુમાં સિલ્વર જીત્યો:સતત ત્રીજી ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી, રોઇંગમાં સતનામ-સલમાનને બ્રોન્ઝ મેડલ
    Next Article
    ₹2,000 કરોડથી વધુના SD Pay કૌભાંડના તાર મહારાષ્ટ્ર સુધી લંબાયા:સ્થાનિક પોલીસ સાથે મળી વડોદરા સાયબર ક્રાઇમે આરોપીની અટકાયત કરી, કૌભાંડના રૂપિયા પોતાના બેંક ખાતામાં મેળવી અન્ય બેંકમાં ટ્રાન્સફર કરતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment