Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મહિનામાં 5000 સ્ક્વેરફૂટ ગ્રાઉન્ડ 45 ફૂટનો કૂવો ખોદ્યો પણ...:સુરતના પુણાના ત્રણ વર્ષથી ગુમ તરૂણની હત્યાની કબૂલાત છતાં ડેડબોડીના અભાવે ત્રણ મિત્ર સામે અપહરણનો ગુનો નોંધાયો

    6 days ago

    સુરતના પુણા વિસ્તારમાં રહેતા પરિવારનો 17 વર્ષીય પુત્ર ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને ચાલ્યા ગયા બાદ આજ દિન સુધી પરત આવ્યો નથી. જો કે, તેના મિત્રએ તરૂણના ભાઈનો સંર્પક કરી તેના બે મિત્રોએ હત્યા કરી જમીનમાં દાટી દીધો હોવાનું જણાવતા છેલ્લા બે મહિનાથી પોલીસ ડેડબોડી શોધી રહી છે. પોલીસે બે મહિના સુધી 5000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ 45 ફૂટનો કૂવો ખોદ્યો છતાં ડેડબોડી નહિ મળતાં પોલીસે ત્રણેય મિત્રો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ વાની ફરજ પડી છે. મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને પૂણાગામ ભૈયાનગરમાં રહેતા અનિલ ગૌડને ત્રણ વર્ષથી ગુમ 17 વર્ષીય નાના ભાઇ વિવેક ઉર્ફે ગબ્બરના મિત્ર દિવ્યાંશુ ગત 25મી જાન્યુઆરીએ મળ્યો હતો. વિવેકની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. ગત 22મી મે-23 પોતે અન્ય બે સાગરીતો કુંદન ઝા અને મોનુ સંતોષ ઠાકુર સાથે મળી તેની હત્યા કરી હોવાનું અને ડેડબોડીને પૂણા કેનાલ રોડ ઉપર રંગઅવધૂત સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં દાટી દીધાનું જણાવ્યું હતું. આ મામલે પરિવારજનોએ પુણા પોલીસમાં જાણ કરી હતી. હત્યાના થોડાક સમય બાદ ફરી કબર ખોડી માથું બાજુમાં આવેલા કૂવામાં ફેંકી દીધાની સનસનાટીભરી કબૂલાત કરી હતી. પૂણા પોલીસે મામલોને ગંભીરતાથી લીધો હતો. જે ખુલ્લો પ્લોટ જણાવાયો હતો તે 50 બાય 100 ફૂટનો આખો પ્લોટ પાંચ ફૂટ ઊંડે સુધી ખોદી કાઢ્યો હતો. એટલું જ નહિ તે કૂવામાં માથું નાંખ્યું હોવાની વાત જણાવાઇ હતી તે કૂવો તેના માલિકે પુરાવી દીધો હોઈ તેને પણ મજૂરો મારફત 45 ફૂટ સુધી ખોદી નાંખ્યો હતો, પરંતુ એક પણ સ્થળેથી ડેડબોડીના કોઈ અવશેષ મળ્યા ન હતા. પોલીસે માનવ અંગો શોધવા જી.પી.આર. (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર)નો પણ ઉપયોગ કર્યો હતો. આ ટેકનોલોજી જમીનમાં દટાયેલું હાડપિંજર, લોખંડ સહિતના અવશેષો શોધવામાં મદદરૂપ થાય છે. યુવકોએ બતાવેલી જગ્યાએ સતત બે મહિના સુધી ખોદકામ છતાં કોઈ માનવઅંગ શોધવામાં પોલીસને સફળતાને બદલે હતાશા હાથ લાગી હતી. યુવકોની કબૂલાત છતાં ડેડબોડી નહિ મળે તે સંજોગોમાં સાબિત કરવું મુશ્કેલ હોઈ પોલીસે ગુમ યુવકના ભાઈની ફરિયાદને આધારે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને શકદાર તરીકે હત્યા કર્યાની વાત કબૂલાત કરનાર ત્રણેય યુવકોનું નામ લખ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, વરાછાની જય અંબે સ્કૂલ નજીક દયા પાર્ક સોસાયટીમાં રહેતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરતો અનીલ મુન્નાલાલ ગૌડ (ઉ.વ.એપ મૂળ રહે. પાહો બજાર, તા. ચુનાર, મીર્ઝાપુર, યુ.પી)નો ધો.8 સુધીનો અભ્યાસ કરનાર નાનો ભાઈ વિવેક ઉર્ફે ગબ્બર (ઉ.વ.17) તા.22 મે 2023ના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર કયાંક ચાલ્યો ગયો હતો. ગુટખા અને નશીલા પદાર્થનો બંધાણી વિવેક પરિજનો ઠપકો આપતા ઘર છોડીને ચાલ્યો જતો અને પરત પણ આવી જતો હતો. જેથી પરિજનોએ શોધખોળ કરી ન હતી પરંતુ 25 જાન્યુઆરી 2026ના રોજ દિવ્યાંશું લાલબાબુશાહ ગુપ્તા (ઉ.વ.19 રહે. બજરંગનગર, પુણા અને મૂળ. સીતામઢી)એ અનીલનો સંર્પક કરી તમારો ભાઈ વિવેક મારો પણ મિત્ર હતો અને તેના બીજા બે મિત્ર કુંદન અનીલ ઝા ઉ.વ. 18) અને મોનુ સંતોષ ઠાકુર (ઉ.વ.23 બંને રહે. રંગ અવધૂત સોસાયટી, કેનાલ રોડ, પુણા અને મૂળ દરભંગા, બિહરા)એ ક્યાંક ગુમ કર્યો છે. જેથી મામલો પોલીસમાં પહોંચતા પોલીસ તપાસમાં વિવેકને દિવ્યાંશું, કુંદન અને મોનુ સાથે મિત્રતા તથા મોડી રાત સુધી સાથે જ હરતા-ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હાલ 20 વર્ષ અને 7 મહિનાના વિવેક ઉર્ફે ગબ્બરનો આજ દિન સુધી પત્તો નહીં મળતા ત્રણેય મિત્ર વિરૂધ્ધ અપહરણની આશંકા વ્યકત કરતી ફરિયાદ નોંધી છે. વિવેક ઉર્ફે ગબ્બર ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પરિજનો તેને ભુલી પણ ગયા હતા. પરંતુ અચાનક જ દિવ્યાંશુ ગુપ્તાએ વિવેકના ભાઈનો સંપર્ક કરી વિવેકને તેના બે મિત્ર કુંદન ઝા અને મોનુ ઠાકુરે ગુમ કર્યાની જાણ કરી હતી. જેથી પરિજનો ચોંકી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ દિવ્યાંશુને કુંદન અને મોનુ વચ્ચે કોઇક બાબતે ઝઘડો થતા તેમને ફસાવવા કારસો રચ્યો હતો. પરંતુ કુંદન અને મોનુની પુછપરછમાં ખુદ દિવ્યાંશુ જ શંકાના દાયરામાં આવી ગયો છે. હાલ 20 વર્ષની ઉંમરનો વિવેક ગુમ થયો ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી અને આશ્ચર્યની બાબત એ છે કે, તેના જ મિત્ર દિવ્યાશુંએ અન્ય બે મિત્ર કુંદન અને મોનુએ ગુમ કર્યાની આશંકા વ્યકત કરી છે. હાલ ત્રણેય જણા શંકાના દાયરામાં છે. પરંતુ વિવેકની ભાળ મળે એવી કોઈ કડી હાથ નહીં લાગતા પોલીસ આગામી દિવસોમાં ત્રણેયના નાર્કો એનાલીસીસ ટેસ્ટ અથવા તો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં તળાવમાં નહાવા ગયેલા 4 યુવાન ડૂબ્યા:બે યુવાનનો બચાવ અને બે ગુમ, કીચડમાં ફસાઈ ગયા હોવાની આશંકા; નર્મદા પરિક્રમા કરવા આવેલો સુરેન્દ્રનગરનો યુવક તણાયો
    Next Article
    પેટ્રોલ પંપને મળતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ:બલ્ક સપ્લાય બંધ કરવામાં આવી, સ્થિતિ ન સુધરે તો 1992 જેવી ક્વોટા સિસ્ટમ લાગુ થવાની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment