Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્કોન ભાડજ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ, ગીતા કોન્ટેસ્ટનું આયોજન:5,000થી વધુ છાત્રો અને 40 શાળાઓએ ભાગ લીધો

    9 hours ago

    ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગે શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું આયોજન કર્યું. આ કાર્યક્રમોનો હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, વૈદિક જ્ઞાન અને આધ્યાત્મિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો હતો. બંને કાર્યક્રમોને સારો પ્રતિસાદ મળ્યો હતો. શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટમાં 40થી વધુ શાળાઓના 5,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કુલ 18 સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં બાળકોએ પોતાની પ્રતિભા બતાવી. 300 વિજેતાઓને સન્માનિત કરાયા. 15થી વધુ શાળાઓને સતત ભાગીદારી માટે અને ત્રણ શાળાઓને ઉત્કૃષ્ટ ભાગીદારી માટે ટ્રોફી અપાઈ. ગીતા કોન્ટેસ્ટમાં 1,000થી વધુ વિદ્યાર્થીઓ, 65થી વધુ શિક્ષકો અને 15થી વધુ ઇન્ટરનેશનલ સ્કૂલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા, વૈદિક સાહિત્ય અને ભારતીય આધ્યાત્મિક પરંપરાઓથી પરિચિત કરાવવાનો હતો. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, ચારિત્ર્ય ઘડતર અને આધ્યાત્મિક સમજણને પ્રોત્સાહિત કરવાનો હતો. સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ શિક્ષણની સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય સાધવા પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં મીણબત્તી સર્કલ પાસે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન:45 કાર્યકરોની અટકાયત; પોલીસ પર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પક્ષપાતનો આક્ષેપ
    Next Article
    સુરતમાં ગરબા રમતા મહિલા ડૉક્ટરને આવ્યો ઈમરજન્સી કોલ:રેપિડોથી હોસ્પિટલ પહોંચી વેન્ટિલેટર પરના દર્દીનો જીવ બચાવ્યો, ડો.કલ્પનાએ કહ્યું-આ મારા માટે માતાજીના સાચા આશીર્વાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment