Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના 5000થી વધુ પદયાત્રીઓ અંબાજી મેળા માટે નીકળશે:ભાદરવી પૂનમના મેળા માટે 'બોલ મારી અંબે'ના નાદ સાથે 21 સપ્ટેમ્બરથી પ્રયાણ

    1 day ago

    પાટણ જિલ્લામાંથી 80થી વધુ પગપાળા સંઘો ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી જવા રવાના થશે. 21 સપ્ટેમ્બરથી શરૂ થતી આ યાત્રામાં અંદાજે 5000થી વધુ પદયાત્રીઓ જોડાશે. અંબાજી જતા આ સંઘોએ શ્રી ભાદરવી પૂનમયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમને ઉતારાના સ્થળ સુધી વાહનો લઈ જવા માટે ઓનલાઈન પરવાનગી પણ મળી ગઈ છે. આ મેળામાં ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ લાખો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. સંઘો દ્વારા માતાજીના રથ અને સામાન માટેના ટ્રેક્ટર શણગારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પાટણનો કસારવાડા યુથ ક્લબનો સંઘ છેલ્લા 26 વર્ષથી અંબાજી જાય છે. યજમાનના ઘરે માતાજીની આરતી કર્યા પછી આ સંઘ રવાના થશે. પાટણના શાહનાપાડાનો મણીભદ્ર યુવક મંડળનો સંઘ પણ છેલ્લા 26 વર્ષથી અંબાજીની પગપાળા યાત્રા કરે છે. સંઘો ઉપરાંત ઘણા શ્રદ્ધાળુઓ એકલા કે નાના જૂથમાં માતાજીની ધજા-પતાકા સાથે પગપાળા યાત્રા કરે છે. 21 સપ્ટેમ્બરની સવારથી સંઘો 'બોલ મારી અંબે'ના નાદ સાથે વાજતે-ગાજતે પ્રયાણ કરશે. ઉદય પટેલે જણાવ્યું કે, ઝીણીપોળ જય અંબે પગપાળા સંઘ છેલ્લા 27 વર્ષથી અંબાજી જાય છે. આ વખતે તેમનું 28મું વર્ષ છે. આ સંઘમાં 100થી વધુ પદયાત્રીઓ માતાજીની માંડવી અને ધજા સાથે જોડાશે. 21 સપ્ટેમ્બર, સોમવારે રાત્રે ઝીણીપોળમાં આવેલા રામજી મંદિરે માતાજીની આરતી કરીને તેઓ પ્રસ્થાન કરશે. હાલમાં ઝીણીપોળ યુથ ક્લબના સભ્યો દ્વારા ટ્રેક્ટર અને માતાજીનો રથ શણગારવામાં આવી રહ્યા છે. અશોક પટેલે કહ્યું કે, ગુર્જરવાડા યુથ ક્લબનો જય અંબે પગપાળા સંઘ 32 વર્ષથી પગપાળા યાત્રા કરે છે. આ વખતે તેમનું 33મું વર્ષ છે. 120થી વધુ પદયાત્રીઓ માતાજીની માંડવી સાથે 21 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગે માતાજીની આરતી કરીને અંબાજી માટે રવાના થશે. બધા સંઘો દ્વારા માંડવી તૈયાર કરવામાં આવી છે અને સામાન માટે ટ્રેક્ટર પણ તૈયાર કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડો:રૂ. 44.40 લાખનો મુદ્દામાલ કબજે; 15,600 બોટલ દારૂ, ટ્રક અને 3 બાઈક જપ્ત, આરોપીઓની શોધખોળ
    Next Article
    હજુ છૂટાછવાયા ઝાપટાં પડવાની આગાહી‎:નવસારી જિલ્લામાં શુક્રવારે સરેરાશ અડધો ઇંચ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment