Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડો:રૂ. 44.40 લાખનો મુદ્દામાલ કબજે; 15,600 બોટલ દારૂ, ટ્રક અને 3 બાઈક જપ્ત, આરોપીઓની શોધખોળ

    1 day ago

    જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ વિસ્તારમાં પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 44.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દરોડા સમયે દારૂનો જથ્થો ઉતારીને અન્ય સ્થળે વેચાણ માટે મોકલવાની તૈયારી ચાલી રહી હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખની આગેવાનીમાં પોલીસ સ્ટાફ દારૂબંધી અને જુગારની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન એએસઆઈ સુરેશ આર. પરમાર અને અન્ય સ્ટાફને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, ધોરીયા નેસમાં રહેતા નાથા લાલા મોરી, રાજુ ઉર્ફે બાઠીયો મોરી અને તેમના સાથીઓએ વિદેશી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો હતો. તેઓ ટ્રકમાંથી દારૂ ઉતારીને પેકિંગ બદલી અન્ય સ્થળે વેચાણ માટે મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસના સરકારી અને ખાનગી વાહનોની લાઈટ જોઈને ત્યાં હાજર શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 15,600 ચપટી બોટલો (કિંમત રૂ. 23,40,000), એક ટ્રક (કિંમત રૂ. 20,00,000) અને ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ. 44,40,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ અશોક બાબુ ગાગીયાએ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એમ.એન. શેખે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં મુખ્ય આરોપી નાથા લાલા મોરી અને રાજુ ઉર્ફે બાઠીયો મોરી હજુ ફરાર છે. આ ઉપરાંત ટ્રકના ચાલક, ત્રણેય મોટરસાયકલના ચાલકો અને તપાસમાં સામે આવનારા અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ તમામની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Mamata Banerjee's Pick For Rejinagar Bypoll Withdraws Candidature, Day After Nandigram Blow
    Next Article
    પાટણના 5000થી વધુ પદયાત્રીઓ અંબાજી મેળા માટે નીકળશે:ભાદરવી પૂનમના મેળા માટે 'બોલ મારી અંબે'ના નાદ સાથે 21 સપ્ટેમ્બરથી પ્રયાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment