Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રશાસન સામે 5000 શિક્ષકો આકરા પાણીએ:20 કિમી દૂર વસ્તી ગણતરીની ફરજ સોંપાતા રોષ, તાકીદે સુધારો નહીં થાય તો કામગીરીના બહિષ્કારની  ચીમકી

    13 hours ago

    આગામી 1 જૂનથી દેશભરમાં શરૂ થઈ રહેલી વસ્તી ગણતરીની કામગીરી પૂર્વે જ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને શિક્ષકો વચ્ચે મોટો ગજગ્રાહ સામે આવ્યો છે. 'પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ સુરત મહાનગર' દ્વારા વસ્તી ગણતરી અધિકારી અને સુરત મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને શિક્ષકોની વ્યાજબી માંગણીઓ તાકીદે સંતોષવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મહાસંઘે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, તો તેઓ વસ્તી ગણતરીની કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે. તંત્રની અવ્યવસ્થા અને ઇંધણનો વ્યય વડાપ્રધાન દ્વારા ઇંધણનો વ્યય અટકાવવા અપીલ કરવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિક્ષકોને તેમના ઘર કે શાળાથી 10થી 20 કિલોમીટર દૂરના વિસ્તારો ફાળવવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશનનો વિસ્તાર ઓલપાડથી સચિન અને કામરેજથી ડુમસ સુધી ખૂબ જ વિશાળ છે. ઝોન પ્રમાણે તાલીમ રાખવાની રજૂઆત છતાં તંત્રએ બેદરકારી દાખવી છે.આ દૂરના અંતરના કારણે રોજ હજારો લીટર પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી વ્યય થશે, જે આર્થિક નુકસાનની સાથે પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચાડશે. માનસિક તણાવ અને બેવડી કામગીરીનું ભારણ સુરતના આશરે સાડા ચારથી પાંચ હજાર શિક્ષકો વસ્તી ગણતરીમાં જોડાયેલા છે. આમાંના મોટાભાગના શિક્ષકો BLO (Booth Level Officer) તરીકે પણ ફરજ બજાવે છે. સેક્ટર ઓફિસરો દ્વારા ડિજિટલ વર્ક માટે અને બીજી તરફ વસ્તી ગણતરીના બ્લોક માટે શિક્ષકો પર બન્ને બાજુથી માનસિક પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ઉનાળાના વેકેશનમાં પણ ઘણા શિક્ષકો ડ્રોપઆઉટ કામગીરીમાં રોકાયેલા હતા, જ્યારે BLO મિત્રોએ ૨૦૨૫નું દિવાળી વેકેશન પણ ગુમાવ્યું હતું. સતત કામગીરીના કારણે શિક્ષકો ભારે હતાશા અને માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે. મહાસંઘની મુખ્ય માંગણીઓ
    Click here to Read More
    Previous Article
    વેરાવળના મીઠાપુરમાં બહુવિધ આફતો માટે મોકડ્રિલ:ફાયર, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગોએ બચાવ કવાયત કરી
    Next Article
    બાલીસણામાં નિર્માણાધીન કંપનીમાંથી રૂ. 1.26 લાખની ચોરી:અજાણ્યા તસ્કરો કેબલ વાયર, સ્ટીલ પાઇપ અને બોલ્ટ ચોરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment