Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવ દિવાળીએ દ્વારકાધીશ મંદિર 5,000 કિલો ફૂલોથી મહેકશે:વડોદરાના 100થી ભક્તો દ્વારા ભવ્ય પુષ્પસજાવટ કરશે, 3 ટેમ્પામાં ભરીને 5 હજાર કિલો દેશી-વિદેશી ફૂલો દ્વારકા પહોંચાડ્યા, 50 બંગાળી કારીગરો પણ સેવામાં જોડાયા

    6 घंटे पहले

    દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણનીનગરી દ્વારકામાં આવેલા જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિરને વડોદરાના ભક્તો દ્વારા આશરે 5,000 કિલોગ્રામ રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે. ધર્મ, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાના અનોખા સંગમ સમાન આ આયોજન અંતર્ગત મંદિરને અદભુત પુષ્પસજાવટથી શણગારવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. વડોદરાના ભક્તોએ દેશનાં 12 જ્યોતિર્લિંગ અને ચારધામ સહિતનાં પવિત્ર તીર્થસ્થાનોમાં આવેલા મંદિરોને પુષ્પોથી શણગારવાની અનોખી સેવા શરૂ કરી છે. આ સંકલ્પ અંતર્ગત અત્યાર સુધી કેદારનાથ, અયોધ્યા, સોમનાથ, ઉજ્જૈનના મહાકાલેશ્વર, ત્ર્યંબકેશ્વર, અંબાજી અને નાગેશ્વર સહિત અનેક પવિત્ર ધામોમાં ભવ્ય પુષ્પસજાવટ કરવામાં આવી ચૂકી છે. હવે દેવ દિવાળીના અવસરે દ્વારકાધીશ મંદિરને પુષ્પોથી સજાવવાની સેવા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ધાર્મિક આયોજન વડોદરાના ભક્તો સ્વેજલભાઈ, સંદીપભાઈ, સંજયભાઈ, કૃતાર્થભાઈ અને આદિત્યભાઈના માર્ગદર્શન તથા સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ સેવા માટે આશરે 50 બંગાળી કારીગરો ઉપરાંત વડોદરાના 100થી વધુ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા છે. મંદિરની સજાવટ માટે ત્રણ ટેમ્પા ભરીને અંદાજે 5,000 કિલોગ્રામ ફૂલો દ્વારકા પહોંચાડવામાં આવ્યાં છે. પુષ્પસજાવટમાં કેસરી અને પીળા ગલગોટા ઉપરાંત ઓર્કિડ, એન્થુરિયમ, ડેઝી, સેવંતી, ગુલાબ, લીલી અને જીપ્સોફિલા સહિતનાં અનેક દેશી-વિદેશી ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. વિવિધ રંગો અને સુગંધ ધરાવતા આ ફૂલોથી મંદિરના ગર્ભગૃહ સહિતના વિવિધ ભાગોને આકર્ષક રીતે શણગારવામાં આવશે, જેના કારણે જગતમંદિરની સુંદરતામાં વિશેષ આકર્ષણ ઉમેરાશે. આજથી શરૂ કરવામાં આવેલી પુષ્પસજાવટની કામગીરી આવતીકાલે રાત્રે 11 વાગ્યા પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશનું જગતમંદિર હજારો કિલો ફૂલોની સુગંધ અને રંગબેરંગી શોભાથી ઝળહળી ઊઠશે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, દેવદિવાળીના પાવન પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિરનો ફૂલોથી અદભુત અને ભવ્ય શણગાર કરવામાં આવવાનો છે. મંદિર કમિટી, અમારા સૌ સાથી મિત્રો, સજાનંદ ગ્રુપ, લોટસ ગ્રુપના તમામ ભાઈઓ તેમજ વડોદરાના ભક્તોના સહયોગથી આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે. દેવદિવાળીના આ પવિત્ર અવસરે આખા મંદિરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અગાઉ કેદારનાથ, અંબાજી, સોમનાથ, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, ઓમકારેશ્વર અને અયોધ્યા મંદિરનો શણગાર કર્યા બાદ હવે દ્વારકા મંદિરનો ફૂલોથી ભવ્ય શણગાર કરવા માટે અમારી વિશેષ ટીમ વડોદરાથી આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં એરપોર્ટ પર પોલીસ 2 લોકોને ઢસડીને લઈ ગઈ:માતા ચીસો પાડતી રહી- મારી દીકરીને લઈ જઈ રહ્યા છે, વિઝા પુરા થઈ ગયા તો પણ અમેરિકામાં રહેવાનો આરોપ હતો
    Next Article
    અમદાવાદના વેપારી સાથે 19.77 લાખથી વધુની ઠગાઈ:યુ.કે.ના વર્ક વિઝા અપાવવાના બહાને વડોદરાના આર.કે. ઓવરસીસના સંચાલકે રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment