Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના વેપારી સાથે 19.77 લાખથી વધુની ઠગાઈ:યુ.કે.ના વર્ક વિઝા અપાવવાના બહાને વડોદરાના આર.કે. ઓવરસીસના સંચાલકે રૂપિયા પડાવ્યા

    6 hours ago

    વડોદરાના હરણી એરપોર્ટ રોડ સ્થિત 'આર.કે. ઓવરસીસ સર્વિસ'ના સંચાલક વિરુદ્ધ યુ.કે.ના વર્ક વિઝા અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી સિદ્ધાર્થ રુદ્રસિંહ વનાર અને તેમના મિત્ર ધવલભાઈ પટેલ સાથે રૂપિયા 19.77 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોધાઈ છે. મેડિકલ અને બાયોમેટ્રિક કરાવીને વિઝા આપ્યા નથી આર.કે. ઓવરસીસ સર્વિસના પ્રોપરાઈટર રાજેશ કુંતેએ ફરિયાદી, તેમની પત્ની દિપીકાબેન, મિત્ર ધવલભાઈ પટેલ અને તેમના પત્ની પ્રિયાબેન પટેલને યુ.કે.ના વર્ક વિઝા કરાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ પ્રક્રિયા હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂ. 20,47,000 અને ધવલભાઈ પટેલ પાસેથી રૂ. 13,29,800 મેળવી ત્રણેયના મેડિકલ અને બાયોમેટ્રિક પણ કરાવવામાં આવ્યા હતા, પરંતુ નિયત સમય વીતી જવા છતાં વિઝા આપવામાં આવ્યા નહોતા. ફોન સ્વીચ ઓફ કરી દીધો, 19.77 લાખથી પરત ના આપ્યા વારંવાર નાણાં પરત માંગતા આરોપીએ ફરિયાદીને અને ધવલભાઈને કેટલીક રકમ પરત આપી હતી, જ્યારે બાકીના ફરિયાદીના રૂ.17.45 અને ધવલભાઈના રૂ.2.32 મળી કુલ રૂ.19.77 લાખ પરત કર્યા નહોતા. હાલ નાણાંની ઉઘરાણી કરતા રાજેશ કુંતે ફોન ઉપાડવાનું બંધ કરી, ફોન સ્વીચ ઓફ કરી તેમજ ઓફિસ બંધ કરી જતા રહેતા ફરિયાદીએ આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    દેવ દિવાળીએ દ્વારકાધીશ મંદિર 5,000 કિલો ફૂલોથી મહેકશે:વડોદરાના 100થી ભક્તો દ્વારા ભવ્ય પુષ્પસજાવટ કરશે, 3 ટેમ્પામાં ભરીને 5 હજાર કિલો દેશી-વિદેશી ફૂલો દ્વારકા પહોંચાડ્યા, 50 બંગાળી કારીગરો પણ સેવામાં જોડાયા
    Next Article
    Trouble In Congress? Revanth Reddy's 'Dissenting MLAs Bitten By Mad Dogs' Remark Sparks Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment