Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં 500થી વધુ શિક્ષકોની વિશાળ રેલી:TET પરીક્ષા રદ કરવા સહિતની વિવિધ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    5 days ago

    ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગરમાં શિક્ષકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો. શહેર અને જિલ્લાના આશરે 500થી વધુ શિક્ષકો એકત્ર થઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની વ્યથા રજૂ કરી હતી. ‘વર્ષોની સેવા બાદ ફરીથી ટેટ પરીક્ષા આપવી પડે તે તર્કહીન અને અન્યાયી છે’ આ આંદોલનનું મુખ્ય કેન્દ્રબિંદુ સુપ્રીમ કોર્ટનો ટેટ (TET) પરીક્ષા ફરજિયાત બનાવવાનો નિર્ણય છે, મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને આ નિર્ણય અત્યંત અન્યાયી લાગી રહ્યો છે અમને જે તે સમયે નિર્ધારિત લાયકાતના ધોરણોને આધારે જ નિમણૂક આપવામાં આવી હતી. હવે વર્ષોની સેવા બાદ ફરીથી ટેટ પરીક્ષા આપવી પડે તે તર્કહીન અને અન્યાયી છે, શિક્ષક સંઘની મુખ્ય માંગણી એવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંસદના આગામી ચોમાસુ સત્રમાં વિશેષ ખરડો પસાર કરવામાં આવે અને 2010 પહેલાના શિક્ષકો માટે આ ટેટ પરીક્ષાની જોગવાઈ રદ કરવામાં આવે. શિક્ષકો અને તેમના પરિવારોમાં ભારે ચિંતાનું વાતાવરણ ગુજરાત રાજ્યના હજારો શિક્ષકો વર્ષોથી પોતાની ફરજ બજાવી રહ્યા છે આ શિક્ષકોની નિમણૂક જે તે સમયના ભરતી નિયમો અને પ્રક્રિયા મુજબ કરવામાં આવી હતી, અને તે સમયે TET પાસ કરવી ફરજિયાત નહોતી. જોકે, તાજેતરના કેટલાક નિર્ણયો અને વિકાસને કારણે આ શિક્ષકોના ભવિષ્ય સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે, જેને લઈને શિક્ષકો અને તેમના પરિવારોમાં ભારે ચિંતાનું વાતાવરણ છે. શિક્ષકોની આ માગણીઓ​ શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓમાં ​RTE કાયદો અને TET માર્ગદર્શિકાના અમલ પહેલાં જે શિક્ષકોની નિમણૂક થઈ છે, તેમને આ નિયમોની પાછલી અસરથી બાકાત રાખવા, ​વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોના રોજગારની સુરક્ષા પૂરી પાડવી, ​TETની આવશ્યકતાને કારણે કોઈ પણ શિક્ષકને રોજગાર, પગાર કે પેન્શન જેવા લાભોથી વંચિત ન રાખવા, ​રાજ્ય સરકાર, શિક્ષક સંગઠનો અને શિક્ષણ નિષ્ણાતો સાથે પરામર્શ કરીને માનવીય અભિગમ અપનાવવો સહિતની માગણીઓને લઈ રજુઆત કરવામાં આવી હતી. આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ શિક્ષક સંઘે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે, રાજ્ય સંઘની સૂચના મુજબ આગામી દિવસોમાં વિધાનસભા અને સંસદના સત્ર દરમિયાન રાજ્યભરમાં વિવિધ તબક્કે વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    SOGની રેડમાં નશાકારક દવાઓ મળી:નશાયુક્ત કોડીન સીરપ, ટ્રામાડોલ અને આલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપાયો, 91 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    નિવૃત્ત વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમાથી તિજોરી તોડી સોના-ચાંદી અને રોકડ સહિત 1.80 લાખની ચોરી, પાડોશીએ ખુલ્લો દરવાજો જોઈ જાણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment