Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 500 મહેસૂલી કર્મીઓ હડતાળ પર ઉતર્યા:8 જનસેવા કેન્દ્રો પર કામગીરી ઠપ, PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા

    एक दिन पहले

    સુરત જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે શહેરના તમામ 8 જનસેવા કેન્દ્રો પર કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. સૌથી ગંભીર સ્થિતિ પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) એડમિશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની થઈ છે. જનસેવા કેન્દ્રો પર કામગીરી બંધ આજે પ્રવેશ પ્રક્રિયાનો છેલ્લો દિવસ હોવા છતાં, છેલ્લા ચાર દિવસથી ધક્કા ખાતા વિદ્યાર્થીઓને નોન-ક્રિમિલેયર અને આવકના દાખલા મળી રહ્યા નથી. જનસેવા કેન્દ્રો પર કામગીરી બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને સામાન્ય અરજદારોને કોઈ પણ કામ વગર ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. કલેક્ટર અને મામલતદાર કચેરીઓમાં સરકારી કામ અટક્યા રાજ્ય સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ રહેતા આખરે કર્મચારી મંડળે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. આ હડતાળમાં સુરતના નાયબ મામલતદાર, ક્લાર્ક તેમજ તલાટી સહિત 500 જેટલા કર્મચારીઓ પેન ડાઉન કરી કામગીરીથી અળગા રહ્યા છે. આ બહિષ્કારને પગલે સુરત કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને તાલુકા મામલતદાર કચેરીઓમાં સામાન્ય પ્રજાના કામો ખોરવાઈ ગયા છે. આ ઉપરાંત ઈ-ધરા કેન્દ્રો, વારસાઈ નોંધ, જમીનના દસ્તાવેજો અને સિટી સરવે વિભાગની સેવાઓ અટકી જતાં સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સંતોષકારક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે કર્મચારી આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર દ્વારા તેમની લાંબા સમયની વાજબી માંગણીઓનો તાત્કાલિક અને સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે તો આ આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક બનાવાશે. કર્મચારીઓની ગેરહાજરીના કારણે વહીવટી તંત્ર પર કામગીરીનું ભારણ અતિશય વધી ગયું છે અને સરકારી કચેરીઓમાં ફાઈલોના ઢગલા ખડકાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર ડિવિઝનના લોકો પાયલટોએ ટ્રેક પરથી 3 સિંહોને બચાવ્યા:પીપાવાવ પોર્ટ રેલખંડ પર માલગાડી રોકી, રેલવે અને વન વિભાગના પ્રયાસોથી સુરક્ષા
    Next Article
    Mercedes, Parking Lot, Delhi 5-Star: Nagaland Woman Recounts Horror

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment