Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ્ટ હાઉસના બેડ પર 500-500ના બંડલનો ઢલગો કર્યો, VIDEO:બે યુવકને વિદેશ મોકવાના બહાને દિલ્હી બોલાવ્યાં; મહેસાણામાં પિતાને પિસ્તોલ બતાવી કબૂતરબાજો 64 લાખ લૂંટી ફરાર

    2 days ago

    મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે રૂ. 64 લાખમાં સોદો કર્યો હતો. દરમિયાન, એજન્ટે બંને યુવાનોને દિલ્હી બોલાવી લીધા બાદ વસઈ ગામની ડાભલા ચોકડી પરના ગેસ્ટ હાઉસમાં પોતાના માણસો મોકલી પિસ્તોલની અણીએ પરિવાર પાસેથી લાખોની લૂંટ ચલાવી કારમાં ભાગી છૂટ્યા હતા. વસઇ પોલીસે એજન્ટ અને રૂપિયાની લૂંટ કરનાર બે શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પૈસાની લેણદેણ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી ગેસ્ટહાઉસના બેડ પર રૂ. 500-500ના બંડલ ગણી રહ્યો છે. થોડીવારમાં પરિવારને પિસ્ટોલ બતાવી લૂંટ કરી હતી, જેના પણ સીસીટીવી સામે આવ્યાં છે. શું છે સમગ્ર ઘટના? વસાઈ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા ખેડૂત બળવંતસિંહ સતુજી ચાવડાને કોલેજ કરતા દીકરા સિદ્ધાર્થને વિદેશ મોકલવાની ઈચ્છા હતી. તેમના ગામના મુકેશ મોતીભાઈ વણઝારાનો દીકરો દોઢ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો ત્યારે બળવંતસિંહને નિલેશ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. બળવંતસિંહે નિલેશના નંબર ઉપર વ્હોટ્સએપ કોલથી વાત કરી પોતાના દીકરા અને અન્ય એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયા મોકલવા રૂ.64 લાખમાં નક્કી કર્યું હતું. જેને પગલે 18 એપ્રિલના રોજ નિલેશે ટિકિટ કરાવી સિદ્ધાર્થ અને મુકેશ વણઝારાને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે દિલ્હી બોલાવતાં બંને દિલ્હી જવા રવાના થયા હતા. એજન્ટે પૈસા તૈયાર રાખવાનું કહી બે શખ્સને મોકલ્યાં દરમિયાન 19 એપ્રિલે સવારે નિલેશે વ્હોટ્સએપ કોલ કરી તમારા દીકરા અને મુકેશને ઓસ્ટ્રેલિયા મોકલવાના છે, તમે પૈસા તૈયાર રાખો. મેં દિલ્હીથી મારા બે માણસોને મોકલી દીધા છે. તેમને તમારો નંબર આપ્યો છે તે આવીને તમને ફોન કરશે. આ વાત બાદ બપોરે બળવંતસિંહ ઉપર સાદો કોલ આવતાં નિલેશે મોકલેલા બે માણસોને તેઓ ગોઝારિયા લેવા ગયા હતા અને પોતાની ગાડીમાં બેસાડી ડાભલા ચાર રસ્તા પરના રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. આરોપીઓને ગેસ્ટ હાઉસ 64 લાખ રૂપિયા બતાવ્યાં તેમની સાથે વાત કરતાં તેમણે સિદ્ધાર્થ અને મુકેશને રાત્રે 1 વાગ્યાની દિલ્હીથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ છે, તમે પૈસા બતાવશો તો ઓસ્ટ્રેલિયા મોકલી આપીશું તેવું કહ્યું હતું. જેથી મુકેશ વણઝારાના ભાઈ ઈશ્વર વણઝારા અને બળવંતભાઈએ ઘરેથી રૂ.64 લાખ લઈ આવી, રાધે ગેસ્ટ હાઉસના રૂમમાં બેસીને બંને શખ્સને બતાવ્યા હતા. રાતના પૈસા લઈ બન્ને શખ્સો ફરાર, ગેસ્ટ હાઉસમાં બૂમાબૂમ રાત્રે સાહિલ વણઝારા પોતાના કાકાના દીકરા જગદીશ વણઝારા સાથે ગેસ્ટ હાઉસ આવ્યા હતા. ત્યારે રાત્રે 9 વાગ્યે બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા નીચેની હોટેલ પર જમીને પરત ગેસ્ટ હાઉસ જતા હતા, તે સમયે જ ગેસ્ટ હાઉસમાં રહેલા સાહીલે બૂમ પાડીને આ બંને લોકો પૈસા લઈ ગાડીમાં ભાગ્યા છે, તેમને પકડો એવું કહેતાંની સાથે જ બંને શખ્સો નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડીમાં બેસીને ડાભલા ચાર રસ્તા તરફ ભાગી છૂટયા હતા. લૂંટ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ગેસ્ટ હાઉસમાં રહેલા સાહિલ અને જગદીશે એજન્ટ નિલેશે મોકલેલા બંને માણસે પિસ્તોલ જેવું હથિયાર બતાવી, 64 લાખ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હોવાનું જણાવતાં બળવંતસિંહ ચાવડાએ વસઈ પોલીસ મથકમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટનો નંબર થાઇલેન્ડનો નીકળ્યો પોલીસની પ્રાથમિક તપાસમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ નડિયાદનો હોવાનું અને તે જે નંબર ઉપરથી બળવંતસિંહ અને મુકેશ વણઝારા સાથે વાત કરતો હતો તે નંબર ઇન્ટરનેશનલ થાઈલેન્ડનો હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલ મુકેશ વણઝારાને મલેશિયાથી ત્યાંની સરકાર દ્વારા ડિપોર્ટ કરાયો હતો અને ત્યારબાદ નિલેશ બ્રહ્મભટ્ટ તેને મેસેજ કરીને પોતે તેનું ઓસ્ટ્રેલિયા જવાનું કામ કરી દેશેનું કહેતો હતો. દાગીના વેચી અને સગાંવ્હાલાં પાસેથી લાવેલા રૂપિયા લૂંટાયા પુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં ઘરના દાગીના વેચીને અને સગાં-વ્હાલાં પાસેથી ભેગા કરેલા લાખો રૂપિયા લૂંટાતાં બંને પરિવારો હેબતાઈ ગયા હતા. નાસી છૂટેલા બંને શખ્સને પકડવા એલસીબીએ ચાર ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં મોકલી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ વોર્ડ 9માં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન:ધારાસભ્ય કિરીટ પટેલે દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી
    Next Article
    મોરબીમાં મંત્રી અમૃતિયાનો પૂર્વ પ્રમુખને આકરો જવાબ:'અખંડ દીવામાં હરામનું ઘી, બંદૂક લઈને આવો' નિવેદનથી રાજકારણ ગરમાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment