Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના પૌંઆનો દેશભરમાં ડંકો:દરરોજ 500 ટન ઉત્પાદન, 50 મિલોમાં હજારો લોકોને રોજગારી, વાર્ષિક 1000 કરોડનો ઉદ્યોગ; શરદ પૂનમ પર દૂધ-પૌંઆ ખાવાનું આયુર્વેદિક-વૈજ્ઞાનિક મહત્ત્વ

    7 hours ago

    દક્ષિણ ગુજરાતનું સમૃદ્ધ કૃષિ અને વેપારી મથક નવસારી તેની સાંસ્કૃતિક વિરાસત ઉપરાંત દેશભરમાં વિશિષ્ટ સ્વાદ ધરાવતા પૌંઆ માટે પણ જાણીતું છે. આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ (ચાંદની પડવા)ના પર્વે દૂધ-પૌંઆ આરોગવાની સદીઓ જૂની પરંપરા છે. નવસારીનો પૌંઆ ઉદ્યોગ અને શરદ પૂનમનું મહત્ત્વ એકબીજા સાથે અનોખી રીતે જોડાયેલાં છે. વાર્ષિક 1000 કરોડનો કારોબાર, હજારો લોકોને રોજગારી નવસારી જિલ્લામાં આશરે 35થી 50 પૌંઆ મિલો કાર્યરત છે. સ્થાનિક ઉત્પાદક કનૈયાલાલના જણાવ્યા અનુસાર, જિલ્લામાં દરરોજ આશરે 500 ટન પૌંઆનું ઉત્પાદન થાય છે. અહીંના ડાંગર અને ચોખાની ગુણવત્તાને કારણે પૌંઆનો સ્વાદ અને સોડમ વિશિષ્ટ હોય છે. નવસારીના પૌંઆની ખાસિયત તેની પરંપરાગત હેન્ડ પ્રોસેસ છે. મશીનરીના અતિશય ઉપયોગને બદલે હસ્તસંચાલિત પ્રક્રિયાને પ્રાધાન્ય અપાતાં પૌંઆનો સ્વાદ અને પોચાપણું જળવાઈ રહે છે. પ્રત્યેક મિલમાં 30થી વધુ લોકો સીધી રીતે રોજગારી મેળવે છે, જ્યારે પરિવહન, પેકેજિંગ અને વેચાણ સહિતની પ્રવૃત્તિઓમાં હજારો લોકો જોડાયેલા છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી પૌંઆની માંગ નવસારીમાં વાર્ષિક આશરે 1.50 લાખ ટન પૌંઆનું ઉત્પાદન થાય છે, જે મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશનાં વિવિધ બજારોમાં સપ્લાય કરવામાં આવે છે. પૌંઆની બાય-પ્રોડક્ટ્સ સાલ અને ફોતરાનો ઉપયોગ પશુઆહારમાં થાય છે. પૌંઆ અને તેની બાય-પ્રોડક્ટ્સ મળીને વાર્ષિક આશરે ₹1000 કરોડનું ટર્નઓવર ઊભું કરે છે. શરદ પૂનમે દૂધ-પૌંઆ આરોગવાનું આરોગ્યલક્ષી મહત્ત્વ ચોમાસાની વિદાય અને શરદ ઋતુના આગમન સમયે વાતાવરણમાં ગરમી અને ઠંડકનો મિશ્ર અનુભવ થાય છે. આ સમયગાળામાં શરીરમાં ગરમાટો વધવાથી એસિડિટી, અપચો અને ચામડીની સમસ્યાઓ થવાની શક્યતા રહે છે. ડાયટિશિયન કિન્નરી શેઠના જણાવ્યા અનુસાર, દૂધની કુદરતી ઠંડક અને પૌંઆનો સુપાચ્ય ગુણ શરીરને અનુકૂળ આહાર પૂરો પાડે છે. આયુર્વેદિક માન્યતા મુજબ, દૂધ-પૌંઆ પિત્ત દોષના શમન માટે ઉપયોગી માનવામાં આવે છે. ચાંદનીમાં દૂધ-પૌંઆ રાખવાની પરંપરા શરદ પૂનમની રાત્રે દૂધ, પૌંઆ અને સાકરનું મિશ્રણ તૈયાર કરીને ચાંદનીમાં રાખવાની પરંપરા છે. માન્યતા મુજબ, ચંદ્રના શીતળ કિરણો આ મિશ્રણને અમૃતતુલ્ય બનાવે છે અને તેનું સેવન આરોગ્ય માટે લાભદાયી છે. જોકે, ચંદ્રનાં કિરણોથી દૂધ-પૌંઆમાં ઔષધીય ગુણો વધે છે અથવા રોગપ્રતિકારક શક્તિમાં વિશેષ વધારો થાય છે, તેવા દાવાઓને સમર્થન આપતા મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. દૂધ-પૌંઆ તૈયાર કરતી વખતે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. શરદ પૂનમનું ધાર્મિક મહત્ત્વ - કોજાગરી પૂનમ અને મા લક્ષ્મીનું ભ્રમણ ધાર્મિક માન્યતા અનુસાર, શરદ પૂનમની રાત્રે મા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. આ પૂનમને 'કોજાગરી પૂનમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાત્રે જાગરણ કરીને મા લક્ષ્મીની પૂજા અને દૂધ-પૌંઆનો પ્રસાદ ધરાવવાની પરંપરા છે. ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા અને ગરબાની રમઝટ શરદ પૂનમની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા રચી હતી તેવી ધાર્મિક માન્યતા છે. આથી અનેક સ્થળોએ ખુલ્લા આકાશ નીચે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. ચાંદની રાતમાં ભક્તિભાવ સાથે રાસ-ગરબા રમવાની પરંપરા આ પર્વને વિશેષ બનાવે છે. નવસારીનો પૌંઆ ઉદ્યોગ અને શરદ પૂનમનો અનોખો સંગમ નવસારીનો પૌંઆ ઉદ્યોગ સ્થાનિક કૃષિ, પરંપરાગત ઉત્પાદન પદ્ધતિ અને હજારો પરિવારોની આજીવિકાનું પ્રતીક છે. બીજી તરફ, શરદ પૂનમના પર્વે દૂધ-પૌંઆ આરોગવાની પરંપરા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક શ્રદ્ધાને ઉજાગર કરે છે. આમ, નવસારીના પૌંઆનો અસલ સ્વાદ અને શરદ પૂનમની ચાંદની રાતનો મહિમા ગુજરાતની આગવી ઓળખને વધુ સમૃદ્ધ બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની બેઠક:સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓ હાજર રહ્યા, 27મીએ રાજકોટમાં રેલીની ચર્ચા
    Next Article
    Shardul Thakur Set To Miss Mumbai's Ranji Trophy Clash Against Haryana

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment