Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'મોદીજી, અમિત શાહને કંટ્રોલમાં રાખો', દીદી તાડુક્યાં, ટ્રમ્પ 500% ટેરિફના ઝટકાના મૂડમાં, નર્મદાનાં મંદિરમાંથી 40થી વધુ વાઘનાં ચામડાં મળ્યાં

    3 days ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ટીએમસી આઈટી સેલના હેડ પ્રતીક જૈનના ઘરે EDના દરોડાના રહ્યા. દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી બળજબરીથી ઘૂસી ગયા અને કેટલીક ફાઇલો લઈ ગયા. ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદી શકે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 📰 કાલના મોટા સમાચારો 1. મમતા બોલ્યા- મોદી જી... અમિત શાહને કંટ્રોલમાં રાખો:TMCના IT સેલ ઇન્ચાર્જના ઘર-ઓફિસ પર EDના દરોડા; એક્શન વચ્ચે ફાઈલ લઈને નીકળી ગયા દીદી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કથિત કોલસા તસ્કરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા દરમિયાન અવરોધ ઉભો કર્યો. તેઓ કોલકાતામાં પોલિટિકલ કન્સલ્ટન્ટ ફર્મ I-PACના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસ્યા અને પોતાની સાથે ઘણા ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ભારત પર લાગશે 500% ટ્રમ્પ ટેરિફ?:આવતા અઠવાડિયે US સંસદમાં મતદાન, રશિયા પર 500% ટેરિફવાળા બિલને ટ્રમ્પની લીલીઝંડી; હવે ભારત, ચીન પર નિશાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો સંબંધિત એક બિલને મંજૂરી આપી દીધી છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, આ બિલમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% સુધી ટેરિફ લગાવવાની જોગવાઈ છે. રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામએ જણાવ્યું હતું કે બુધવારે વ્હાઇટ હાઉસમાં તેમની ટ્રમ્પ સાથે મુલાકાત થઈ, જેમાં રાષ્ટ્રપતિએ બિલને લીલી ઝંડી આપી દીધી. આ બિલ છેલ્લા ઘણા મહિનાઓથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. એને આવતા અઠવાડિયે સંસદમાં વોટિંગ માટે લાવવામાં આવી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. સુપ્રીમ કોર્ટે કહ્યું, કૂતરાં માનવના ડરને ઓળખે છે એટલે કરડે:દેશમાં માત્ર 5 સરકારી શેલ્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર સુપ્રીમ કોર્ટ રખડતાં કૂતરાં સંબંધિત કેસોની સુનાવણી કરી રહી છે. કોર્ટે કૂતરાંના વર્તનની ચર્ચા કરી. જસ્ટિસ નાથે કહ્યું, કૂતરાં માનવના ડરને અનુભવે છે અને તેથી કરડે છે. એક વકીલે (કૂતરાંની તરફેણમાં) આ વાતનો ઇનકાર કર્યો. પછી જસ્ટિસે જવાબ આપ્યો, "માથું હલાવો નહીં, હું મારા પર્સનલ અનુભવથી બોલી રહ્યો છું." અરજદારના વકીલે કહ્યું- રાજ્યોએ ડેટા આપ્યો છે, એમાંથી કોઈએ એવું દર્શાવ્યું નથી કે નગરપાલિકાઓ અથવા સરકારો દ્વારા કેટલાં શેલ્ટર ચલાવવામાં આવે છે. દેશમાં ફક્ત પાંચ સરકારી શેલ્ટર છે. આમાં દરેકમાં 100 કૂતરાં રાખી શકાય છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ચાંદીના ભાવ ઊંધા માથે પટકાયા:ઓલટાઇમ હાઇ થયા પછી આજે કડાકો, એક કિલોના ₹2.36 લાખ, સોનું પણ સસ્તું થયું; જાણો તમારા શહેરના ભાવ સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 8 જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,232 રૂપિયા ઘટીને 1,35,443 રૂપિયા પર આવી ગયો છે. આ પહેલાં એ 1,36,675 રૂપિયા પર હતો. 1 કિલો ચાંદીની કિંમત 12,225 રૂપિયા ઓછી થઈને 2,35,775 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગઈકાલે એ 2,48,000 રૂપિયા પર હતી, જે તેની ઓલટાઈમ હાઈ પણ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બહાર:ટેસ્ટિક્યુલર ટોર્સનની સર્જરી થઈ, T20 વર્લ્ડકપની ટીમમાં પણ સામેલ છે; ભારતને મોટો ઝટકો? એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતને ચેમ્પિયન બનાવનાર તિલક વર્માની સર્જરી થઈ છે. PTIના રિપોર્ટ અનુસાર, તિલક ન્યૂઝીલેન્ડ સામે રમાનારી પાંચ મેચની ટી-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે, જે 21 જાન્યુઆરીથી શરૂ થશે. જોકે, આ મામલે BCCIએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. એશિયા કપ ફાઇનલમાં તિલકે અણનમ 69 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની ઈજાને ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. વર્લ્ડ કપની શરૂઆતની એક-બે મેચમાં પણ તેના રમવા પર શંકા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા:મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળ્યાં; ગુજરાતમાં પ્રથમ ઘટના નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. મંદિરના જૂના મકાનમાંથી દુર્ગંધ આવતા વનવિભાગને જાણ કરાઈ રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. રાજપીપલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. PM મોદી-જર્મન ચાન્સેલરની ગુજરાત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ:11મીએ ગાંધી આશ્રમની મુલાકાત, 12મીએ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે, પોલીસ અધિકારીઓનું સ્થળ નિરિક્ષણ આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મન ચાન્સેલરની ગુજરાત મુલાકાતને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર અમદાવાદમાં ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લેવાના છે. બે દિવસની બંને મહાનુભાવોની મુલાકાતને લઈને આજથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જર્મન ચાન્સેલર અમદાવાદ ખાતે આવેલી ITC નર્મદા હોટેલ ખાતે રોકાય તેવી સંભાવના છે. પોલીસ કમિશનર જી.એસ મલિક, સેક્ટર 1 JCP નીરજ બડગુજર, જેસીપી એન.એન ચૌધરી, ડીસીપી ઝોન 1 હર્ષદ પટેલ, ડીસીપી ભાવના પટેલ સહિતના અધિકારીઓએ રિવરફ્રન્ટ, મેટ્રો સ્ટેશન, ગાંધી આશ્રમની મુલાકાત લઈ સુરક્ષા અંગેનું નિરીક્ષણ કર્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ: ભારતની વસ્તી ગણતરી 2027નું શેડ્યુલ જાહેર:પ્રથમ તબક્કો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી રહેશે, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો ) 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં અધિકારીએ કારમાં સવાર મહિલાને ગોળી મારી, મોત:ટ્રમ્પે કહ્યું- આ ભયાનક, પરંતુ અધિકારીનો બચાવ કર્યો; વિસ્તારમાં પ્રદર્શનો શરૂ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ: બેંગલુરુ-વિજયવાડા એક્સપ્રેસવે પર 24 કલાકમાં 29 કિમી રોડ બન્યો:10,675 મેટ્રિક ટન ડામર પાથરવામાં આવ્યો; NHAIએ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ: બાંગ્લાદેશને JF-17 ફાઇટર જેટ વેચવાની તૈયારીમાં પાકિસ્તાન:ચીન સાથે મળીને બનાવ્યું; ઇસ્લામાબાદમાં બંને દેશોના એરફોર્સ ચીફે વાતચીત કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ: પુત્રે પિતા પહેલાં દુનિયા ન છોડવી જોઈએ:અગ્નિવેશના નિધનથી ભાંગી પડ્યા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ, ટ્વીટ કર્યુંઃ તે મારી દુનિયા હતો; કમાણીના 75% હિસ્સાનું દાન કરશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ: સરફરાઝ લિસ્ટ-Aમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટર બન્યો:20 બોલમાં 62 રન બનાવ્યા; VHTમાં સૌરાષ્ટ્ર આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ, બરોડા થોડાક માટે ચૂકી ગઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ: ઈશ્વરનું સંરક્ષણ હોવા છતાં પાંડવોને કષ્ટ કેમ પડ્યું?:બાણ શય્યા પરથી ભીષ્મ પિતામહે પાંડવોને આપ્યો જીવનનો બોધપાઠ, આજના સમયમાં પણ એટલું જ સુસંગત (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જાપાનમાં 243 કિલોની માછલી 29 કરોડ રૂપિયામાં વેચાઈ જાપાનમાં 243 કિલોગ્રામ વજન ધરાવતી બ્લુફિન ટુના માછલી ₹29 કરોડમાં વેચાઈ હતી. જાપાનમાં "ટુના કિંગ" તરીકે ઓળખાતા પ્રખ્યાત કિયોમુરા કોર્પોરેશનના માલિક કિયોશી કિયોમુરાએ તેને ખરીદી હતી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:સ્કીઇંગ શું છે, જેમાં વેદાંતાના ચેરમેનના પુત્રએ જીવ ગુમાવ્યો; અનિલ અગ્રવાલની હજારો કરોડની સંપત્તિનું શું થશે? 2. 'યુવતી સમજીને લઈ જાય, પણ નીકળે ટ્રાન્સજેન્ડર!':થાઇલેન્ડમાં રેસ્ટોરન્ટ ચલાવતા ગુજરાતીએ જણાવી નાઇટ લાઇફની ડાર્ક સાઇડ, એક ડીલ જેલ કે હોસ્પિટલ પહોંચાડી શકે છે 3. ‘તૂ મેરે સાથ નહીં આઈ, તો ઇસકા અંજામ દેખેગી’:કરિશ્માને પામવા ચાલુ બાઇકે પતિનું ગળું વેતરી નાખ્યું, આંતરધર્મીય લગ્નનો લોહિયાળ અંત 4. મંત્રી મનસુખ માંડવિયા ભયાનક ટ્રોલ થયા:વાંચીને બોલવામાં પણ લોચા પડ્યા, નેતાઓએ મજા લીધી, રાજકોટ પાસે અચાનક ટોલનાકું પ્રગટ થતાં સાહેબોની ફજેતી! 5. જાપાનમાં રેકોર્ડબ્રેક 29 કરોડમાં વેચાઈ માછલી:બ્લૂફિન ટૂનામાં આખરે એવું શું ખાસ છે; આને જાળી નાખીને કેમ પકડી શકાતી નથી 6. બ્લેકબોર્ડ: હત્યારા બાપને ફાંસી અપાવીને આત્મહત્યા કરીશ:કહેતા હતા બ્રાહ્મણ થઈને નીચ સાથે લગ્ન કેમ કર્યા, પતિને ગોળી મારીને બોલ્યા- હવે હું બહુ ખુશ છું 7. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા, પ.બંગાળ સુધી અસર:લોકોએ કહ્યું, બંગાળ બાંગ્લાદેશનું ડુપ્લિકેટ બની રહ્યું છે, દીદીની પોલીસ જિહાદી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કર્ક રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે, સિંહ રાશિના લોકોના પારિવારિક મુદ્દાઓનું નિરાકરણ નક્કી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Delhi’s private schools have challenged fee-fixing law. Here’s why
    Next Article
    વિદ્યાર્થીઓને વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ:સીબીએસઇના વિદ્યાર્થીઓ હવે 23 ભાષાનાં પુસ્તક નેશનલ ઈ-લાઈબ્રેરી થકી વાંચી શકશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment