Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના ઘનશ્યામપુર નજીકથી 500 લીટર દેશી દારૂ ઝડપાયો:ઇકો ગાડી સાથે 3 ઝડપાયા, 4 લાખનો મુદ્દામાલ કબજે, 1ની શોધખોળ

    8 hours ago

    હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ નજીકથી પોલીસે 500 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ઇકો ગાડી સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. હળવદ તાલુકા પોલીસની ટીમ ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન GJ 13 AM 4027 નંબરની એક ઇકો ગાડી શંકાસ્પદ રીતે પસાર થતાં તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને 3 લાખ રૂપિયાની ઇકો ગાડી મળીને કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં ફિરોજ ફતેહખાન મકરાણી (ઉં.વ. 29), આસિફ મનસુરભાઈ મીર (ઉં.વ. 47) અને અફઝલ અલારખાભાઈ મકરાણી (ઉં.વ. 31)ની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય ધાંગધ્રાના કબ્રસ્તાન પાસે રહે છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, આ દારૂનો જથ્થો ચોટીલા તાલુકાના ખાટડી ગામના શિવરાજભાઈ ગભરૂભાઈ કાઠી દરબારે ભરી આપ્યો હતો. ફિરોજની ગાડીમાં આસિફ અને અફઝલ દારૂનો જથ્થો લઈને હળવદ થઈને ધાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. હળવદ પોલીસે ગુનો નોંધીને શિવરાજભાઈ કાઠી દરબારને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'સલમાન નશામાં હતો, મને ગાળો આપી હતી':સુભાષ ઘાઈએ જણાવ્યું- ઝઘડા પછી સલીમ ખાને સલમાનને માફી માંગવા મોકલ્યો હતો
    Next Article
    અમદાવાદમાં 4 હજારથી વધુ ઉમેદવારોની NEET-PGની પરીક્ષા:આ વખતે 200 પ્રશ્નની જગ્યાએ 180 પ્રશ્ન અને સમય 3.30 કલાક, ઉમેદવારે કહ્યું-'પેપર લીક થવાનો ડર નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment