Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 4 હજારથી વધુ ઉમેદવારોની NEET-PGની પરીક્ષા:આ વખતે 200 પ્રશ્નની જગ્યાએ 180 પ્રશ્ન અને સમય 3.30 કલાક, ઉમેદવારે કહ્યું-'પેપર લીક થવાનો ડર નથી'

    8 hours ago

    દેશભરના મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે મહત્વની ગણાતી NEET-PG 2026ની પરીક્ષા યોજાઈ રહી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા આ પરીક્ષા દેશભરમાં એક જ શિફ્ટમાં લેવામાં આવી છે. આ વર્ષે પરીક્ષામાં અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ 200 પ્રશ્નોની જગ્યાએ હવે 180 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય 3 કલાક 30 મિનિટ રાખવાના આવ્યો છે. જે સવારે 9થી શરૂ થયું છે અને બપોરે 12.30 વાગ્યા સુધી ચાલશે. દેશભરમાં 2,73,183 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમદાવાદમાં પરીક્ષા માટે 16 સેન્ટર અમદાવાદમાં NEET PGની પરીક્ષા માટે 16 સેન્ટર પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક સેન્ટર પર 100થી 250 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી અમદાવાદના 16 સેન્ટર પર અંદાજે 4 હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. વહેલી સવારથી ઉમેદવારોની સાથે સાથે વાલીઓ પણ સેન્ટર પર પહોંચી ગયા હતા. સરખેજ વિસ્તારમાં એલ.જે યુનિવર્સિટી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તમામ ઉમેદવારના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરી સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો છે. બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ અપાયો હતો પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ અને ડમી ઉમેદવારોને રોકવા માટે આ વખતે સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક કરવામાં આવી છે. આધાર આધારિત ઓથેન્ટિકેશન તથા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવ્યું છે. ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિકેશન ન થઈ શકે તેવી સ્થિતિમાં આઇરિસ આધારિત ચકાસણીનો પણ ઉપયોગ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની ઓળખની કડક ચકાસણી કર્યા બાદ અસલ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. પેપર લીક થવાનો ડર નથી: ઉમેદવાર ઉમેદવાર પ્રજાપતિ મનને જણાવ્યું હતું કે, પરીક્ષાને લઈ તૈયારીઓ તો ખૂબ સારી રીતે કરી છે. પરંતુ હવે આજે કેવું પેપર પુછાય છે તે જોવાનું છે. તેમજ પેપર લીક ન થાય તે માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી હોવાથી પેપરલીક થવાનો ડર નથી. છતાં પણ જો પેપર લીક થાય તો કઈ કહી શકતા નથી. 15 હજાર ઉમેદવારોની પરીક્ષા રાજ્યભરના 50 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં ગયા વર્ષે 13,900 ઉમેદવારો હતા જ્યારે આ વર્ષે 15 હજારથી વધુ ઉમેદવારો નોંધાયા છે. આ વર્ષે ઉમેદવારોને 180 MCQ પ્રશ્ન આપવામાં આવ્યા છે. દરેક સાચા જવાબ માટે 4 માર્ક્સ અપાશે અને ખોટા જવાબ માટે 1 માર્ક્સ કપાશે. પ્રશ્નપત્ર કુલ 720 માર્ક્સનું રહેવાનું છે. પેપર પાંચ વિભાગમાં છે જેમાં દરેક વિભાગમાં 36 પ્રશ્ન માટે 42 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હળવદના ઘનશ્યામપુર નજીકથી 500 લીટર દેશી દારૂ ઝડપાયો:ઇકો ગાડી સાથે 3 ઝડપાયા, 4 લાખનો મુદ્દામાલ કબજે, 1ની શોધખોળ
    Next Article
    Karnataka IAS Officer Gyanendra Kumar Gangwar Detained In Exam Scam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment