Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    50 વર્ષ જુનું મકાન તુટતા મહિલા નવચંડી બની: VIDEO:હું આશ્રમના નહીં જાઉ, અમારી જગ્યા જોઈએ' પોલીસે પરિવારને ટીંગાટોળી કરીને બહાર ખસેડ્યા; મંદિર સહિતનું દબાણ હટાવ્યું

    5 days ago

    નવસારીના લુંસીકુઈ વિસ્તારમાં આવેલી જજીસ કોલોનીમાં માર્ગ અને મકાન વિભાગ (RB), નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પરના દબાણ હેઠળ 50 વર્ષ જૂના એક મકાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત પરિવારે ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના કારણે પોલીસ અને પરિવાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આવાસની વ્યવસ્થા થશે પછી જ મકાન ખાલી થશે રાઠોડ પરિવાર છેલ્લા અડધા સૈકાથી આ મકાનમાં વસવાટ કરતો હતો. દબાણ હટાવવા ટીમ પહોંચતા પરિવારે માંગ કરી હતી કે, તેમને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આપવામાં આવે, ત્યારબાદ જ તેઓ મકાન ખાલી કરશે. પરિવારે જણાવ્યું હતું કે તેઓ 50 વર્ષથી અહીં રહે છે અને વૈકલ્પિક વ્યવસ્થા વગર તેઓ ક્યાં જશે. એક કલાક સુધી શાબ્દિક ઘર્ષણ ચાલ્યું પરિવાર પોતાની માંગ પર અડગ રહેતા તંત્ર અને સ્થાનિકો વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું. અધિકારીઓ અને પરિવારના સભ્યો વચ્ચે લગભગ એક કલાક સુધી શાબ્દિક ઘર્ષણ ચાલ્યું હતું. પરિસ્થિતિ થાળે ન પડતા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા પરિવારના સભ્યોને ટીંગાટોળી કરીને ઘરની બહાર ખસેડ્યા હતા. પરિવારને દૂર કર્યા બાદ, તંત્ર દ્વારા જેસીબીની મદદથી મકાન પરનું દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. 'મામાદેવનું મંદિર' પણ ડિમોલિશન ઝુંબેશની ઝપેટમાં તોડી પાડવામાં આવેલા આ મકાનની અંદર પરિવાર દ્વારા વર્ષો જૂનું 'મામાદેવનું મંદિર' પણ બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોની આસ્થા સાથે જોડાયેલું આ ધાર્મિક સ્થાન પણ તંત્રની ડિમોલિશન ઝુંબેશની ઝપેટમાં આવી ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં નકલી પોલીસનો આતંક:ખૂલ્લા પટ્ટમાં શું કરો છો?, પોલીસ સ્ટેશને માર ન ખાવો હોય તો રૂ.50 હજાર આપવા પડશે તેવી ધમકી આપી
    Next Article
    ભરૂચની 700 વર્ષ જૂની જુમ્મા મસ્જિદ વિવાદમાં:સંત સમિતિ-ચક્રધર સ્વામીના અનુયાયીઓએ 35,000 લોકોની સહી સાથેનું આવેદન આપ્યું, 4 માર્ચના વીડિયો વાઈરલ બાદ માહોલ ગરમાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment