Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 50 MSMEsને ‘Top 50 SMEs’ એવોર્ડથી સન્માનિત:India SME Forum દ્વારા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન

    1 day ago

    અમદાવાદ: India SME Forum દ્વારા Axis Bankના સહયોગથી આયોજિત ‘Top 50 SMEs of Gujarat’ એવોર્ડ્સ સમારોહમાં ગુજરાતના 50 અગ્રણી MSMEsને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ રાજ્યના MSME ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આ એવોર્ડ્સ માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર MSMEsની પસંદગી પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. સન્માનિત સંસ્થાઓને તેમની કામગીરીને વધુ વિસ્તૃત કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસની નવી તકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત સરકારના નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલ, MSME કમિશનર ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે (IAS), ઉદ્યોગોના સંયુક્ત કમિશનર આર.ડી. બરહટ્ટ અને કે.પી. ડેર, એક્સિસ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મુનિશ શારદા, India SME Forumના ચેરમેન પ્રહલાદ કક્કર અને પ્રેસિડેન્ટ વિનોદ કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ કમલેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ગુજરાતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં MSME ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. નાના અને મધ્યમ ઉદ્યોગો રાજ્યના વિકાસમાં સતત યોગદાન આપી રહ્યા છે અને આવી પહેલો ઉદ્યોગસાહસિકોને નવી પ્રેરણા આપે છે.” India SME Forumના પ્રેસિડેન્ટ શ્રી વિનોદ કુમારે જણાવ્યું હતું કે, “ગુજરાતના MSMEs તેમની નવીનતા અને મજબૂત વ્યવસાયિક દૃષ્ટિકોણ માટે દેશભરમાં આગવું સ્થાન ધરાવે છે. ‘Top 50 SMEs of Gujarat’ દ્વારા અમે તેમની સફળતાની ઉજવણી સાથે તેમને વૈશ્વિક સ્તરે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ.” આ એવોર્ડ્સ સમારોહથી ગુજરાતના MSMEsની સફળતાને વ્યાપક મંચ મળ્યો છે. આનાથી રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગોને નવીનતા, વિસ્તરણ અને વૈશ્વિક બજારમાં પ્રવેશ માટે વધુ પ્રેરણા મળવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો કાર્યક્રમ:શિક્ષણના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ મજબૂત કરાયો
    Next Article
    Himachal Assembly Adjourned Within 10 Minutes Over Vande Mataram Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment