Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    50 લાખથી વધુ રૂપિયાના હીરા બચાવ્યા:સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ACમાં શોર્ટ સર્કિટથી આગ, BA સેટ પહેરી લાશ્કરો ધુમાડા વચ્ચે ઘૂસ્યા; મોટી જાનહાનિ ટળી

    5 days ago

    સુરતના હીરા ઉદ્યોગના ગઢ ગણાતા કતારગામ વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. કતારગામ ગોટાલાવાડી પાસે એપાર્ટમેન્ટમાં આવેલા હીરાના કારખાનાની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં આ બનાવ બન્યો હતો. જોતજોતામાં આખા યુનિટમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે બ્રિધિંગ એપેરેટસ સેટ પહેરી ધુમાડા વચ્ચે ઘૂસીને આગ કાબૂમાં લેવાની સાથે 50 લાખથી વધુ રૂપિયાની કિંમતના હીરા અને કિંમતી સામાનને બચાવી લીધો હતો. એસીમાં શોર્ટ સર્કિટ થયું અને ઓફિસ ધુમાડાથી ભરાઈ ગઈ ફાયર વિભાગ પાસેથી મળેલી વિગતો અનુસાર, કતારગામ ગોટાલાવાડી ખાતે કેસર બા માર્કેટ પાસે આવેલા ગંગોત્રી ટાવરમાં હીરાનું કારખાનું આવેલું છે. અહીં આવેલી મુખ્ય ઓફિસમાં ચાલુ એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી ઓફિસમાં ઝેરી અને કાળો ધુમાડો ભરાઈ ગયો હતો. અંદર કામ કરી રહેલા રત્નકલાકારો અને કર્મચારીઓમાં નાસભાગ અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો BA સેટ પહેરી જવાનો ધુમાડામાં પ્રવેશ્યા, પોણો કલાકમાં આગ કાબૂમાં લીધી ઘટનાની જાણ થતાં જ ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનની 5 ગાડીઓ સાથે ફાયર લાશ્કરોનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઓફિસમાં ધુમાડો એટલો પ્રચંડ હતો કે અંદર કંઈ પણ દેખાવું મુશ્કેલ હતું. જેથી ફાયર જવાનોએ તાત્કાલિક સ્પેશિયલ બીએ સેટ પહેરીને ધુમાડાથી ભરેલી ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો. એક તરફ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું, જ્યારે બીજી તરફ હીરા સહિતના કિંમતી સામાનને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આશરે 45 મિનિટની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. કરોડોના હીરા બચ્યા, ફર્નિચર-કમ્પ્યુટર સહિતનો સામાન ખાખ ફાયર ફાઈટરોની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે કારખાનામાં રાખેલા 50 લાખથી વધુ રૂપિયાની કિંમતના અસલ હીરા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા, જેનાથી કારખાનેદારને થનારું મોટું આર્થિક નુકસાન ટળી ગયું હતું. જોકે, આગની ઝપેટમાં આવી જવાથી ઓફિસમાં રહેલા કબાટ, એસી, પંખા, ટેબલ, ખુરશી, કમ્પ્યુટર, સીપીયુ અને ઈલેક્ટ્રિક વાયરિંગ સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર ટીમના સમયસરના પગલાંને કારણે આગ બાજુના કારખાનાઓમાં ફેલાઈ ન હતી તેમજ કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મેડિસિનનું નોબેલ 3 વૈજ્ઞાનિકોને મળ્યું:પ્રકાશથી મગજની નસોને નિયંત્રિત કરવાની રીત શોધી
    Next Article
    'મતદાનનો અધિકાર ગંભીર જોખમમાં છે':'સામાન્ય માણસ સહિતના નાગરિકને યાદીમાંથી બહાર કરી દેવા, જેથી સરકાર જે ઇચ્છે છે તે મેળવી શકે', રાજકોટમાં SCના પૂર્વ જસ્ટિસનું નિવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment