Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા ક્રાઈમ અપડેટ:બામણા ત્રણ રસ્તા નજીક દારૂની 50 પેટી સાથે 5 ઝડપાયા, 5 ફરાર; છ વર્ષથી નાસતો ફરતો આરોપી સાણંદથી પકડાયો

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં LCBની ટીમે પ્રોહિબિશન અને નાસતા ફરતા આરોપીઓ સામે બે અલગ-અલગ કાર્યવાહી કરી છે. હિંમતનગરના ગાંભોઈ નજીક બામણા ત્રણ રસ્તા પરથી ત્રણ કારમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરની 50 પેટી સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓ ફરાર છે. બીજી કાર્યવાહીમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને સાણંદના છારોડી ગામ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. બામણા ત્રણ રસ્તા પરથી ત્રણ કાર ઝડપી, પાંચ આરોપીઓ ઝડપાયા સાબરકાંઠા LCBની ટીમ શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ગાંભોઈ બ્રિજ નજીક બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી બે સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ ભરવામાં આવ્યો છે અને આગળ મારૂતિ ઇકો કાર પાયલોટિંગ કરી રહી છે. બાતમીના આધારે પોલીસે ભિલોડા-ગાંભોઈ રોડ પર બામણા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી. ત્રણેય કાર આવતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ યુ-ટર્ન મારી કાર ભગાવી હતી. પોલીસે પીછો કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રણ ઇસમો નાસી છૂટ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેય કારમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 50 પેટી તથા 1,824 બોટલ-ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.5,39,643 છે. ત્રણ કાર રૂ.8.50 લાખ અને ત્રણ મોબાઇલ રૂ.30 હજાર મળી કુલ રૂ.14,19,643નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કારની ડેકીમાંથી અન્ય નંબરની બે નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે નરસીંહભાઇ અરવિંદભાઇ નીનામા, જીજ્ઞેશભાઇ મહેન્દ્રભાઇ ડામોર, જીતેન્દ્રભાઇ દરજીભાઇ ડામોર, જગદીશભાઇ દીનેશભાઇ ડામોર અને દીનેશ પન્નાલાલ ડામોરને ઝડપી પાડ્યા છે. આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કુલ 10 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છ વર્ષથી ફરાર પ્રોહિબિશનના આરોપીને છારોડીથી ઝડપી પાડ્યો બીજી કાર્યવાહીમાં સાબરકાંઠા LCBની ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર રાજસ્થાનના ઉદયપુરના સરાડાનો રહેવાસી 31 વર્ષીય આરોપી કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડને સાણંદના છારોડી ગામ નજીકથી ઝડપી પાડ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા અને પેરોલ-ફર્લો ફરાર આરોપીઓને ઝડપી પાડવા મળેલી સૂચના અંતર્ગત LCB PI ડી.સી. સાકરીયાના માર્ગદર્શન અને PSI વી.આર. ચૌહાણની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમ છારોડી ગામ નજીક પહોંચી હતી. વિવિધ કંપનીઓમાં ટ્રકની તપાસ દરમિયાન GJ-15-AZ-0797 નંબરનો ટ્રક મળી આવ્યો હતો. ટ્રકમાં સૂતેલી હાલતમાં મળેલા વ્યક્તિની પૂછપરછ કરતા તેની ઓળખ કમલસિંહ રાઠોડ તરીકે થઈ હતી. ગુનાની વિગતોની ચકાસણી કરતાં તે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું હતું. જેથી 26 સપ્ટેમ્બર 2026ના રોજ BNSSની કલમ 35(1)(J) હેઠળ તેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    કાલોલમાં રખડતા શ્વાને 30થી વધુ લોકોને બચકાં ભર્યા:શહેર અને આસપાસના ગામોમાં ભયનો માહોલ, 12 ગંભીર ઈજાગ્રસ્ત ગોધરા સિવિલમાં દાખલ
    Next Article
    માનકુવામાં જુગારધામ પર LCBનો દરોડો:₹1.68 લાખ રોકડ અને મોબાઈલ સાથે 6 શખ્સ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment