Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર મહિને પગાર આવતાં જ પૂરો થઈ જાય છે?:50-30-20ના નિયમથી પૈસા બચાવો, નિષ્ણાત પાસેથી જાણો ટૂંકી આવકમાં બે પાંદડે થવાનું રહસ્ય

    1 day ago

    દુનિયાના મોટાભાગના લોકોનો પગાર એકાઉન્ટમાં આવ્યાના 10 દિવસની અંદર જ ખર્ચ થઈ જાય છે. ઘરનું ભાડું, EMI, બાળકોની ફી, કરિયાણું, વીજળી-પાણી અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ. દર મહિને એક જ પ્રશ્ન હોય છે કે બચત કેવી રીતે કરું? ઘણા લોકો તેને પોતાની ઓછી આવકની મજબૂરી માની લે છે, જ્યારે વાસ્તવિક સમસ્યા ઓછી આવક નહીં, પરંતુ પ્લાનિંગનો અભાવ છે. ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ માને છે કે, કમાણી ઓછી હોય કે વધારે, જો ખર્ચનું માળખું નક્કી કરવામાં આવ્યું નથી, તો ક્યારેય બચત કરી શકશો નહીં. આ માટે ફાઇનાન્શિયલ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી 50-30-20 નો નિયમ જણાવે છે. આ કોઈ કડક નિયમ નથી. આ એક એવી રીત છે, જેનાથી તમે તમારા પૈસાને પહેલેથી જ સાચી દિશા આપી શકો છો. તેથી આજે 'તમારા પૈસા' કોલમમાં જાણીશું કે, શું ઓછી સેલરીમાં બચત કરી શકાય છે. સાથે જ જાણીશું કે- પ્રશ્ન- બચતનો 50-30-20 નો નિયમ શું છે? જવાબ- 50-30-20 નિયમનો અર્થ છે કે તમારી આવકને 3 ભાગમાં વહેંચી દો. 50%- જરૂરિયાતો- એવા ખર્ચ, જેને ટાળી શકાય નહીં. 30%- ઈચ્છાઓ- એવા ખર્ચ, જે જીવનને સરળ અથવા મનોરંજક બનાવે છે, પરંતુ જરૂરી નથી હોતા. 20%- બચત અને રોકાણ- આ ભાગ તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે હોય છે. આ નિયમનો હેતુ એ નથી કે દરેક સંજોગોમાં આ જ ટકાવારીનું પાલન કરવું. અહીં હેતુ એ સમજાવવાનો છે કે પગાર આવે તે પહેલાં જ નક્કી હોવું જોઈએ કે કેટલા પૈસા ક્યાં ખર્ચ કરવાના છે. જો તમે વધુ પૈસા બચાવી શકો છો, તો વધુ પૈસાનું રોકાણ કરો, પરંતુ ઓછામાં ઓછું આવકના 20% હિસ્સો રોકાણ અવશ્ય કરો. પ્રશ્ન- ઓછા પગારમાં બચત કેવી રીતે કરવી? જવાબ- આ સૌથી મોટો ભ્રમ છે કે, ઓછા પગારમાં બચત શક્ય નથી. લોકો બચત માટે પગાર વધવાની રાહ જોતા રહે છે અને તેની સાથે તેમના ખર્ચ પણ વધતા રહે છે. તેથી બચત કરવા લાયક પગારવાળો દિવસ ક્યારેય આવતો જ નથી. બચતની શરૂઆત હંમેશા નાની રકમથી થાય છે. જો તમારી આવક મર્યાદિત હોય તો- એ જરૂરી નથી કે તમે પહેલા પગારમાંથી જ 20% બચાવો. પહેલો ધ્યેય ફક્ત એ રાખો કે દર મહિને કંઈક ને કંઈક બચાવવું છે. સમય જતાં આવક વધે છે, પરંતુ જો યોગ્ય આયોજન આદતમાં ન હોય, તો ખર્ચ પણ તે જ ગતિએ વધતા જાય છે. પ્રશ્ન- શું 50-30-20 નો નિયમ દરેક આવક જૂથ પર લાગુ પડે છે? જવાબ- આ નિયમ બધાં માટે છે, પરંતુ લવચીક (ફ્લેક્સિબલ) છે. જો આવક ઓછી હોય તો- જો આવક સારી હોય તો- પ્રશ્ન- ભાડું, EMI અને જરૂરિયાતો પૂરી કર્યા પછી કંઈ બચતું જ નથી, આવા સંજોગોમાં શું કરવું? જવાબ- આ સ્થિતિ ફેમિલી બજેટમાં ખૂબ સામાન્ય છે. તેનો અર્થ એ નથી કે બચત શક્ય નથી. તેનો અર્થ એ છે કે ખર્ચ પ્લાનિંગ વગર થઈ રહ્યા છે. સૌથી પહેલા આ કરો- ઘણીવાર નાના ખર્ચ જેમ કે વારંવાર બહાર જઈને રેસ્ટોરન્ટમાં જમવું, બિનજરૂરી એપ્સના સબ્સ્ક્રિપ્શન, પ્લાન વગરની શોપિંગ મળીને બચતને ખાઈ જાય છે. પ્રશ્ન- શું 50-30-20 નિયમને સંપૂર્ણપણે અનુસરવું જરૂરી છે? જવાબ- આ નિયમ માત્ર એક માર્ગદર્શિકા છે. જો તમારા ઘરમાં બાળકોની ફી વધારે હોય, કોઈ મેડિકલ ખર્ચ ચાલી રહ્યો હોય અથવા નવી લોન લીધી હોય તો થોડા સમય માટે બચત ઓછી થઈ શકે છે. પરંતુ ખર્ચ ઓછો થાય કે તરત જ તે રકમને બચતમાં નાખવી જરૂરી છે. આ જ નાણાકીય શિસ્ત કહેવાય છે. પ્રશ્ન- જો ક્રેડિટ કાર્ડ બિલ બાકી હોય અને લોનની EMI ચાલી રહી હોય તો બચત કેવી રીતે કરવી? જવાબ- જો ક્રેડિટ કાર્ડ બિલ બાકી હોય અને લોનની EMI ચાલી રહી હોય, તો પણ બચત કરી શકાય છે. સૌથી પહેલા ક્રેડિટ કાર્ડનું બાકી ચૂકવવા પર ધ્યાન આપો, કારણ કે તેના પર વ્યાજ વધારે હોય છે. EMI ને દર મહિનાનો જરૂરી ખર્ચ માનો અને સમયસર ભરો. બચતની શરૂઆત નાની રકમથી કરો, જેમ કે 5-10% અથવા 1000-2000 રૂપિયા. શોખના ખર્ચાઓ ઓછા કરો અને ક્રેડિટ કાર્ડથી નવી ખરીદી ન કરો. જો કોઈ વધારાની આવક હોય તો તેને પહેલા દેવું ચૂકવવામાં લગાવો. દેવું નિયંત્રણમાં આવતા જ બચત ધીમે ધીમે વધારી શકાય છે. પ્રશ્ન- 20% બચતમાં કયા-કયા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન સૌથી યોગ્ય માનવામાં આવે છે? જવાબ- 20% બચતને સમજદારીપૂર્વક ત્રણ ભાગમાં વહેંચી શકાય છે- ઇમરજન્સી ફંડ શોર્ટ ટર્મ ગોલ્સ લાંબા ગાળાનું રોકાણ ભવિષ્ય માટે SIP, મ્યુચ્યુઅલ ફંડ, PPF અને NPS વધુ સારા વિકલ્પો ગણાય છે. આનાથી લાંબા ગાળે સારું વળતર અને ટેક્સ બચત બંને લાભ મળી જાય છે. પ્રશ્ન- શું નોકરીની શરૂઆતથી જ બજેટ પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ? જવાબ- હા, નોકરીની શરૂઆતથી જ બજેટ પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જેટલી જલદી તમે પૈસાને યોગ્ય રીતે સંભાળતા શીખો છો, તેટલી જલદી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવે છે. પહેલા પગારથી જ ખર્ચાઓનો હિસાબ રાખો અને બચતની આદત પાડો. આનાથી આગળ જતાં લોન અને ક્રેડિટ કાર્ડ પર જરૂરિયાત કરતાં વધુ નિર્ભરતા બનતી નથી. પ્રશ્ન- શું આ નિયમ કપલ્સ અને ફેમિલી બજેટ પર પણ લાગુ પડે છે? જવાબ- હા, આ નિયમ કપલ્સ અને ફેમિલી બંને પર લાગુ પડે છે.
    Click here to Read More
    Previous Article
    5 protein-rich gut friendly foods to meet nutritional requirements without compromising digestion
    Next Article
    તમારા બાળકને 'ઝેરી' દૂધ તો નથી પીવડાવી રહ્યા ને?:ફોર્મ્યુલા મિલ્ક ખરીદતા પહેલા 5 મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખો, પીડિયાટ્રિશિયન પાસેથી જાણો સેફ્ટી ટિપ્સ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment