Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેરા એશિયન ગેમ્સ- ભારતના મેડલની સંખ્યા 50ને પાર થઈ:આજે 23 મેડલ જીત્યા; 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 8 બ્રોન્ઝ

    14 hours ago

    ભારતે પેરા એશિયન ગેમ્સના ત્રીજા દિવસે બુધવારે 23 મેડલ જીત્યા. તેમાં 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 8 બ્રોન્ઝ સામેલ છે. ભારતના હવે 14 ગોલ્ડ સહિત કુલ 58 મેડલ થઈ ગયા છે. તેમાં 21 સિલ્વર અને 23 બ્રોન્ઝ સામેલ છે. ટીમ ઈન્ડિયા મેડલ ટેલીમાં ચોથા સ્થાન પર છે. આજના ગોલ્ડ મેડલિસ્ટ 1. આયુષે આ એડિશનમાં બીજો મેડલ જીત્યો આયુષ 8.16 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાને રહ્યા. આ આયુષનો બીજો મેડલ છે. તેઓ એક બ્રોન્ઝ પણ જીતી ચૂક્યા છે. ઈરાનના અલીરેઝા હેમામીએ 8.09 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો. કઝાકિસ્તાનના મખામ્બેટ સેરિક્કલિયેવ 6.81 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યા. F53 કેટેગરી એવા ફીલ્ડ એથ્લેટ્સ માટે છે, જેમના ધડ અને પગની હિલચાલ પ્રભાવિત હોય છે. ખેલાડીઓ બેસીને મુકાબલો કરે છે. આ કેટેગરીમાં હાથોની પકડ પર ઓછી અસર થાય છે. 3. પ્રવીણ કુમારે 2.05 મીટરની છલાંગ લગાવી પુરુષોની હાઈ જમ્પ T64 સ્પર્ધામાં પ્રવીણ કુમારે 2.05 મીટરની છલાંગ લગાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. તેમણે 2.02 મીટરના પોતાના અગાઉના ગેમ્સ રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો. બંટી 1.92 મીટરની વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ છલાંગ લગાવીને રજત ચંદ્રક જીત્યો. આ કેટેગરીમાં પેરા-એથ્લીટ્સ ભાગ લે છે. જેઓ શરીરના નીચેના ભાગમાં (જેમ કે ઘૂંટણની નીચે) દિવ્યાંગતાને કારણે પ્રોસ્થિસિસ (કૃત્રિમ અંગ)નો ઉપયોગ કરીને ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સ (જેમ કે ઊંચી કૂદ અથવા લાંબી કૂદ)માં ભાગ લે છે. 3. સચિન ખિલારીએ શોટપુટમાં ગોલ્ડ જાળવી રાખ્યો સચિન ખિલારીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની શોટપુટ એફ46 સ્પર્ધામાં પોતાનો ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો. આ જ સ્પર્ધામાં મોહમ્મદ યાસેરે સિલ્વર અને પરવીને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ત્રણેય પદકો અપાવ્યા. આજના મેડલ્સ
    Click here to Read More
    Previous Article
    SIR विवाद के लिए विदेश से मिल रही फंडिंग? Foreign Connection In Protests Against Sir?Singham Funding
    Next Article
    ડાંગમાં પોલીસ સ્મૃતિ દિવસ-2026ની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ:આહવા ખાતે ફરજ દરમિયાન બલિદાન આપનાર જવાનોના શૌર્યને યાદ કરાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment