Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવાઝોડું અર્નબ આંધ્રપ્રદેશ સાથે અથડાયું, ભારે પવન ફુંકાયો:50 ટ્રેન-21 ફ્લાઇટ્સ રદ, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ; MP-UPમાં વરસાદનું એલર્ટ

    4 days ago

    વાવાઝોડું ‘અર્નબ’ મંગળવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયું. તોફાન દરમિયાન 125થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. તેની અસરથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, કાકીનાડા અને કોન્સીમામાં ભારે વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ જોતા હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તોફાનને કારણે 50 ટ્રેનો અને વિજયવાડા-વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરની 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશાએ 4,000 ચક્રવાત આશ્રયસ્થાનો બનાવ્યાં છે. ઓડિશામાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તોફાનની અસર માત્ર આંધ્ર પ્રદેશ અને ઓડિશા સુધી મર્યાદિત રહેશે નહીં. હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશાના પુરીમાં ભારે વરસાદ, તસવીરો... એર ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ-વિજયવાડાની ફ્લાઇટ માટે એડવાઇઝરી જારી કરી ચક્રવાત અર્નબને કારણે એર ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ અને વિજયવાડા આવતી-જતી ફ્લાઇટના મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી છે. એરલાઇને મુસાફરોને ફ્લાઇટનું સ્ટેટસ તપાસવા અને એરપોર્ટ પહોંચવા માટે વહેલા નીકળવાની અપીલ કરી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે એરપોર્ટ પહોંચવામાં પણ મુશ્કેલી પડી શકે છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વરસાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પણ ચક્રવાતની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સમુદ્રમાં તોફાની મોજાં ઉછળી રહ્યા છે અને પરિસ્થિતિ ખરાબ બનેલી છે. દેશભરમાંથી હવામાનની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    ઇઝરાઇલ ચૂંટણીઃ પ્રારંભિક વલણોમાં નેતન્યાહૂ ગઠબંધનને 63 બેઠક:5 એક્ઝિટ પોલમાંથી 3માં લીડ; અરબ પાર્ટી કિંગમેકર બની શકે છે
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વાવાઝોડાનું તાંડવ જુઓ-135ની ઝડપે પવન, 20 ફૂટ ઊંચાં મોજાં, સોનિયાએ કહ્યું- નહોતી ઇચ્છતી કે રાજીવ PM બને, સોનું-ચાંદી ઊંધે કાંધ પટકાયાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment