Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે ચૂંટણીથી 50% મતદાનનો જ ટ્રેન્ડ:2021 જેટલા 5.50 લાખ મત પડે તો પણ 56% કરતા વધશે મતદાન

    4 days ago

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવાર સવાર 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે. મતદાનને લઈને છેલ્લી બે ચૂંટણી પર નજર કરીએ તો શહેરમાં 50 ટકા મતદાનનો રેશિયો દેખાયો છે. જોકે આ વખતે મતદારોની સંખ્યા મતદાર યાદી સુધારણાને કારણે ઘટી ગઈ છે તેથી આ વખતે ટકાવારી ઊંચી જશે. 2021ની જેમ 5.50 લાખ મત પડે તો પણ આરામથી મતદાનની ટકાવારી 56 ટકાથી વધી જશે અને 60 સુધી પહોંચે તેવી શક્યતા છે. રાજકોટ શહેરમાં 2015ની ચૂંટણીમાં નજર કરીએ તો તે વખતે શહેરમાં કુલ 8,87,300 મતદાર હતા. 72માંથી 38 બેઠક ભાજપ જ્યારે કોંગ્રેસને 34 મળી હતી એટલે કે ફક્ત 4 બેઠકની નજીવી સરસાઈ રહી હતી. ત્યારે 4,47,206 વોટ પડ્યા હતા એટલે કે 50 ટકા જ મતદાન થયું હતું. 2021 આવતા આવતા અનામત આંદોલન વાળો મુદ્દો રહ્યો ન હતો તેમજ શહેરમાં પાંચ નવા ગામ ભળી ગયા હતા આ કારણે કુલ મતદારોની સંખ્યા બે લાખ વધીને 10,93,991 થઈ હતી. આ કારણે જંગી મતદાન થવાની સંભાવના હતી. જોકે 50.75 ટકા મતદાન થયું હતું. 5,55,159 મત પડ્યા હતા અને તેમાં ભાજપે સૌથી મોટી જીત મેળવી હતી. 72માંથી ફક્ત 4 બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી અને બાકી તમામ 68 ભાજપે સર કરી લીધી હતી. 2026ની આ વખતની જે ચૂંટણી છે તેમાં SIR મતદારોની સંખ્યામાં મહત્ત્વનું ફેક્ટર છે. મતદાર યાદી સુધારણા થતા રાજકોટમાં 9,85,952 મતદારો રહ્યા છે એટલે કે ફરીથી એક લાખ જેટલો ઘટાડો આવ્યો છે. બીજા ફેક્ટરમાં ઓબીસી અનામતનું રોસ્ટર આવ્યું છે. 2021માં ભાજપને 48.8, કોંગ્રેસને 24.1 ટકા મળ્યા હતા મત 2021માં ભાજપે ક્લીન સ્વીપ મારી હતી. 68 બેઠક જીતી હતી અને થયેલા મતદાનમાંથી અડધો એટલે કે 48.8 ટકા જેટલા મત ફક્ત ભાજપને મળ્યા હતા. કોંગ્રેસને 4 બેઠક મળી હતી અને વોટ શેર 24.1 ટકા રહ્યો હતો જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ સીટ મળી ન હતી પણ વોટ શેર 17.2 ટકા રહ્યો હતો. 6 વોર્ડમાં તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા વધુ મત મેળવ્યા હતા. 2021માં વોર્ડવાઇઝ થયેલું મતદાન
    Click here to Read More
    Previous Article
    સ્વ. વિજય રૂપાણીના પત્ની મતદાન સમયે ભાવુક બન્યા:15 મહાનગરપાલિકામાં મતદારોની લાંબી કતારો લાગી, સુરેન્દ્રનગરમાં 100 વર્ષીય દાદીએ મતદાન કર્યું
    Next Article
    શનિવારે શહેર ભઠ્ઠીની જેમ શેકાયું:રાજકોટમાં વર્ષનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું, પારો 43.3 ડિગ્રીએ પહોંચી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment