Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોજશોખના પૈસા પડાવવા નકલી પોલીસ બન્યા:રાજકોટમાં રૂ.50 હજારની ખંડણી માંગવાના ગુનામાં 2 શખ્સોની ધરપકડ

    2 days ago

    રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની યુવાનોને ધમકાવી ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસની ઓળખ આપી ચાર યુવાનો પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવાનોને શંકા જતાં બંનેની પોલ ખુલ્લી પડી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને શખ્સોએ મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી નકલી પોલીસ બની લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અગાઉ આ બંનેએ નકલી પોલીસ બની કોઈ પાસેથી પૈસાની વસૂલાત કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે શખ્સોએ માલવીયા પોલીસ સ્ટેશનના કર્મચારીની ઓળખ આપી ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ રાજેશ બારીયાએ જણાવ્યું હતું કે, શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામકાજ સાથે સંકળાયેલા કિરીટ પીઠડીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 12 જૂનની રાત્રે કિરીટ પોતાના ત્રણ મિત્રો સાથે રૈયાધાર શાંતિનગર વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠા હતા, ત્યારે બ્લુ કલરની ઓલા ઇલેક્ટ્રિક બાઈક પર આવેલા બે શખ્સોએ પોતાને માલવીયા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા. પોલીસથી બચવા 50 હજાર આપવાની માંગણી કરી એક આરોપીએ પોલીસનો લોગો ધરાવતું જેકેટ પહેર્યું હોવાથી શરૂઆતમાં યુવાનોને તેઓ ખરેખર પોલીસ હોવાનું લાગ્યું હતું. ત્યારબાદ બંને શખ્સોએ યુવાનોની પૂછપરછ શરૂ કરી અને પોલીસ કાર્યવાહી તેમજ મારપીટની ધમકી આપી હતી. સાથે જ પોલીસ સ્ટેશન લઈ જવાથી બચવું હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી. બંને યુવકોની પૂછપરછ કરતા સ્થળ પરથી ભાગ્યા જોકે આરોપીઓની હરકતો શંકાસ્પદ લાગતાં યુવાનોએ તેમની ઓળખ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને પોલીસનું ઓળખપત્ર માંગ્યું હતું. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાના નામ આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ કોઈ ઓળખપત્ર રજૂ કરી શક્યા નહોતા. જેથી બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં યુનિવર્સિટી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. નકલી પોલીસ બની લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી નકલી પોલીસ બની લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે બંનેએ અન્ય કોઈ વ્યક્તિને પણ પોતાનો શિકાર બનાવ્યો છે કે નહીં. શહેરમાં નકલી પોલીસ બની ખંડણી વસૂલવાના પ્રયાસની આ ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે પોલીસે લોકોને પણ સાવચેત રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ પોલીસ તરીકે ઓળખ આપે તો તેની ઓળખ ચકાસવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તેરા તુકો અર્પણ:ક્રાઈમ બ્રાન્ચે ખોવાયેલા 410 મોબાઈલ નાગરિકોને પરત કર્યા, એક પણ મોબાઇલમાં FIR નહોતી
    Next Article
    Gujarat Monsoon Update Live | ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? | Weather Forecast | Rain News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment